/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Jalaj-Saxena.jpg)
એમએસ ધોની સાથે જલજ સક્સેના (તસવીર - સોશિયલ મીડિયા)
IPL 2026 Auction : આઈપીએલ 2026 માટે મિની હરાજી 16 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે. આ હરાજીમાં ઘણા સ્ટાર ખેલાડીઓની બોલી લાગશે. આઈપીએલમાં ફક્ત યુવાઓની નહીં મોટી ઉંમરના ખેલાડીની પણ હરાજી થશે. આ વખતે આઈપીએલની હરાજીમાં સૌથી મોટી ઉંમરના પ્લેયર તરીકે જલજ સક્સેનાનું નામ છે. આવો તેના વિશે જાણીએ.
જલજ સક્સેના સૌથી મોટી ઉંમરનો ખેલાડી હશે
આ આઈપીએલની હરાજીમાં ભાગ લેનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી જલજ સક્સેના હશે, જે 15 ડિસેમ્બરે 39 વર્ષનો થશે. મધ્ય પ્રદેશનો આ ઓલરાઉન્ડર મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ જેવી ટીમો માટે રમી ચૂક્યો છે. જલજને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમવાની તક મળી ન હતી, પરંતુ તેણે ચેમ્પિયન્સ લીગ 2014માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે 2021માં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું.
જલજ સક્સેનાને આઈપીએલમાં પોતાની પ્રતિભા બતાવવાની ખાસ તક મળી નથી, પરંતુ તે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર રહ્યો છે જેણે બોલ અને બેટ બંનેથી કમાલ કરી છે. જલજે અત્યાર સુધીમાં 79 ટી 20 મેચ રમ્યો છે જેમાં તેણે 709 રન બનાવ્યા છે અને 86 વિકેટ પણ ઝડપી છે. બેટિંગમાં તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 55 રનનો રહ્યો છે, જ્યારે બોલિંગમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 16 રન આપીને 5 વિકેટ છે.
આ પણ વાંચો - આઈપીએલની 2026ની હરાજી માં ગુજરાત રાજ્યના આ 22 ખેલાડીઓની બોલી લાગશે, જુઓ સંપૂર્ણ લિસ્ટ
જલજે બનાવ્યા છે 9967 રન, 705 વિકેટ પણ ઝડપી છે
જલજની ઓવરઓલ ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો તેણે ફર્સ્ટ ક્લાસ, લિસ્ટ એ અને ટી-20 ફોર્મેટમાં કુલ 9967 રન ફટકાર્યા છે, જ્યારે આ ત્રણેય ફોર્મેટમાં તેણે કારકિર્દીમાં કુલ મળીને 705 વિકેટ પણ ઝડપી છે. જલજ સક્સેના એક શાનદાર ઓલરાઉન્ડર છે, પરંતુ તેને ક્યારેય ભારતીય ટીમ તરફથી રમવાની તક મળી નથી. જોકે તે હજુ પણ ડોમેસ્ટીક લેવલ પર સંપૂર્ણ એક્ટિવ છે અને સતત રમી રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us