/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/IPL-2026-auction-list.jpg)
IPL Abu Dhabi Auction 2026 Today LIVE : આઈપીએલ 2026 ની હરાજી અપડેટ્સ (તસવીર - સોશિયલ મીડિયા)
IPL Auction 2026 Abu Dhabi Updates : આઈપીએલ 2026ની હરાજી સમાપ્ત થઇ ગઇ છે. ઓક્શનમાં કુલ 77 ખેલાડીઓ વેચાયા હતા. કાઇલ જેમિસન સોલ્ડ થનાર અંતિમ પ્લેયર બન્યો હતો. તેને દિલ્હી કેપિટલ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતા. IPL મિની હરાજીમાં સોલ્ડ થયેલા ખેલાડીઓમાં 48 ભારતીય અને 29 વિદેશી સામેલ છે. હરાજીમાં કુલ 215.45 કરોડ રૂપિયા ખર્ચાયા હતા, જેમાં કેમરુન ગ્રીન હરાજીમાં સૌથી મોંઘા ખેલાડી રહ્યો હતો, જેને 25.20 કરોડ રૂપિયામાં કોલકાતા નાઈટ રાઇડર્સે ખરીદ્યો હતો.
કેમરુન ગ્રીન આઈપીએલના ઇતિહાસનો સૌથી મોઘો વિદેશી ખેલાડી બન્યો. આ પહેલા મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં કેકેઆરે જ ખરીદ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે શ્રીલંકાના ફાસ્ટ બોલર મથીશા પથિરાનાને 18 કરોડ રુપિયામાં ખરીદ્યો છે.
અનકેપ્ડ ખેલાડીઓને પણ લોટરી લાગી છે. સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર પ્રશાંત વીરને ચેન્નાઈ સુપર કિંગ્સે 14.20 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. પ્રશાંતની બેઝ પ્રાઈસ ₹30 લાખ હતી. પ્રશાંત IPL હરાજીમાં વેચાયેલો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે. અનકેપ્ડ ખેલાડી કાર્તિક શર્મા પણ ખૂબ જ ઊંચી કિંમતે વેચાયો છે. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે 14.20 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. તે આઈપીએલ હરાજીમાં વેચાયેલા સંયુક્ત રીતે સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી છે, જે પ્રશાંત વીર સાથે બરાબરી પર આવી ગયો છે.
- Dec 16, 2025 21:57 IST
IPL Auction 2026 LIVE : આઈપીએલ 2026 હરાજીમાં 5 સૌથી મોંઘા ખેલાડીઓ
Presenting the Top 5⃣ buys of tataiplauction 2026 🙌
Which was your favourite bid? 🔨tataiplpic.twitter.com/cBeFFZ9FKp— IndianPremierLeague (@IPL) December 16, 2025
- Dec 16, 2025 21:29 IST
IPL Auction 2026 LIVE : આઈપીએલ 2026ની હરાજી સમાપ્ત
આઈપીએલ 2026ની હરાજી સમાપ્ત થઇ ગઇ છે. ઓક્શનમાં કૂલ 77 ખેલાડીઓ વેચાયા હતા. કાઇલ જેમિસન સોલ્ડ થનાર અંતિમ પ્લેયર બન્યો હતો. તેને દિલ્હી કેપિટલ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતા. IPL મિની હરાજીમાં સોલ્ડ થયેલા ખેલાડીઓમાં 48 ભારતીય અને 29 વિદેશી સામેલ થે. હરાજીમાં કુલ 215.45 કરોડ રૂપિયા ખર્ચાયા હતા, જેમાં કેમરુન ગ્રીન હરાજીમાં સૌથી મોંઘા ખેલાડી રહ્યો હતો, જેને 25.20 કરોડ રૂપિયામાં કોલકાતા નાઈટ રાઇડર્સે ખરીદ્યો હતો.
- Dec 16, 2025 21:26 IST
IPL Auction 2026 LIVE : પૃથ્વી શો ને દિલ્હી્એ 75 લાખમાં ખરીદ્યો
ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો ત્રીજા રાઉન્ડમાં સોલ્ડ થયો છે. તેને દિલ્હી કેપિટલ્સે 75 લાખ રૂપિયામાં ખરીદ્યો. આ પહેલા પણ તે દિલ્હી તરફથી રમી ચુક્યો છે.
- Dec 16, 2025 20:56 IST
IPL Auction 2026 LIVE : જોશ ઇંગ્લિસને લખનૌએ 8.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો
ઓસ્ટ્રેલિયન વિકેટકીપર જોશ ઇંગ્લિસને લખનૌ સુપર જાયન્ટ્સે 8.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી એનગિડીને 2 કરોડમાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો. અમન રાવ 30 લાખમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે. ઓસ્ટ્રેલિયા જેક એડવર્ડ્સને 3 કરોડ રૂપિયામાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો છે. ઓસ્ટ્રેલિયાના બહેન ડ્વારષશુઇસને 4.40 કરોડમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો છે.
- Dec 16, 2025 20:17 IST
IPL Auction 2026 LIVE : લિવિંગસ્ટોનને એસઆરએચે 13 કરોડમાં ખરીદ્યો
લિયામ લિવિંગસ્ટોન પહેલા રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યો હતો, પરંતુ બીજા રાઉન્ડમાં તેના નસીબ યુ-ટર્ન લીધો હતો. લિવિંગસ્ટોનને બીજા રાઉન્ડમાં સનરાઇઝર્સ હૈદરાબાદમાં 13 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. રચિન રવિન્દ્રને કોલકાતા નાઈટ રાઇડર્સને 2 કરોડમાં જ્યારે આકાશ દીપને 1 કરોડ રુપિયમાં ખરીદ્યો હતો.
- Dec 16, 2025 20:13 IST
IPL Auction 2026 LIVE : સીએસકેએ સરફરાઝ ખાનને 75 લાખ રુપિયામાં ખરીદ્યો
ઓસ્ટ્રેલિયાના યુવા ઓલરાઉન્ડર કૂપર કોનોલીને પંજાબ કિંગ્સે 3 કરોડ રુપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે સરફરાઝ ખાનને 75 લાખ રુપિયામાં ખરીદ્યો. સરફરાઝ પહેલા રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યો હતો.જોકે ઓપનર પૃથ્વી શો બીજા રાઉન્ડમાં પણ અનસોલ્ડ રહ્યો. તસ્કિન અહેમદ, ડેનિયલ લોરેન, અલ્ઝારી જોસેફ, રાયલી મેરેડિથ, ઝાય રિચાર્ડસન અને રિચાર્ડ ગ્લીસન પણ અનસોલ્ડ રહ્યા.
- Dec 16, 2025 19:18 IST
IPL Auction 2026 LIVE : મંગેશ યાદવને આરસીબીએ 5.20 કરોડ રુપિયામાં ખરીદ્યો
અક્ષત રઘુવંશીને લખનૌ સુપર જાયન્ટ્સે ₹2.20 કરોડમાં ખરીદ્યો છે. અમન ખાનને સીએસકેએ 40 લાખમાં અને સાત્વિક દેસવાલને 30 લાખમાં આરસીબીએ ખરીદ્યો. ડાબોડી ફાસ્ટ બોલર મંગેશ યાદવને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 5.20 કરોડ રુપિયામાં ખરીદ્યો. વિકેટકીપર-બેટ્સમેન સલિલ અરોડાને સનરાઇઝર્સ હૈદરાબાદે ₹1.50 કરોડમાં, જ્યારે રવિ સિંહને રાજસ્થાન રોયલ્સે ₹95 લાખમાં ખરીદ્યો છે.
- Dec 16, 2025 19:04 IST
IPL Auction 2026 LIVE : જેસન હોલ્ડરને ગુજરાત ટાઇટન્સે 7 કરોડમાં ખરીદ્યો
વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ઓલરાઉન્ડર જેસન હોલ્ડરને ગુજરાત ટાઇટન્સે 7 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મેથ્યુ શોર્ટને ચેન્નાઈ સુપર કિંગ્સે ₹1.5 કરોડ માં ખરીદ્યો. જ્યારે કિવી વિકેટકીપર ટિમ સેફર્ટને KKR એ 1.5 કરોડ રુપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો.
- Dec 16, 2025 19:01 IST
IPL Auction 2026 LIVE : મુસ્તફિઝુર રહેમાનને કેકેઆરે 9.20 કરોડમાં ખરીદ્યો
બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને કોલકાતા નાઈટ રાઈડર્સે 9.20 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. શ્રીલંકાના ઓપનર પથુમ નિસંકાને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. દાનિશ માલેવરને મુંબઈ ઇન્ડિયન્સે 30 લાખ રુપિયામાં પોતાની ટીમ સાથે જોડ્યો છે. રાહુલ ત્રિપાઠીને કોલકાતા નાઈટ રાઈડર્સ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો. માઈકલ બ્રેસવેલ અને સીન એબોટ અનસોલ્ડ રહ્યા.
- Dec 16, 2025 17:46 IST
IPL Auction 2026 LIVE : આ અનકેપ્ડ ખેલાડીઓને પણ લોટરી લાગી
આ અનકેપ્ડ ખેલાડીઓને પણ લોટરી લાગી છે. મુકુલ ચૌધરીને એલએસજી 2.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ સિવાય તેજસ્વી સિંહને કેકેઆર 3 કરોડ રૂપિયામાં, નમન તિવારીને એલએસજીએ 1 કરોડ રૂપિયામાં, અશોક શર્માને ગુજરાત ટાઇટન્સે 90 લાખ રૂપિયામાં, કાર્તિક ત્યાગીને કેકેઆરે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. આ તમામ પ્લેયર્સની બેઝ પ્રાઇઝ 30 લાખ રૂપિયા હતી.
- Dec 16, 2025 17:42 IST
IPL Auction 2026 LIVE : સુશાંત મિશ્રાને 90 લાખ રુપિયામાં રાજસ્થાને ખરીદ્યો
રાજસ્થાન રોયલ્સે ફાસ્ટ બોલર સુશાંત મિશ્રાને 90 લાખ રુપિયામાં પોતાની ટીમ સાથે જોડ્યો છે. જ્યારે સ્પિનર વિગ્નેશ પુથુરને 30 લાખ રુપિયામાં ખરીદ્યો છે.
- Dec 16, 2025 17:16 IST
IPL Auction 2026 LIVE : અનકેપ્ડ પ્લેયર કાર્તિક શર્માને સીએસકેએ 14.20 કરોડ રુપિયામાં ખરીદ્યો
અનકેપ્ડ ખેલાડી કાર્તિક શર્મા પણ ખૂબ જ ઊંચી કિંમતે વેચાયો છે. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે 14.20 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. તે આઈપીએલ હરાજીમાં વેચાયેલા સંયુક્ત રીતે સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી છે, જે પ્રશાંત વીર સાથે બરાબરી પર આવી ગયો છે.
- Dec 16, 2025 17:16 IST
IPL Auction 2026 LIVE : અનકેપ્ડ પ્લેયર કાર્તિક શર્માને સીએસકેએ 14.20 કરોડ રુપિયામાં ખરીદ્યો
અનકેપ્ડ ખેલાડી કાર્તિક શર્મા પણ ખૂબ જ ઊંચી કિંમતે વેચાયો છે. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે 14.20 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. તે આઈપીએલ હરાજીમાં વેચાયેલા સંયુક્ત રીતે સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી છે, જે પ્રશાંત વીર સાથે બરાબરી પર આવી ગયો છે.
- Dec 16, 2025 17:02 IST
IPL Auction 2026 LIVE : અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીરને સીએસકેએ 14.20 કરોડમાં ખરીદ્યો
સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર પ્રશાંત વીરને ચેન્નાઈ સુપર કિંગ્સે 14.20 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. પ્રશાંતની બેઝ પ્રાઈસ ₹30 લાખ હતી. પ્રશાંત IPL હરાજીમાં વેચાયેલો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે.
- Dec 16, 2025 17:02 IST
IPL Auction 2026 LIVE : અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીરને સીએસકેએ 14.20 કરોડમાં ખરીદ્યો
સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર પ્રશાંત વીરને ચેન્નાઈ સુપર કિંગ્સે 14.20 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. પ્રશાંતની બેઝ પ્રાઈસ ₹30 લાખ હતી. પ્રશાંત IPL હરાજીમાં વેચાયેલો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે.
- Dec 16, 2025 16:56 IST
IPL Auction 2026 LIVE : અનકેપ્ડ પ્લેયર ઔકિબ નબીને દિલ્હીએ ₹8.40 કરોડમાં ખરીદ્યો
જમ્મુ કાશ્મીરના ફાસ્ટ બોલર ઔકિબ નબી ઉપર પણ પૈસાનો વરસાદ થયો છે. અનકેપ્ડ પ્લેયર નબીને દિલ્હી કેપિટલ્સે ₹8.40 કરોડમાં ખરીદ્યો છે. વિજય શંકર, રાજવર્ધન હંગરગેકર, મહિપાલ લોમરોર, અથર્વ તાયડે, અનમોલપ્રીત સિંહ, અભિનવ તેજરાના, અભિનવ મનોહર, યશ ઢુલ અને આર્ય દેસાઈ અનસોલ્ડ રહ્યા.
- Dec 16, 2025 16:35 IST
IPL 2026 : આઈપીએલ 2026ની શરૂઆત આ તારીખથી થશે, જાણો ક્યારે રમાશે ફાઇનલ મેચ?
IPL 2026 Start Date : આઇપીએલ 2026ની મિની હરાજી પહેલા યોજાયેલી આ મિટિંગમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા તમામ ટીમોને જાણ કરવામાં આવી હતી કે આઇપીએલ 2026નો પ્રારંભ 26મી માર્ચને ગુરુવારથી થશે ...વધુ વાંચો
- Dec 16, 2025 16:14 IST
IPL Auction 2026 LIVE : રવિ બિશ્નોઇને રાજસ્થાને 7.20 કરોડ રુપિયામાં ખરીદ્યો
રવિ બિશ્નોઇને રાજસ્થાન રોયલ્સે 7.20 કરોડ રુપિયામાં ખરીદ્યો. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિચ નોર્કિયાને લખનૌ સુપર જાયન્ટ્સે 2 કરોડ રુપિયામાં ખરીદ્યો. સ્પેન્સર જોન્સન, રાહુલ ચહર અને ફઝલહક ફારૂકી અનસોલ્ડ રહ્યા.
- Dec 16, 2025 16:06 IST
IPL Auction 2026 LIVE : પથિરાનાને કેકેઆરે 18 કરોડમાં ખરીદ્યો
કોલકાતા નાઈટ રાઈડર્સે શ્રીલંકાના ફાસ્ટ બોલર મથીશા પથિરાનાને 18 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. જે IPL માં સૌથી મોંઘો શ્રીલંકન ક્રિકેટર બન્યો છે. કિવી ફાસ્ટ બોલર જેકબ ડફીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 2 કરોડ રુપિયામાં ખરીદ્યો. ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર મેટ હેનરી, દક્ષિણ આફ્રિકાનો ગેરાલ્ડ કોત્ઝી, ભારતીય ફાસ્ટ બોલર શિવમ માવી, આકાશ દીપ પ્રથમ રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યા.
- Dec 16, 2025 15:55 IST
IPL Auction 2026 LIVE : કેમરુન ગ્રીન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/WhatsApp-Image-2025-12-16-at-3.47.59-PM.jpeg)
- Dec 16, 2025 15:34 IST
IPL Auction 2026 LIVE : ડી કોકને મુંબઈ ઇન્ડિયન્સે 1 કરોડમાં ખરીદ્યો
દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોકને મુંબઈ ઇન્ડિયન્સે તેની બેઝ પ્રાઇઝ 1 કરોડમાં ખરીદ્યો. ઇંગ્લિશ વિકેટકીપર-બેટ્સમેન બેન ડકેટને દિલ્હી કેપિટલ્સે 2 કરોડ રુપિયામાં ખરીદ્યો ન્યૂઝીલેન્ડના વિકેટકીપર-બેટ્સમેન ફિન એલનને કોલકાતા નાઈટ રાઇડર્સ 2 કરોડ રુપિયામાં ખરીદ્યો. જેમી સ્મિથ, જોની બેયરસ્ટો, રહેમાનુલ્લાહ, દીપક હુડા અને કેએસ ભરત અનસોલ્ડ રહ્યા.
- Dec 16, 2025 15:30 IST
IPL Auction 2026 : આઈપીએલના ઇતિહાસના ટોપ 5 સૌથી મોંઘા ખેલાડીઓ, કેમરુન ગ્રીન ત્રીજા સ્થાને આવી ગયો
IPL Auction Most Expensive Players List : આઈપીએલ 2026ની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરુન ગ્રીનને કોલકાતા નાઇટ રાઇડર્સે 25.20 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. આ સાથે જ તે સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે ...વધુ માહિતી
- Dec 16, 2025 15:23 IST
IPL Auction 2026 LIVE : વેંકટેશ ઐયરને 7 કરોડ આરસીબીએ ખરીદ્યો
ભારતના સ્પીનર વેંકટેશ ઐયરને 7 કરોડ રૂપિયામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રુપિયા હતી.
- Dec 16, 2025 15:19 IST
IPL Auction 2026 LIVE : વાનિન્દુ હસારંગાને લખનઉએ 2 કરોડમાં ખરીદ્યો
શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિન્દુ હસારંગાને લખનઉ સુપર જાયન્ટ્સે 2 કરોડ રુપિયામાં ખરીદ્યો. ગટ એટકિંસન, રચિન રવિન્દ્ર, લિવિંગસ્ટોન, વિયાન મુલ્ડર પ્રથમ રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યા.
- Dec 16, 2025 14:58 IST
IPL Auction 2026 Abu Dhabi LIVE : કેમરુન ગ્રીનને કેકેઆરે 25.20 કરોડ રુપિયા ખરીદ્યો
કેમરુન ગ્રીનને કોલકાતા નાઇટ રાઇડર્સે 25.20 કરોડ રુપિયામાં ખરીદ્યો. કેમરુન ગ્રીન આઈપીએલના ઇતિહાસનો સૌથી મોઘો વિદેશી ખેલાડી બન્યો. આ પહેલા મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં કેકેઆરે જ ખરીદ્યો હતો.
- Dec 16, 2025 14:44 IST
IPL 2026 Auction : ડેવિડ મિલરને દિલ્હીએ 2 કરોડ રુપિયામાં ખરીદ્યો
આઈપીએલ 2026 ની હરાજી અબુ ધાબીમાં શરુ થઇ ગઇ છે. ડેવિડ મિલરને દિલ્હી કેપિટલ્સે 2 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. જેક ફ્રેઝર, ડેવોન કોનવે અને પૃથ્વી શો અનશોલ્ડ રહ્યા છે.
- Dec 16, 2025 14:23 IST
IPL 2026 Auction : આઈપીએલ 2026ની હરાજી 16 ડિસેમ્બરે યોજાશે, લાઈવ સ્ટ્રીમિંગ, બાકી પર્સ સહિત બધી માહિતી
IPL 2026 Player Auction : આઈપીએલ 2026 ની હરાજી 16 ડિસેમ્બર 2026 ના રોજ અબુ ધાબીમાં યોજાશે. આ હરાજીમાં કુલ 350 ખેલાડીઓ ભાગ લેશે. જેમાંથી ફ્રેન્ચાઇઝીઓ કુલ 77 ખેલાડીઓની પસંદગી કરશે ...વધુ વાંચો
- Dec 16, 2025 12:06 IST
IPL Auction 2026 Abu Dhabi LIVE : આઈપીએલ હરાજી લાઇવ સ્ટ્રીમિંગ
IPL 2026 ની હરાજી JioHotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. આ હરાજી ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ટીવી ચેનલો પર પણ પ્રસારિત કરવામાં આવશે.
- Dec 16, 2025 12:05 IST
IPL Auction 2026 Abu Dhabi LIVE : આજે આઈપીએલ 2026ની હરાજી
આઈપીએલ 2026 ની હરાજી 16 ડિસેમ્બર 2026 ના રોજ અબુ ધાબીમાં યોજાશે. આ હરાજીમાં કુલ 350 ખેલાડીઓ ભાગ લેશે. જેમાંથી ફ્રેન્ચાઇઝીઓ કુલ 77 ખેલાડીઓની પસંદગી કરશે. આઈપીએલ 2026 ની હરાજી બપોરે ભારતીય સમય પ્રમાણે બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us