આઈપીએલ 2026 : CEO કાશી વિશ્વનાથને ધોનીના રમવા પર આપી અપડેટ, સેમસનની સીએસકેમાં એન્ટ્રી પર શું કહ્યું?

IPL 2026 : આઈપીએલ 2026ની લઇને શુક્રવારે એક મોટી જાણકારી ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથનના હવાલાથી સામે આવી છે. ખેલાડીઓના રિટેન્શન માટે 15 નવેમ્બર છેલ્લી તારીખ છે

Written by Ashish Goyal
Updated : November 07, 2025 18:25 IST
આઈપીએલ 2026 : CEO કાશી વિશ્વનાથને ધોનીના રમવા પર આપી અપડેટ, સેમસનની સીએસકેમાં એન્ટ્રી પર શું કહ્યું?
એમએસ ધોની અને સંજુ સેમસન (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2026 : આઈપીએલ 2026ની લઇને શુક્રવારે એક મોટી જાણકારી ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથનના હવાલાથી સામે આવી છે. આઈપીએલની આગામી સિઝનમાં એમએસ ધોની ફરી એકવાર સીએસકે તરફથી રમતો જોવા મળશે. જ્યારે સીઈઓ દ્વારા સંજુ સેમસનના ફ્રેન્ચાઇઝીમાં આવવાને લઈને એક મોટું અપડેટ પણ આપવામાં આવ્યું છે. સંજુ માટે રાજસ્થાન રોયલ્સ સાથે ટીમના કોઈ મોટા ખેલાડીના ટ્રેડ થવાની સંભાવના છે.

ધોની આઈપીએલ 2026 માં રમતો જોવા મળશે

ક્રિકબઝ સાથે વાત કરતા કાશી વિશ્વનાથને કંન્ફર્મ કર્યું કે એમએસ ધોની આઈપીએલ 2026 માં ફ્રેન્ચાઇઝી સાથે રમતો જોવા મળશે. જ્યારે રાજસ્થાન રોયલ્સ સાથે સંજુ સેમસનને લઈને ટ્રેડ ની વાતચીત હજુ ચાલુ છે. કાશી વિશ્વનાથને સવાલ કર્યો કે શું એમએસ ધોની આગામી સિઝનમાં રમશે? તેમણે કહ્યું કે તે એકદમ સાચું છે. એમએસએ અમને માહિતી આપી છે કે તે આગામી સીઝનમાં પણ ઉપલબ્ધ થશે.

એમએસ ધોની આગામી સિઝન માટે ટીમ સાથે પ્લાનિંગનો ભાગ છે. રિટેન્શન માટે 15 નવેમ્બર છેલ્લી તારીખ છે અને તે પહેલા કાશી વિશ્વનાથન, એમએસ ધોની, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને કોચ સ્ટીફન ફ્લેમિંગ વચ્ચે 10 કે 11 નવેમ્બરે મીટિંગ થઈ શકે છે. તે મીટિંગ બાદ સંજુ સેમસન વિશે પણ તસવીર સ્પષ્ટ થઈ શકે છે.

આ પણ વાંચો – હરમનપ્રીતથી વધારે કિંમત પર સ્મૃતિ મંધાનાને કરી રિટેન, હવે કઇ ફ્રેન્ચાઇઝી પાસે કેટલા રુપિયા બચ્યા

આ રિપોર્ટ અનુસાર એ પણ જાણ થઇ છે કે સીએસકે સિવાય રાજસ્થાન રોયલ્સ અન્ય ટીમો સાથે પણ વાતચીત કરી રહ્યું છે. રાજસ્થાન રોયલ્સના માલિક મનોજ બડાલેએ સીએસકે સિવાય લખનઉ સુપર જાયન્ટ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખ્યા છે.

સીએસકેના મોટા ખેલાડીને આપવામાં આવી જાણકારી

ક્રિકબઝના અહેવાલ અનુસાર તે જાણકારી પણ સામે આવી છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મોટા ખેલાડીના ટ્રેડ પર વાતચીત ચાલી રહી છે. એટલે કે સંજુ સેમસન હજુ પણ સીએસકેમાં જોડાય તેવી શક્યતા છે. કોઇ મોટા ખેલાડીના સ્થાને સેમસનનો ટ્રેડ થવાનો છે.

સીએસકેના મોટા ખેલાડી સાથે પણ વાતચીત ચાલી રહી છે કે તે રાજસ્થાન રોયલ્સમાં જવા માટે કંફર્ટેબલ છે કે નહીં. તે ખેલાડીને આવું પૂછવામાં આવ્યું છે અને તેને સંજુ સેમસન બદલે ટ્રેડ કરવાની તૈયારી પણ તૈયાર છે. હવે આ અંગે અંતિમ નિર્ણય થોડા દિવસોમાં આવશે. સંભવતઃ 11 નવેમ્બર સુધીમાં આ વિશે બધી માહિતી સામે આવી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ