/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/IPL-2026-Auction-1-1.jpg)
IPL 2026 Auction : આઈપીએલ 2026ની હરાજી 16 ડિસેમ્બરે યોજાશે
IPL 2026 Player Auction : આઈપીએલ 2026 ની હરાજી 16 ડિસેમ્બર 2026 ના રોજ અબુ ધાબીમાં યોજાશે. આ હરાજીમાં કુલ 350 ખેલાડીઓ ભાગ લેશે. જેમાંથી ફ્રેન્ચાઇઝીઓ કુલ 77 ખેલાડીઓની પસંદગી કરશે. આઈપીએલ 2026 ની હરાજી બપોરે ભારતીય સમય પ્રમાણે બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. આઈપીએલ 2026ની મિની હરાજી પહેલા જાણીએ કે ખેલાડીઓ પર ખર્ચ કરવા માટે કઇ ટીમ પાસે કેટલી રકમ બાકી છે.
IPL 2026 ની હરાજી JioHotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. આ હરાજી ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ટીવી ચેનલો પર પણ પ્રસારિત કરવામાં આવશે.
ખેલાડીઓની ખરીદવા કઇ ફ્રેન્ચાઇઝી પાસે કેટલું પર્સ બાકી છે
કોલકાતા નાઈટ રાઈડર્સ
આઈપીએલ 2026 મિની હરાજી માટે સૌથી મોટું પર્સ કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે છે. તેમની પાસે કુલ 64.30 કરોડ રુપિયા છે. ટીમ પાલે હાલ કુલ 12 ખેલાડીઓ છે. જેમાં 2 વિદેશી પ્લેયર્સ છે. એક ટીમ વધુમાં વધુ 8 વિદેશી સહિત 25 ખેલાડીઓ રાખી શકે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ
ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે IPL 2026 મિની હરાજી માટે બીજા ક્રમનું સૌથી મોટું પર્સ છે. CSK પાસે 43.40 કરોડ રુપિયા છે. ચેન્નાઇ પાસે 4 વિદેશી સહિત કુલ 16 પ્લેયર્સ છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ
સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે આઈપીએલ 2026 મિની હરાજી માટે 25.50 કરોડ રુપિયાનું પર્સ છે. હૈદરાબાદે વિદેશી ખેલાડીઓ એડમ ઝમ્પા અને વિઆન મુલ્ડરને રિલીઝ કર્યા હતા. એસઆરએચ પાસે 6 વિદેશી સહિત કુલ 16 પ્લેયર્સ છે.
લખનઉ સુપર જાયન્ટ્સ
લખનઉ સુપર જાયન્ટ્સ પાસે આઈપીએલ 2026 મિની ઓક્શન માટે 22.90 કરોડ રુપિયાનું પર્સ છે. તેમણે 7 ખેલાડીઓને રિલીઝ કર્યા હતા, જેમાં સૌથી મોટું નામ ડેવિડ મિલરનું છે. એલએસજી પાસે 4 વિદેશી સહિત કુલ 19 પ્લેયર્સ છે.
દિલ્હી કેપિટલ્સ
દિલ્હી કેપિટલ્સ પાસે IPL 2026 મિની હરાજી માટે 21.80 કરોડ રુપિયાનું પર્સ છે. દિલ્હીએ જેક ફ્રેઝર મેકગર્ક અને ફાફ ડુ પ્લેસિસ સહિત 6 ખેલાડીઓને રિલીઝ કર્યા હતા. દિલ્હી પાસે 3 વિદેશી સહિત કુલ 17 પ્લેયર્સ છે.
આ પણ વાંચો - આઈપીએલની 2026ની હરાજી માં ગુજરાત રાજ્યના આ 22 ખેલાડીઓની બોલી લાગશે, જુઓ સંપૂર્ણ લિસ્ટ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
આઈપીએલ 2026ની મિની હરાજી માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે 16.40 કરોડ રુપિયાનું પર્સ છે. તેમણે લિયામ લિવિંગસ્ટોન અને લુંગી એનગીડી જેવા મુખ્ય ખેલાડીઓને રિલીઝ કર્યા હતા. આરસીબી પાસે 6 વિદેશી સહિત કુલ 17 પ્લેયર્સ છે.
રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાન રોયલ્સ પાસે અબુ ધાબીમાં મિની-હરાજી માટે 16.05 કરોડ રુપિયાનું પર્સ છે. તેમણે શ્રીલંકાના ખેલાડીઓ વાનિન્દુ હસરંગા, મહેશ તીક્ષણા અને ઘણા અનકેપ્ડ ભારતીય ખેલાડીઓને રિલીઝ કર્યા હતા. આરઆર પાસે 7 વિદેશી સહિત કુલ 16 પ્લેયર્સ છે.
ગુજરાત ટાઇટન્સ
ગુજરાત ટાઇટન્સ પાસે IPL 2026 મિની-હરાજી માટે 12.90 કરોડ રુપિયાનું પર્સ છે. તેમણે પાંચ ખેલાડીઓને રિલીઝ કર્યા હતા. જીટી પાસે 4 વિદેશી સહિત કુલ 20 પ્લેયર્સ છે.
પંજાબ કિંગ્સ
પંજાબ કિંગ્સ પાસે આઈપીએલ 2026 મિની-હરાજી માટે 11.50 કરોડ રુપિયાનું પર્સ છે. તેમણે ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ અને એરોન હાર્ડી જેવા મોટા ખેલાડીઓને રિલીઝ કર્યા હતા. પંજાબ પાસે 6 વિદેશી સહિત કુલ 21 પ્લેયર્સ છે.
મુંબઈ ઇન્ડિયન્સ
IPL 2026 મિની-હરાજી માટે મુંબઈ ઇન્ડિયન્સ પાસે સૌથી નાનું પર્સ છે. તેની પાસે કુલ 2.75 કરોડ રુપિયાનું પર્સ છે. તેમણે કુલ 6 ખેલાડીઓને રિલીઝ કર્યા હતા, જેમાંથી 4 વિદેશી ખેલાડીઓ હતા. મુંબઈ પાસે 7 વિદેશી સહિત કુલ 20 પ્લેયર્સ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us