IPL 2026 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના એક અધિકારીએ ખુલાસો કર્યો છે કે આગામી IPL હરાજી ડિસેમ્બરના મધ્યમાં અબુ ધાબીમાં યોજાશે. BCCI 15-16 ડિસેમ્બરે હરાજી યોજી શકે છે. આ સતત ત્રીજી વખત આઈપીએલ હરાજી વિદેશમાં યોજાઈ રહી છે. આ પહેલા 2023માં આઈપીએલ હરાજી દુબઈ અને 2024માં જેદ્દાહમાં યોજાઈ હતી.
જેદ્દાહ અને દુબઈ પછી અબુ ધાબી આ વખતે આઈપીએલ હરાજીનું આયોજન કરી શકે છે. અગાઉ અટકળો હતી કે આ વખથે હરાજી ભારતમાં યોજાશે, પરંતુ લેટેસ્ટ અપડેટ સૂચવે છે કે હરાજી અબુ ધાબીમાં યોજાશે.
15 નવેમ્બર સુધીમાં રીટેન્શન લિસ્ટ સબમિટ કરવી પડશે
બધી ટીમોએ 15 નવેમ્બર સુધીમાં તેમની રીટેન્શન લિસ્ટ સબમિટ કરવી પડશે. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મોટા ટ્રેડના અહેવાલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાઈ શકે છે જ્યારે રવિન્દ્ર જાડેજા અને સેમ કુરન તેમના સ્થાને રાજસ્થાન રોયલ્સ સાથે જોડાઈ શકે છે.
આ પણ વાંચો – સેમસન બની શકે છે ચેન્નાઈ સુપર કિંગ્સનો નવો કેપ્ટન; રવિન્દ્ર જાડેજા રાજસ્થાનમાં જઇ શકે છે!
આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મીની હરાજી થશે. દરેક ટીમ 15 ખેલાડીઓને જાળવી શકશે. હરાજી માટે કેટલા ખેલાડીઓની બોલી લાગશે હશે તે હજુ સ્પષ્ટ નથી.





