/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/IPL-2026-LSG-Squad.jpg)
IPL 2026 LSG Players List, Full Squad : આઈપીએલ 2026 લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ (તસવીર - @LucknowIPL)
Lucknow Super Giants Players List, Full Squad, IPL Auction 2026: આઈપીએલ 2026 ની હરાજીમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 22.95 કરોડ રુપિયા સાથે ઉતરી હતી. તેમણે કુલ 6 ખેલાડીઓ ખરીદ્યા હતા. કેટલીક મેચો માટે ઉપલબ્ધ રહેનાર ઓસ્ટ્રેલિયાના જોશ ઇંગ્લિશને 8.6દ કરોડ રુપિયામાં ખરીદવામાં આવ્યો હતો.
ત્રષભ પંતની આગેવાની હેઠળની ફ્રેન્ચાઈઝીએ રાજસ્થાનના અનકેપ્ડ ક્રિકેટર મુકુલ ચૌધરીને રુપિયા 2.60 કરોડમાં અને અક્ષત રઘુવંશી 2.20 કરોડમાં ખરીદ્યો હતો. આ પછી તેણે ડાબોડી ફાસ્ટ બોલર નમન તિવારીને 1 કરોડમાં ખરીદ્યો હતો.
લખનૌ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2026ની હરાજીમાં આ ખેલાડીઓને ખરીદ્યા
- જોશ ઇંગ્લિશ (ઓસ્ટ્રેલિયા) - 8.60 કરોડ રૂપિયા
- મુકુલ ચૌધરી (ભારત ) - 2.60 કરોડ રૂપિયા.
- અક્ષત રઘુવંશી (ભારત)- 2.20 કરોડ રૂપિયા.
- એનરિચ નોર્ટજે (દક્ષિણ આફ્રિકા) - 2.20 કરોડ રૂપિયા.
- વાનિન્દુ હસારંગા (શ્રીલંકા) - 2 કરોડ રૂપિયા.
- નમન તિવારી (ભારત) 1 કરોડ રૂપિયા.
લખનૌ સુપર જાયન્ટ્સના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી
ઋષભ પંત (કેપ્ટન), અબ્દુલ સમદ, આયુષ બડોની, એડન માર્કરામ, મેથ્યુ બ્રેટ્ઝકે, હિંમત સિંહ, નિકોલસ પૂરન, મિશેલ માર્શ, શાહબાઝ અહમદ, અર્શિન કુલકર્ણી, અર્જુન તેંડુલકર (ટ્રેડ), મોહમ્મદ શમી (ટ્રેડ), મયંક યાદવ, આવેશ ખાન, એમ સિદ્ધાર્થ, દિગ્વેશ સિંહ, આકાશ સિંહ, પ્રિન્સ યાદવ, મોહસીન ખાન.
આ પણ વાંચો - કેકેઆરે કેમરુન ગ્રીનને 25.20 કરોડમાં ખરીદ્યો, આવી છે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ
આઈપીએલ 2026 માટે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ
ઋષભ પંત (કેપ્ટન), અબ્દુલ સમદ, આયુષ બડોની, એડન માર્કરામ, મેથ્યુ બ્રેટ્ઝકે, હિંમત સિંહ, નિકોલસ પૂરન, મિશેલ માર્શ, શાહબાઝ અહમદ, અર્શિન કુલકર્ણી, અર્જુન તેંડુલકર, મોહમ્મદ શમી, આવેશ ખાન, એમ સિદ્ધાર્થ, દિગ્વેશ સિંહ, આકાશ સિંહ, પ્રિન્સ યાદવ, મોહસીન ખાન, મયંક યાદવ, જોશ ઇંગ્લિશ, વાનિન્દુ હસારંગા, એનરિચ નોર્ટજે, મુકુલ ચૌધરી, નમન તિવારી, અક્ષત રઘુવંશી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us