IPL 2026 Player Auction : આઈપીએલ 2026 ની હરાજી 16 ડિસેમ્બર 2026 ના રોજ અબુ ધાબીમાં યોજાશે. આ હરાજીમાં કુલ 350 ખેલાડીઓ ભાગ લેશે. હરાજી અગાઉ કુલ 1355 ખેલાડીઓએ નોંધણી કરાવી હતી પણ BCCI એ એક હજાર જેટલા ખેલાડીઓના નામ કાપી નાખ્યા છે. આ મિની હરાજીમાં ગુજરાતના 22 પ્લેયર્સનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને બરોડા ક્રિકેટ એસોસિયેશન ત્રણેયનો સમાવેશ થાય છે.
ગુજરાત ક્રિકેટ એસોશિયેશન તરફથી રમતા પ્લેયર્સ
પ્લેયર્સ બેઝ પ્રાઇઝ કેપ્ડ-અનકેપ્ડ રોલ રવિ બિશ્નોઇ 2 કરોડ રુપિયા કેપ્ડ બોલર આર્યા દેસાઇ 30 લાખ રુપિયા અનકેપ્ડ બેટર સૌરભ ચૌહાણ 30 લાખ રુપિયા અનકેપ્ડ વિકેટકીપર રિપલ પટેલ 30 લાખ રુપિયા અનકેપ્ડ ઓલરાઉન્ડર ખીલાન પટેલ 30 લાખ રુપિયા અનકેપ્ડ ઓલરાઉન્ડર હેમાંગ પટેલ 30 લાખ રુપિયા અનકેપ્ડ ઓલરાઉન્ડર
બરોડા ક્રિકેટ એસોશિયેશન તરફથી રમતા પ્લેયર્સ
પ્લેયર્સ બેઝ પ્રાઇઝ કેપ્ડ-અનકેપ્ડ રોલ રાજ લિંબાણી 30 લાખ રુપિયા અનકેપ્ડ બોલર ભાનુ પાનિયા 30 લાખ રુપિયા અનકેપ્ડ બેટર અતિથ શેઠ 30 લાખ રુપિયા અનકેપ્ડ ઓલરાઉન્ડર વિષ્ણુ સોલંકી 30 લાખ રુપિયા અનકેપ્ડ વિકેટકીપર ચિતંલ ગાંધી 30 લાખ રુપિયા અનકેપ્ડ બોલર સફવાન પટેલ 30 લાખ રુપિયા અનકેપ્ડ બોલર નિનાદ રાઠવા 30 લાખ રુપિયા અનકેપ્ડ ઓલરાઉન્ડર શિવાલિક શર્મા 30 લાખ રુપિયા અનકેપ્ડ ઓલરાઉન્ડર અભિમન્યુ સિંહ રાજપૂત 30 લાખ રુપિયા અનકેપ્ડ ઓલરાઉન્ડર
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન તરફથી રમતા પ્લેયર્સ
પ્લેયર્સ બેઝ પ્રાઇઝ કેપ્ડ-અનકેપ્ડ રોલ રુચિત આહીર 30 લાખ રુપિયા અનકેપ્ડ વિકેટકીપર ચેતન સાકરિયા 75 લાખ રુપિયા કેપ્ડ બોલર ધર્મેન્દ્રસિંહ જાડેજા 30 લાખ રુપિયા અનકેપ્ડ બોલર વિશ્વરાજ સિંહ જાડેજા 30 લાખ રુપિયા અનકેપ્ડ બેટર સિદ્ધાર્થ રાણા 30 લાખ રુપિયા અનકેપ્ડ બેટર ક્રેઇન્સ ફુલેતરા 30 લાખ રુપિયા અનકેપ્ડ ઓલરાઉન્ડર સમ્મર ગજ્જર 30 લાખ રુપિયા અનકેપ્ડ ઓલરાઉન્ડર
બીસીસીઆઇના જણાવ્યા અનુસાર ખેલાડીઓની હરાજી પ્રથમ કેપ્ડ ખેલાડીઓની બોલી લગાવીને કરવામાં આવશે. જેમાં પહેલા બેટ્સમેનોના નામ, ત્યાર બાદ ઓલરાઉન્ડર, વિકેટકિપર બેટ્સમેન, ફાસ્ટ બોલરો અને સ્પિન બોલરોના નામ ઓર્ડર મુજબ ટેબલ પર આવશે. આ પછી જ અનકેપ્ડ ખેલાડીઓની પ્રક્રિયા શરૂ થશે.
આ પણ વાંચો – આઈપીએલ 2026ની હરાજી પહેલા જાણો કઇ ટીમ પાસે કેટલી રકમ બચી છે?
હરાજીમાં ખેલાડીઓને ખરીદવા માટે કેકેઆર પાસે સૌથી વધારે રુપિયા
આઈપીએલ 2026 મિની હરાજી માટે સૌથી મોટું પર્સ કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે છે. તેમની પાસે કુલ 64.30 કરોડ રુપિયા છે. ટીમ પાલે હાલ કુલ 12 ખેલાડીઓ છે. જેમાં 2 વિદેશી પ્લેયર્સ છે. એક ટીમ વધુમાં વધુ 8 વિદેશી સહિત 25 ખેલાડીઓ રાખી શકે છે.





