IPL 2026 : આઈપીએલ 2026ની શરૂઆત આ તારીખથી થશે, જાણો ક્યારે રમાશે ફાઇનલ મેચ?

IPL 2026 Start Date : આઇપીએલ 2026ની મિની હરાજી પહેલા યોજાયેલી આ મિટિંગમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા તમામ ટીમોને જાણ કરવામાં આવી હતી કે આઇપીએલ 2026નો પ્રારંભ 26મી માર્ચને ગુરુવારથી થશે

IPL 2026 Start Date : આઇપીએલ 2026ની મિની હરાજી પહેલા યોજાયેલી આ મિટિંગમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા તમામ ટીમોને જાણ કરવામાં આવી હતી કે આઇપીએલ 2026નો પ્રારંભ 26મી માર્ચને ગુરુવારથી થશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2026, IPL 2026 Start Date

IPL 2026 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 ની શરૂઆત 26 માર્ચથી થશે (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2026 Start Date And Final Match Announcement : આઇપીએલના ઓફિસિઅલ્સ અને તમામ ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે 15મી ડિસેમ્બરને સોમવારે અબુધાબીમાં મિટિંગ યોજાઈ હતી. આઇપીએલ 2026ની મિની હરાજી પહેલા યોજાયેલી આ મિટિંગમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા તમામ ટીમોને જાણ કરવામાં આવી હતી કે, આઇપીએલ 2026નો પ્રારંભ તારીખ 26મી માર્ચને ગુરુવારથી થશે. ફાઈનલ મેચ 31 મે ને રવિવારે રમાશે.

Advertisment

ક્રિકબઝના એક રિપોર્ટ અનુસાર આઇપીએલના સીઈઓ હેમાંગ અમીને આગામી સિઝનની તારીખો જાહેર કરી હતી. જોકે ઓપનિંગ મેચ બેંગાલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે કે નહીં તે અંગે શંકા છે. ઉલ્લેખનીય છે કે આરસીબી ગત સિઝનમાં ચેમ્પિયન બન્યું હતું, તેથી નિયમ અનુસાર ડિફેન્ડિંગ ચેમ્પિયન તેની પ્રથમ મેચ હોમગ્રાઉન્ડ પર રમે છે. જોકે 4 જૂને થયેલી ભાગદોડ બાદ બેંગલુરુના આ સ્ટેડિયમ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.

કર્ણાટકના ડેપ્યુટી સીએમએ આ અંગે માહિતી આપી

લેટેસ્ટ માહિતી મુજબ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનને આઇપીએલની મેચનું આયોજન કરવા માટે રાજ્ય સરકાર તરફથી ક્લિનચીટ મળી ગઈ છે. હવે અહીં મેચ યોજી શકાય કે નહીં તે અન્ય વ્યવસ્થા પર નિર્ભર રહેશે.

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું હતું કે અમને આશા છે કે ચિન્નાસ્વામીમાં મેચ થશે. અમે નિર્ણય લીધો છે અને ગૃહમંત્રી સાથેની બેઠક બાદ અમે પોઝિટિવ વિચાર કરી રહ્યા છીએ. ગૃહમંત્રી ક્રિકેટ એસોસિએશન સાથે આ અંગે ચર્ચા કરશે.

Advertisment

આ પણ વાંચો -આઈપીએલના ઇતિહાસના ટોપ 5 સૌથી મોંઘા ખેલાડીઓ

આઈપીએલ 2026ની હરાજી અબુધાબીમાં ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરુન ગ્રીનને સૌથી વધારે 25.20 કરોડ રુપિયામાં ખરીદવામાં આવ્યો છે.

ipl 2026 સ્પોર્ટ્સ IPL ક્રિકેટ આઈપીએલ હરાજી