List of Indian Premier League awards | IPL Awards List: આઈપીએલ 2025ની શરૂઆત 22 માર્ચથી થશે. પ્રથમ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ટકરાશે. ટૂર્નામેન્ટની 18મી સિઝન 22 માર્ચથી 25 મે સુધી ચાલશે. 65 દિવસમાં 74 મેચ દરમિયાન 10 ટીમો વચ્ચે ફક્ત ટ્રોફી માટે જ સ્પર્ધા નહીં. આ દરમિયાન પર્પલ કેપ અને ઓરેન્જ કેપ માટે ખેલાડીઓ વચ્ચે રેસ જામશે.
આ ઉપરાંત ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન, મોસ્ટ વેલ્યુએબલ અને પ્લેયર ફેર પ્લે એવોર્ડ્સ માટેની સમગ્ર ટૂર્નામેન્ટમાં રેસ યોજાશે. સૌથી વધુ સિક્સર અને ફોર માટે પણ એવોર્ડ આપવામાં આવે છે. આઈપીએલમાં ખેલાડીઓને મેચ બાદ 5 એવોર્ડ મળે છે. ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ 13 એવોર્ડ મળે છે. આવો જાણીએ આ એવોર્ડ કયા કયા છે.
આઈપીએલમાં દરેક મેચ પછી મળનાર એવોર્ડ
- પ્લેયર ઓફ ધ મેચ
- ફેન્ટસી પ્લેયર ઓફ ધ મેચ
- મેચમાં સૌથી વધુ સિક્સ
- મેચમાં સૌથી વધારે ફોર
- મેચમાં સૌથી વધારે ડોટ બોલ.
આઇપીએલ ફાઇનલ બાદ મળનાર એવોર્ડ
- ચેમ્પિયન (20 કરોડ રૂપિયા)
- રનર અપ (12.5 કરોડ રૂપિયા)
- ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન (10 લાખ રૂપિયા)
- અલ્ટિમેટ ફેન્ટસી પ્લેયર ઓફ ધ સિઝન (10 લાખ રૂપિયા)
- મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (10 લાખ રૂપિયા)
- ઓરેન્જ કેપ (10 લાખ રૂપિયા)
- પર્પલ કેપ (10 લાખ રૂપિયા)
- સૌથી વધારે સિક્સ ફટકારવાનો એવોર્ડ (10 લાખ રૂપિયા)
- સૌથી વધારે ફોર ફટકારવાનો એવોર્ડ (10 લાખ રૂપિયા)
- બેસ્ટ સ્ટ્રાઇક રેટ એવોર્ડ (10 લાખ રૂપિયા)
- કેચ ઓફ ધ સિઝન (10 લાખ રૂપિયા)
- ફેર પ્લે એવોર્ડ (10 લાખ રૂપિયા)
- પીચ અને ગ્રાઉન્ડ એવોર્ડ (50 લાખ રૂપિયા)





