આઈપીએલ 2026 : 25.20 કરોડમાંથી કેમરૂન ગ્રીનને માત્ર 9.74 કરોડ રુપિયા જ મળશે, જાણો ક્યાં-ક્યાં કાપવામાં આવશે 'પૈસા'

IPL 2026 : આઈપીએલ 2026ની મિની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના કેમરુન ગ્રીનને કેકેઆરે 25.20 કરોડની બોલી લગાવીને ટીમમાં સામેલ કર્યો હતો. જોકે ગ્રીનને 25.20 કરોડમાંથી માત્ર 9.74 કરોડ રુપિયા જ મળશે. અમે તમને જણાવી રહ્યા છીએ કે તેના પૈસા ક્યાં-ક્યાંથી કાપવામાં આવશે

IPL 2026 : આઈપીએલ 2026ની મિની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના કેમરુન ગ્રીનને કેકેઆરે 25.20 કરોડની બોલી લગાવીને ટીમમાં સામેલ કર્યો હતો. જોકે ગ્રીનને 25.20 કરોડમાંથી માત્ર 9.74 કરોડ રુપિયા જ મળશે. અમે તમને જણાવી રહ્યા છીએ કે તેના પૈસા ક્યાં-ક્યાંથી કાપવામાં આવશે

author-image
Ashish Goyal
New Update
Cameron Green

આઈપીએલ 2026ની હરાજીમાં કેકેઆરે કેમરુન ગ્રીનને 25.20 કરોડની બોલી લગાવીને ટીમમાં સામેલ કર્યો હતો

IPL 2026 Cameron Green : આઈપીએલ 2026ની મિની હરાજીમાં ઓસ્ટ્રેલિયાનો કેમરુન ગ્રીન સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. જેને કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા 25.20 કરોડની બોલી લગાવીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ક્રિકેટ ચાહકોને લાગે છે કે ગ્રીનને ઘણા પૈસા મળ્યા છે પણ એવું નથી. કેમરુન ગ્રીનને 25.20 કરોડમાંથી માત્ર 9.74 કરોડ રુપિયા જ મળશે. અમે તમને જણાવી રહ્યા છીએ કે તેના પૈસા ક્યાં-ક્યાંથી કાપવામાં આવશે.

Advertisment

કેમરુન ગ્રીનના પૈસા ક્યાં-ક્યાં કાપવામાં આવશે

કેકેઆરે કેમરૂન ગ્રીન પર 25.20 કરોડની બોલી લગાવી હતી, પણ આઇપીએલના નવા નિયમ અનુસાર વિદેશી ખેલાડીને 18 કરોડથી વધુ નહીં મળે, એટલે કે ગ્રીનના રુપિયા 7.20 કરોડ પ્લેયર્સ વેલ્ફેર ફંડમાં જશે. 7.20 કરોડ રૂપિયા કાપ્યા બાદ ગ્રીન પાસે 18 કરોડ રૂપિયા બાકી રહેશે.

કેમરૂન ગ્રીન પાસે બચેલા 18 કરોડ રુપિયામાંથી કુલ રુપિયા 4.68 કરોડ ભારતમાં ટેસ્ટ સ્વરૂપે કાપવામાં આવશે. 4.68 કરોડ રૂપિયામાંથી 3.60 કરોડ રૂપિયા ટીડીએસ તરીકે કાપવામાં આવશે. આ પછી સરચાર્જ તરીકે 90 લાખ રૂપિયા, જ્યારે 18 લાખ રૂપિયા ટીડીએસ (4 ટકા) અને સરચાર્જ તરીકે કાપવામાં આવશે. આ પછી ગ્રીન પાસે કુલ રુપિયા 13.32 કરોડ બચશે.

આ પણ વાંચો - અનકેપ્ડ આકીબ દારને 8.40 કરોડ રુપિયામાં ખરીદ્યો, આવી છે દિલ્હી કેપિટલ્સ ટીમ

Advertisment

કેમરુન ગ્રીન 13.32 કરોડ રુપિયા ઓસ્ટ્રેલિયા સાથે લઇ જશે

કેમરુન ગ્રીન 13.32 કરોડ રુપિયા ઓસ્ટ્રેલિયા સાથે લઇ જશે, પરંતુ ત્યાં પણ તેના 3.58 કરોડ રુપિયા ટેક્સ તરીકે કાપવામાં આવશે. હવે ઓસ્ટ્રેલિયામાં તેને કયા-ક્યાં ટેક્સ ચૂકવવો પડશે તે જાણીએ. ગ્રીનને ઓસ્ટ્રેલિયામાં ઇન્કમ ટેક્સ તરીકે 7.90 કરોડ રૂપિયા આપવા પડશે. જ્યારે અને મેડિકેર લેવી તરીકે 36 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

 જોકે ઓસ્ટ્રેલિયામાં તેમને ફોરેન ઇન્કમ ટેક્સ ઓફસેટના રુપમાં 4.68 કરોડ રુપિયાની છૂટ આપવામાં આવી શકે છે, જેના કારણે હવે તેની પાસે 13.32 કરોડમાંથી કુલ રુપિયા 9.74 કરોડ બાકી રહેશે. એટલે કે 25.20 કરોડમાંથી 9.74 કરોડ રૂપિયા ગ્રીનના હાથમાં આવશે.

કોલકાતા નાઇટ રાઇડર્સ આઈપીએલ હરાજી સ્પોર્ટ્સ