IPL Team Highest Innings Totals : આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં ઇતિહાસ રચી દીધો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 277 રન આઈપીએલના ઇતિહાસનો સૌથી હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો છે. હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો રેકોર્ડ તોડ્યો છે. આરસીબીએ 2013માં પૂણે વોરિયર્સ સામે 20 ઓવરમાં 5 વિકેટે 263 રન બનાવ્યા હતા.
અભિષેકની હૈદરાબાદ તરફથી સૌથી ઝડપી અડધી સદી
આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદના ટ્રેવિસ હેડે મુંબઈ ઈન્ડિયન્સ સામે 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. સનરાઇઝર્સ માટે હેડની આ ડેબ્યૂ મેચ હતી. હેડે સનરાઇઝર્સ માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડ્યો હતો. જોકે હેડનો આ રેકોર્ડ લાંબો સમય ટકી શક્યો ન હતો. અભિષેક શર્માએ 16 બોલમાં અડધી સદી ફટકારી હેડનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. હવે અભિષેક સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર પ્લેયર બની ગયો છે.
આઈપીએલના ટોપ 5 હાઇએસ્ટ સ્કોર
ટીમ સ્કોર હરિફ વર્ષ સ્થળ સનરાઇઝર્સ હૈદરાબાદ 277/3 મુંબઈ ઇન્ડિયન્સ 2024 હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોર 263/5 પૂણે વોરિયર્સ 2013 બેંગલોર લખનઉ સુપર જાયન્ટ્સ 257/5 પંજાબ કિંગ્સ 2023 મોહાલી રોયલ ચેલેન્જર્સ બેંગલોર 248/3 ગુજરાત લાયન્સ 2016 બેંગલોર ચેન્નઇ સુપર કિંગ્સ 246/5 રાજસ્થાન રોયલ્સ 2010 ચેન્નઇ
આ પણ વાંચો – આઈપીએલ 2024 – મુંબઈ વિ. હૈદરાબાદ લાઇવ સ્કોર
આ મેચ પહેલા આ રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે હતો. વોર્નરે 2015માં ચેન્નઈ સુપર કિંગ્સ સામે અને 2017માં કોલકાતા નાઇટ રાઇડર્સ 20 બોલમાં અડધી સદી ફટકારી હતી.
ટ્રેવિસ હેડ, અભિષેક અને ક્લાસેનની આક્રમક બેટિંગ
મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ટ્રેવિસ હેડે 24 બોલમાં 9 ફોર અને 3 સિક્સરની મદદથી 62 રન ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 258.33નો હતો. ટ્રેવિસ હેડના આઉટ થયા બાદ અભિષેક શર્માએ મુંબઈ ઈન્ડિયન્સના બોલરોની પીટાઇ શરુ કરી હતી.અભિષેકે 23 બોલમાં 3 ફોર અને 7 સિક્સરની મદદથી 63 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 273.91નો હતો. હેનરિચ ક્લાસેને 34 બોલમાં 4 ફોર 7 સિક્સર સાથે અણનમ 80 રન બનાવ્યા હતા.





