IPL 2026 Retentions And Trades Updates : આઈપીએલ 2026 રિટેન્શન માટેની અંતિમ તારીખ 15 નવેમ્બર છે. આ દરમિયાન શનિવારે આઇપીએલ તરફથી સત્તાવાર રિલીઝ જાહેર કરીને ઘણા મોટા નામોના ટ્રેડ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં સીએસકેમાં સંજુ સેમસનની એન્ટ્રી તો હતી જ, પરંતુ અર્જુન તેંડુલકરનું નામ પણ આ ટ્રેડ લિસ્ટમાં સામેલ હતું. આ સિવાય નીતિશ રાણા, મોહમ્મદ શમીને પણ તેમની ટીમો ટ્રેડ કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં રવિન્દ્ર જાડેજા સંજુને બદલે રાજસ્થાન રોયલ્સમાં ગયો હતો પરંતુ તેને 4 કરોડ રુપિયાનું નુકસાન થયું હતું.
રવિન્દ્ર જાડેજા રાજસ્થાનમાં ઓછી કિંમતે જોડાયો
રવિન્દ્ર જાડેજાને ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2025 માટે 18 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. પરંતુ હવે તે રાજસ્થાન રોયલ્સ સાથે 14 કરોડ રુપિયાની ફી સાથે જોડાયો છે. આ માહિતી આઈપીએલ દ્વારા સત્તાવાર રીતે શેર કરવામાં આવી હતી. રવિન્દ્ર જાડેજાની સાથે સેમ કરનને પણ રાજસ્થાને વર્તમાન રુપિયા 2.4 કરોડની વર્તમાન ફીમાં ટ્રેડ કર્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સે અર્જુન તેંડુલકરનો સાથ છોડ્યો
આઇપીએલ 2021ની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલા અર્જુન તેંડુલકરનો હવે ફ્રેન્ચાઈઝીએ સાથ છોડી દીધો છે. અર્જુનને વર્ષ 2023માં મુંબઈ માટે આઈપીએલમાં ડેબ્યૂ કરવાની તક મળી. પરંતુ સખત સ્પર્ધાને કારણે તે ટીમમાં સ્થાન બનાવી શક્યો ન હતો. હવે મુંબઈ ઈન્ડિયન્સ સાથે ટ્રેડ કરીને લખનઉ સુપર જાયન્ટ્સે તેને તેની ટીમમાં સામેલ કર્યો છે. 30 લાખ રૂપિયાની વર્તમાન ફી થી તેને ટ્રેડ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો – આઈપીએલ 2026 ની હરાજી આ તારીખે યોજાઇ શકે છે, જાણો ડેટ અને સ્થળ વિશેની માહિતી
મોહમ્મદ શમીને સનરાઇઝર્સ હૈદરાબાદે રિલીઝ કર્યો
આ યાદીમાં વધુ એક મોટું નામ મોહમ્મદ શમી છે, જેને સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. આઈપીએલ 2025 પહેલા સનરાઇઝર્સે તેને 10 કરોડની જંગી રકમ ચૂકવીને સામેલ કર્યો હતો. પરંતુ હવે શમી એ જ ફી સાથે લખનઉ સુપર જાયન્ટ્સનો ભાગ બની ગયો છે. શમીએ આઈપીએલ 2023માં 20 વિકેટ ઝડપીને ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
નીતીશ રાણા સહિતના આ ખેલાડીઓનો પણ ટ્રેડ થયા
નીતિશ રાણાને રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સ સાથે વર્તમાન 4.2 કરોડ રૂપિયાની ફી સાથે ટ્રેડ કરવામાં આવ્યો છે. હવે નીતીશ દિલ્હીની ટીમમાં જોવા મળશે. આ સિવાય રાજસ્થાને દિલ્હી કેપિટલ્સ સાથે સાઉથ આફ્રિકાના ખેલાડી ડોનોવાન ફરેરાને પણ ટ્રેડ કર્યો છે. ફેરેરાની ફી હવે રુપિયા 75 લાખથી વધીને 1 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે લેગ સ્પિનર મયંક માર્કંડેને મુંબઈ ઈન્ડિયન્સે કેકેઆર પાસેથી તેની વર્તમાન 30 લાખની ફી સાથે ટ્રેડ કર્યો છે.





