IPL Auction 2024 Date And Time : આઈપીએલ 2024 માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરે દુબઈના કોલા કોલા એરેનામાં યોજાશે અને આ વખતે કુલ 333 ક્રિકેટરોની હરાજી થશે. 333 ખેલાડીઓમાંથી 214 ભારતીય ખેલાડીઓ છે અને 119 વિદેશી ખેલાડીઓ છે. વિદેશી ખેલાડીઓમાં 2 ખેલાડીઓ એસોસિએટ દેશોના છે, જ્યારે કેપ્ડ ખેલાડીઓની સંખ્યા 116 અને અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 215 છે. 333 ખેલાડીઓમાંથી કુલ 77 ખેલાડીઓની જ ખરીદી થશે, જેમાંથી 30 વિદેશી ખેલાડીઓ છે. 19 ડિસેમ્બરે યોજાનારી હરાજી ભારતીય સમય પ્રમાણે બપોરે 1:00 વાગ્યાથી શરુ થશે. આઈપીએલના 16 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ મહિલા ખેલાડી હરાજી કરાવશે. વુમન્સ પ્રીમિયર લીગમાં હરાજી કરાવી ચુકેલી મલ્લિક સાગર આ જવાબદારી સંભાળશે. હરાજીનું લાઇવ પ્રસારણ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. આ સિવાય જિયો સિનેમા ઉપર પણ જોઇ શકશો.
2 કરોડ બેઝ પ્રાઈસ ધરાવતા ખેલાડીઓ
આ હરાજીમાં 23 ખેલાડીઓ એવા છે કે જેઓ મહત્તમ બેઝિક પ્રાઇસ એટલે કે બે કરોડ રૂપિયાના બેઝના બ્રાઇકેટમાં છે. આમાં ભારતના શાર્દુલ ઠાકુરનો પણ સમાવેશ થાય છે. આ સિવાય હેરી બ્રુક, ટ્રેવિસ હેડ, રિલે રૂસો, સ્ટીવ સ્મિથ, ગેરાલ્ડ કોએત્ઝી, પેટ કમિન્સ, હર્ષલ પટેલ, શાર્દુલ ઠાકુર, ક્રિસ વોક્સ, જોશ ઈંગ્લિસ, લોકી ફર્ગ્યુસન, જોશ હેઝલવુડ, રાસી વાન ડેર ડ્યુસેન, જેમ્સ વિન્સ, આદિલ રહેમાન, મુજીબ ઉર રહેમાન, ઉમેશ યાદવ, મિશેલ સ્ટાર્ક, મુસ્તાફિઝુર રહીમ, ડેવિડ વિલી, બેન ડકેટ, સીન એબોટ, જેમી ઓવરટોન.
આ ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રૂપિયા
જ્યારે 13 ખેલાડીઓ એવા છે જેમની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ રૂપિયા છે.જેમાં વાનિંદુ હસરંગા, ફિલિપ સાલ્ટ, કોલિન મુનરો, શેરફેન રદરફોર્ડ, ટોમ કુરેન, જેસન હોલ્ડર, મોહમ્મદ નબી, જેમ્સ નીશમ, ડેનિયલ સેમ્સ, ક્રિસ જોર્ડન, ટાઇમલ મિલ્સ, ઝાય રિચર્ડસન, ટીમ સાઉથી.
આઈપીએલ 2024માં હરાજી થનાર 333 ખેલાડીઓનું લિસ્ટ (ડેટા સોર્સ – આઈપીએલ)
કઈ ટીમો પાસે કેટલા સ્થાન ખાલી છે અને પર્સમાં કેટલા પૈસા છે
ટીમોની ખાલી જગ્યાઓની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સ પાસે આ સિઝન માટે 6 સ્થાન ખાલી છે, જેમાં 3 વિદેશી ખેલાડી હશે, જ્યારે ટીમ પાસે પર્સમાં હજુ 31.4 કરોડ રૂપિયા બચ્યા છે. દિલ્હી કેપિટલ્સમાં 9 સ્થાન ખાલી છે, જેમાંથી 4 સ્થાન વિદેશી ખેલાડીઓ માટે છે જ્યારે આ ટીમ પાસે આ હરાજી માટે પર્સમાં 28.95 કરોડ રૂપિયા બચ્યા છે. ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો આ ટીમમાં 38.15 કરોડ રૂપિયા બચ્યા છે અને આ ટીમમાં ખેલાડીઓ માટે 8 સ્લોટ ખાલી છે, જેમાં બે વિદેશી ખેલાડી છે.
આ પણ વાંચો – આઈપીએલ 2024 : મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો
કેકેઆરની ટીમ આ હરાજીમાં 32.7 કરોડ રૂપિયા સાથે ઉતરશે અને આ ટીમ પાસે 12 જગ્યાઓ ખાલી છે, જેમાં 4 ઓવરસીઝના ખેલાડીઓ હશે. લખનઉ સુપર જાયન્ટ્સમાં હવે છ સ્લોટ ખાલી છે, જેમાં બે વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે અને ટીમમાં હવે રુપિયા 13.15 કરોડ છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પાસે 8 સ્થાન ખાલી છે, જેમાં 4 વિદેશી ખેલાડીઓ છે. આ ટીમ પાસે હવે 17.75 કરોડ રૂપિયા બચ્યા છે. પંજાબ કિંગ્સની ટીમ પાસે આ વખતે કુલ 8 જગ્યા ખાલી છે, જેમાંથી 2 સ્થાન વિદેશી ખેલાડીઓ માટે છે. આ ટીમ પાસે હવે 29.1 કરોડ રૂપિયા બચ્યા છે.
રાજસ્થાન રોયલ્સ આ વખતે 8 સ્થાન ભરવાનો પ્રયત્ન કરશે, જેમાં 3 વિદેશી ખેલાડી હશે અને આ ટીમ પાસે હવે પર્સમાં 14.5 કરોડ રૂપિયા બચ્યા છે. આરસીબીની વાત કરીએ તો આ ટીમ 23.25 કરોડ રૂપિયા સાથે હરાજીમાં ઉતરશે અને ટીમ પાસે 6 જગ્યા ખાલી છે, જેમાં 3 જગ્યા વિદેશી ખેલાડીઓ માટે છે. આ હરાજીમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પાસે પર્સમાં 34 કરોડ રૂપિયા છે. તે 6 સ્થાન ભરવાનો પ્રયત્ન કરશે, જેમાં 3 સ્થાન વિદેશી ખેલાડીઓ માટે છે





