IPL Auction 2024 Live Updates : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની હરાજી મંગળવારને 19 ડિસેમ્બર 2023ના રોજ દુબઈના કોકા-કોલા એરેનામાં યોજાઇ હતી. મિશેલ સ્ટાર્કે એક કલાકની અંદર પેટ કમિન્સનો રેકોર્ડ તોડ્યો હતો. સ્ટાર્ક આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. કોલકાતાએ તેને 24.75 કરોડમાં ખરીદ્યો હતો. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે કમિન્સને 20.50 કરોડમાં ખરીદ્યો હતો. આ હરાજી પહેલા સેમ કરન સૌથી મોંઘો ખેલાડી હતો. આઈપીએલ 2023માં તેને પંજાબે 18.50 કરોડમાં ખરીદ્યો હતો. હર્ષલ પટેલ આ હરાજીમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ભારતીય ખેલાડી રહ્યો છે. તેને પંજાબે 11.75 કરોડમાં ખરીદ્યો હતો. અનકેપ્ડ ખેલાડીઓની વાત કરીએ તો સમીર રિઝવીને ચેન્નઈએ 8.40 કરોડમાં ખરીદ્યો હતો. શુભમ દુબેને રાજસ્થાન રોયલ્સે 5.80 કરોડમાં ખરીદ્યો. શાહરૂખ ખાનને ગુજરાતે 7 કરોડ 40 લાખમાં ખરીદ્યો હતો.
આઈપીએલ 2024 હરાજી લાઇવ અપડેટ્સ
-અનસોલ્ડ રહેલા ખેલાડીઓની ફરી હરાજી કરવામાં આવી. મનિષ પાંડેને તેના બેઝ પ્રાઇઝ 50 લાખ પર કેકેઆરે ખરીદ્યો. તેને ઘરવાપસી થઇ છે. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ગેટ એટકિંસનને તેની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયામાં કેકેઆરે ખરીદ્યો. સ્વપ્નિલ સિંહને તેની બેઝ પ્રાઇઝ 20 લાખ પર આરસીબીએ ખરીદ્યો. શાઇ હોપને તેની બેઝ પ્રાઇઝ 75 લાખમાં દિલ્હીએ ખરીદ્યો.
-પ્રથમ વખત અનસોલ્ડ રહેલા દક્ષિણ આફ્રિકાના રિલે રોસોવને પંજાબ કિંગ્સે 8 કરોડમાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. લોકી ફર્ગ્યુશનને તેના બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયામાં આરસીબીએ ખરીદ્યો. મુજીબ ઉર રહેમાનને તેના બેઝ પ્રાઇઝ 2 કરોડમાં કેકેઆરે ખરીદ્યો. ઓક્શનમાં સૌથી મોટી ઉંમરના ખેલાડી મોહમ્મદ નબીને તેની બેઝ પ્રાઇઝ 1.50 કરોડમાં મુંબઈએ ખરીદ્યો.
-વિકેટકીપર રોબિન બિંસને ગુજરાત ટાઇટન્સે 3 કરોડ 60 લાખ રુપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા છે.
-સુમિત કુમારને દિલ્હી કેપિટલ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી. વિશ્વનાથ પ્રતાપ સિંહ, શશાંક સિહ અને તનય ત્યાગરાજનને 20 લાખ રૂપિયામાં પંજાબે ખરીદ્યા.
-શ્રીલંકાના ફાસ્ટ બોલર નુવાન તુષારાને મુંબઈ ઇન્ડિયન્સે 4.80 કરોડમાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી. નમન ધીરની તેની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયામાં મુંબઈએ ખરીદ્યો.
-મુસ્તફિઝુર રહેમાનને ચેન્નઇએ તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો. ઝાય રિચર્ડસનને દિલ્હી કેપિટલ્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઈઝ 1.50 કરોડ રૂપિયા હતી.
-સ્પેન્સર જોનસનની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી. ગુજરાત ટાઇટન્સ અને કેકેઆર દ્વારા તેમાં રસ બતાવવામાં આવ્યો હતો. દિલ્હી પણ આ રેસમાં કૂદી પડ્યું હતું. આખરે ગુજરાતમાં 10 કરોડ ખરીદ્યો છે.

-ટોમ કરનની તેની બેઝ પ્રાઈઝ 1.50 કરોડમાં આરસીબીએ ખરીદ્યો. ડેવિડ વિલીને તેની બેઝ પ્રાઈઝ 2 કરોડમાં લખનઉએ ખરીદ્યો.
-ફિન એલન અનસોલ્ડ રહ્યો. કોલિન મુનરો અનસોલ્ડ રહ્યો. કોલકાતાએ વેસ્ટ ઇન્ડીઝના શેરફેન રુથરફોર્ડને ખરીદવામાં રસ દાખવ્યો હતો. 1.50 કરોડની બેઝ પ્રાઈઝ પર વેચાયો. એશ્ટન ટર્નરની બેઝ પ્રાઈઝ 1 કરોડ બેઝ પ્રાઈઝ છે, લખનઉએ તેને બેઝ પ્રાઇસ પર ખરીદ્યો.
-શ્રેયસ ગોપાલને 20 લાખ રૂપિયામાં મુંબઈએ ખરીદ્યો.
-એમ સિદ્ધાર્થને લખનઉએ 2 કરોડ 40 લાખ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી.
-આકાશ સિંહને તેના બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયામાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો. કાર્તિક ત્યાગી યાદવને ગુજરાત ટાઇટન્સે 60 લાખમાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી.
-સુશાંત મિશ્રાને ગુજરાત ટાઇટન્સે 2 કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી.
-યશ દયાલ ગત વખત કરતા મોંઘો વેચાયો છે. યશને આરસીબીએ 5 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી.
-વિકેટકિપર કુમાર કુશાગ્રને દિલ્હી કેપિટલ્સે 7.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી.
-29 વર્ષના ટોમ કોહલર કેડમોરને રાજસ્થાન રોયલ્સે તેની બેઝ પ્રાઇઝ 40 લાખ રૂપિયામાં ખરીદ્યો
આ પણ વાંચો – મિશેલ સ્ટાર્કે તોડ્યો પોતાના કેપ્ટન કમિન્સનો રેકોર્ડ, IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો
-આઈપીએલ હરાજી વચ્ચે રોહિત શર્માના ટ્રેડને લઇને અપડેટ સામે આવી છે. મુંબઈ ઇન્ડિયન્સના અધિકારીએ કહ્યું કે કોઇ ખેલાડી ના ટીમમાંથી જઇ રહ્યો છે અને ના ટ્રેડ થઇ રહ્યો છે.
-શાહરુખ ખાનને ગુજરાત ટાઇટન્સે 7.40 કરોડમાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 40 લાખ રૂપિયા હતી. પંજાબ કિંગ્સે અને ગુજરાતે બોલી લગાવી હતી.
-અંગકૃષ રધુવંશીને કેકેઆરે 20 લાખની બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો. 18 વર્ષના અર્શિન કુલકર્ણીને તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયામાં લખનઉએ ખરીદ્યો.
-20 વર્ષના સમીર રિઝવીને ચેન્નઇ સુપર કિંગ્સે 8 કરોડ 40 લાખ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી.

– શુભમ દુબેને લોટરી લાગી. શુભમ દુબેને રાજસ્થાન રોયલ્સે 5.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી.
-અફઘાનિસ્તાનનો સ્પિનર મુજીબ રહેમાન, વકાર સલામખેલ, ઇંગ્લેન્ડનો આદિલ રશિદ, વેસ્ટ ઇન્ડીઝનો અકીલ હુસૈન, ન્યૂઝીલેન્ડનો ઇશ સોઢી, દક્ષિણ આફ્રિકાનો તબરેઝ શમ્સી, ન્યૂઝીલેન્ડનો લોકી ફર્ગ્યુશન, ઓસ્ટ્રેલિયાનો હેઝલવુડ અનસોલ્ડ રહ્યા.
-જયદેવ ઉનડકટને 1.60 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો. શ્રીલંકાના દિલશાન મદુશંકાને 4.60 કરોડમાં મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો.
-ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક પર 24 કરોડ 75 લાખ રૂપિયાની બોલી લગાવી કેકેઆરે ખરીદ્યો. તે આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેણે પેટ કમિન્સનો રેકોર્ડ તોડ્યો. કમિન્સને હૈદરાબાદે 20.50 કરોડમાં ખરીદ્યો હતો. મિચેલ સ્ટાર્કની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. દિલ્હી, મુંબઈ, KKR અને ગુજરાત તેના માટે બોલી લગાવી હતી.
-શિવમ માવીને લખનઉ સુપર જાયન્ટ્સે 6 કરોડ 40 લાખ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી.
-ભારતના ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ગુજરાત ટાઇટન્સે 5 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી.
-વેસ્ટ ઇન્ડીઝના અલ્ઝારી જોસેફને 11.50 કરોડ રૂપિયામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા હતી.
-યુવા બોલર ચેતન સાકરિયાને તેને બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયામાં કેકેઆરે ખરીદ્યો
-ઇંગ્લેન્ડનો ફિલિપ સોલ્ટ, ઓસ્ટ્રેલિયનો જોશ ઇંગ્લિશ અને શ્રીલંકાનો કુશલ મેન્ડિસ અનસોલ્ડ રહ્યા.
-વિકેટકિપર બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સને બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયામાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો. ભારતના કેએસ ભરતને 50 લાખની બેઝ પ્રાઇઝમાં કેકેઆરે ખરીદ્યો.
-ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સને પંજાબ કિંગ્સે 4 કરોડ 20 લાખ રૂપિયામાં પોતાની ટીમ સાથે જોડ્યો. તેની બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા હતી.
-ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરિલ મિચેલને ચેન્નઇ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા હતી.
-હર્ષલ પટેલને પંજાબ કિંગ્સે 11 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી.
-દક્ષિણ આફ્રિકાના ગેરાલ્ડ કોએત્જીને મુંબઈ ઇન્ડિયન્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી.
-આઈપીએલમાં પેટ કમિન્સ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડમાં ખરીદ્યો છે. તેને ખરીદવા માટે ચેન્નઇ, મુંબઈ, આરસીબી અને હૈદરાબાદે ખરીદવા રસ દાખવ્યો હતો. આખરે હૈદરાબાદે બાજી મારી હતી.
આ પણ વાંચો – ચેન્નઈ સુપર કિંગ્સે 20 વર્ષના આ અનકેપ્ડ ખેલાડી પર ખર્ચ કર્યા 8.40 કરોડ, રમ્યો છે ફક્ત 11 ટી-20 મેચ
-અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અજમાતુલ્લાહ ઓમરજાઇને તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો.
-ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને તેને જૂની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી.
-ન્યૂઝીલેન્ડના ઓપનર ખેલાડી રચિન રવિન્દ્રને ચેન્નઇ સુપર કિંગ્સે 1.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી.
-શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગાને બેઝ પ્રાઇઝ 1.50 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો.
-ભારતનો કરુણ નાયર, મનિષ પાંડે અને ઓસ્ટ્રેલિયાનો સ્ટિવ સ્મિથ અનસોલ્ડ રહ્યા.
-ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે 6 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો.
-ઇંગ્લેન્ડના હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સે ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રુપિયા હતી.
-દક્ષિણ આફ્રિકાનો રાઇલી રુસો અનસોલ્ડ રહ્યો. તેની બેઝપ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી પણક કોઇ ટીમે તેના પર બોલી લગાવી નથી.
– રોવમેન પોવેલ પર સૌથી પહેલી બોલી લાગી છે. રાજસ્થાન રોયલ્સે તેને 7 કરોડ 40 લાખ રૂપિયામાં પોતાની સાથે જોડ્યો છે.





