/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/IPL-2026-RR-Squad.jpg)
IPL 2026 RR Players List, Full Squad: આઈપીએલ 2026 માટે રાજસ્થાન રોયલ્સ ટીમ (તસવીર - @rajasthanroyals)
Rajasthan Royals Players List, Full Squad, IPL Auction 2026: આઈપીએલ 2026ની હરાજીમાં, રાજસ્થાન રોયલ્સ 16.05 કરોડ રૂપિયા પર્સ સાથે ઉતરી હતી. તેણે ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈને 7.20 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. રવિ બિશ્નોઈની બેઝ પ્રાઈઝ બે કરોડ રૂપિયા હતી. રાજસ્થાન રોયલ્સે હરાજીમાં 9 ખેલાડીઓ ખરીદ્યા હતા.
રાજસ્થાન રોયલ્સે નવેમ્બર 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે ટ્રેડ ડીલમાં ટીમના કેપ્ટન અને વિકેટકીપર સંજુ સેમસન સહિત નવ ખેલાડીઓને રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. તેના બદલામાં રાજસ્થાન રોયલ્સે રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કર્યો હતો.
ટીમે હજુ સુધી આઈપીએલ 2026 માટે કેપ્ટનની જાહેરાત કરી નથી. ગત સિઝનમાં રિયાન પરાગે ટીમની કેપ્ટન્સી સંભાળી હતી. રાજસ્થાન રોયલ્સમાં રિયાન પરાગ ઉપરાંત યુવા વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, વિકેટકિપર બેટ્સમેન ધ્રુવ જુરેલ, જોફ્રા આર્ચર, શિમરોન હેટમાયર પણ સામેલ છે. રાજસ્થાન રોયલ્સે IPL 2026 માટે 16 ખેલાડીઓને રિટેન કર્યા હતા.
રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2026ની હરાજીમાં આ ખેલાડીઓને ખરીદ્યા
| ખેલાડી | બેઝ પ્રાઇઝ | કેટલામાં ખરીદાયો |
| રવિ બિશ્નોઈ | 2 કરોડ રૂપિયા | 7.20 કરોડ રૂપિયા |
| એડમ મિલ્ને | 2 કરોડ રૂપિયા | 2.40 કરોડ રૂપિયા |
| રવિ સિંહ | 30 લાખ રૂપિયા | 95 લાખ રૂપિયા |
| સુશાંત મિશ્રા | 30 લાખ રૂપિયા | 90 લાખ રૂપિયા |
| કુલદીપ સેન | 75 લાખ રૂપિયા | 75 લાખ રૂપિયા |
| બ્રિજેશ શર્મા | 30 લાખ રૂપિયા | 30 લાખ રૂપિયા |
| વિગ્નેશ પુથુર | 30 લાખ રૂપિયા | 30 લાખ રૂપિયા |
| યશ રાજ પુંજ | 30 લાખ રૂપિયા | 30 લાખ રૂપિયા |
| અમન રાવ પેરાલા | 30 લાખ રૂપિયા | 30 લાખ રૂપિયા |
રાજસ્થાન રોયલ્સના રિટેન ખેલાડીઓની યાદી
વૈભવ સૂર્યવંશી (1.10 કરોડ), યશસ્વી જયસ્વાલ (18 કરોડ), રિયાન પરાગ (14 કરોડ), ધ્રુવ જુરેલ (14 કરોડ), શિમરોન હેટમાયર (11 કરોડ), શુભમ દુબે (80 લાખ), લુઆન-ડ્રે પ્રિટોરિયસ (30 લાખ), જોફ્રા આર્ચર (12.50 કરોડ), તુષાર દેશપાંડે (6.50 કરોડ), સંદીપ શર્મા (4 કરોડ), યુદ્ધવીર સિંહ ચરક (35 લાખ) ક્વીન મફાકા (1.50 કરોડ), નાન્દ્રે બર્ગર (3.50 કરોડ).
આ પણ વાંચો - પ્રશાંત વીર અને કાર્તિક શર્માએ રચ્યો ઇતિહાસ, આવી છે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ
ટ્રેડથી રાજસ્થાન રોયલ્સમાં જોડાયેલા ખેલાડીઓ
રવિન્દ્ર જાડેજા (14 કરોડ રુપિયામાં ચેન્નાઈ સુપર કિંગ્સ માંથી ટ્રેડ), ડોનોવાન ફેરેરા (1 કરોડ રૂપિયામાં દિલ્હી કેપિટલ્સમાંથી ટ્રેડ), સેમ કરન (2.40 કરોડ રુપિયામાં ચેન્નાઈ સુપર કિંગ્સ માંથી ટ્રેડ).
આઈપીએલ 2026 માટે રાજસ્થાન રોયલ્સ ટીમ
વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, શુભમ દુબે, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા, યુદ્ધવીર સિંહ ચરક, ક્વેન મફાકા, નાન્દ્રે બર્ગર, રવિન્દ્ર જાડેજા, ડોનોવાન ફેરેરા, સેમ કરન, રવિ બિશ્નોઈ, રવિ સિંહ, સુશાંત મિશ્રા, વિગ્નેશ પુથુર, યશરાજ પુંજા, એડમ મિલ્ને, કુલદીપ સેન, બ્રિજેશ શર્મા, અમન રાવ પેરાલા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us