CSK vs KKR : આઈપીએલ 2025, કેકેઆરની એકતરફથી જીત, સીએસકેનો સતત પાંચમો પરાજય

CSK vs KKR Score, Chennai Super Kings vs Kolkata Knight Riders IPL 2025 : કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2025માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 8 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો. સુનીલ નારાયણની 3 વિકેટ અને 44 રન

CSK vs KKR Score, Chennai Super Kings vs Kolkata Knight Riders IPL 2025 : કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2025માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 8 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો. સુનીલ નારાયણની 3 વિકેટ અને 44 રન

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL Live Score 2025 CSK vs KKR, IPL Live Score 2025, CSK vs KKR

IPL 2025 CSK vs KKR : આઈપીએલ 2025, ચેન્નઇ વિ કોલકાતા વચ્ચે મેચ

CSK vs KKR IPL 2025 Updates, Chennai Super Kings vs Kolkata Knight Riders: બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2025માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 8 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. ચેન્નઇએ 20 ઓવરમાં 9 વિકેટે 103 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 10.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ચેન્નઇનો સતત પાંચમો પરાજય થયો છે.

Advertisment

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

ચેન્નઇ સુપર કિંગ્સ : ડેવોન કોનવે, રાહુલ ત્રિપાઠી, રચિન રવિન્દ્ર, વિજય શંકર, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), આર અશ્વિન, નૂર અહમદ, અંશુલ કંબોજ, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.

કોલકાતા નાઈટ રાઈડર્સ : સુનીલ નારાયણ, ક્વિન્ટન ડી કોક, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મોઇન અલી, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.

  • Apr 11, 2025 22:31 IST

    IPL 2025 CSK vs KKR Live : કોલકાતા નાઇટ રાઇડર્સનો 8 વિકેટે વિજય

    બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2025માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 8 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. ચેન્નઇએ 20 ઓવરમાં 9 વિકેટે 103 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 10.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ચેન્નઇનો સતત પાંચમો પરાજય થયો છે.



  • Apr 11, 2025 22:31 IST

    IPL 2025 CSK vs KKR Live : રહાણેના અણનમ 15 રન

    અજિંક્ય રહાણેના 17 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 20 રન. રિંકુ સિંહના 12 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 15 રન.



  • Advertisment
  • Apr 11, 2025 22:18 IST

    IPL 2025 CSK vs KKR Live : સુનીલ નારાયણના 44 રન

    સુનીલ નારાયણ 18 બોલમાં 2 ફોર અને 5 સિક્સર સાથે 44 રન બનાવી નૂર અહમદની ઓવરમાં બોલ્ડ થયો. કેકેઆરે 85 રને બીજી વિકેટ ગુમાવી.



  • Apr 11, 2025 22:01 IST

    IPL 2025 CSK vs KKR Live : ડી કોક 23 રને આઉટ

    ક્વિટોન ડી કોક 16 બોલમાં 3 સિક્સર સાથે 23 રન બનાવી અંશુલ કંબોજની ઓવરમાં બોલ્ડ થયો. કેકેઆરે 46 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Apr 11, 2025 21:27 IST

    IPL 2025 CSK vs KKR Live : કોલકાતા નાઇટ રાઇડર્સને 104 રનનો પડકાર

    ચેન્નઇ સુપર કિંગ્સે 20 ઓવરમાં 9 વિકેટે 103 રન બનાવી લીધા છે. કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 104 રનનો પડકાર મળ્યો છે. કેકેઆર તરફથી સુનીલ નારાયણે સૌથી વધારે 3 વિકેટ ઝડપી. વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાની 2-2 વિકેટ. જ્યારે વૈભવ અરોરા અને મોઇન અલીએ 1-1 વિકેટ ઝડપી.



  • Apr 11, 2025 21:25 IST

    IPL 2025 CSK vs KKR Live : શિવમ દુબેના અણનમ 31 રન

    શિવમ દુબેના 29 બોલમાં 3 ફોર સાથે અણનમ 31 રન. અંશુલ કંબોજના અણનમ 3 રન.



  • Apr 11, 2025 20:51 IST

    IPL 2025 CSK vs KKR Live : ધોની એલબી આઉટ

    ઇમ્પેક્ટ પ્લેયર દીપક હુડા 4 બોલમાં ખાતું ખોલાયા વિના વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો.
    જ્યારે ધોની 4 બોલમાં 1 રન બનાવી સુનીલ નારાયણની ઓવરમાં એલબી થયો હતો. સીએસકેને 75 રને આઠમો ફટકો.



  • Apr 11, 2025 20:39 IST

    IPL 2025 CSK vs KKR Live : જાડેજા શૂન્ય રને આઉટ

    રવિન્દ્ર જાડેજા 2 બોલમાં ખાતું ખોલાયા વિના સુનીલ નારાયણની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 11, 2025 20:34 IST

    IPL 2025 CSK vs KKR Live : અશ્વિન 1 રને આઉટ

    અશ્વિન 7 બોલમાં 1 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો. ચેન્નઇએ 70 રને પાંચમી વિકેટ ગુમાવી.



  • Apr 11, 2025 20:25 IST

    IPL 2025 CSK vs KKR Live : રાહુલ ત્રિપાઠી આઉટ

    રાહુલ ત્રિપાઠી 22 બોલમાં 1 ફોર સાથે 16 રન બનાવી સુનીલ નારાયણની ઓવરમાં આઉટ થયો. ચેન્નઇએ 65 રને ચોથી વિકેટ ગુમાવી.



  • Apr 11, 2025 20:20 IST

    IPL 2025 CSK vs KKR Live : વિજય શંકર 29 રને આઉટ

    વિજય શંકર 21 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 29 રન બનાવી વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો. ચેન્નઇએ 59 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Apr 11, 2025 20:16 IST

    IPL 2025 CSK vs KKR Live : ચેન્નઇના 50 રન

    ચેન્નઇ સુપર કિંગ્સે 7.5 ઓવરમાં 50 રન પુરા કર્યા. રાહુલ ત્રિપાઠી અને વિજય શંકર રમતમાં છે.



  • Apr 11, 2025 19:56 IST

    IPL 2025 CSK vs KKR Live : રચિન રવિન્દ્ર આઉટ

    રચિન રવિન્દ્ર 9 બોલમાં 4 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો. સીએસકેએ 16 રનમાં 2 વિકેટ ગુમાવી.



  • Apr 11, 2025 19:48 IST

    IPL 2025 CSK vs KKR Live : કોનવે આઉટ

    ડેવોન કોનવે 11 બોલમાં 2 ફોર સાથે 12 રન બનાવી મોઇન અલીની ઓવરમાં એલબી આઉટ થયો. ચેન્નઇએ 16 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Apr 11, 2025 19:38 IST

    IPL 2025 CSK vs KKR Live : રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવે ઓપનિંગમાં ઉતર્યા

    રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવે ઓપનિંગમાં ઉતર્યા. વૈભવ અરોરાની પ્રથમ ઓવરમાં 6 રન બનાવ્યા.



  • Apr 11, 2025 19:10 IST

    IPL 2025 CSK vs KKR Live : કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઇંગ ઇલેવન

    સુનીલ નારાયણ, ક્વિન્ટન ડી કોક, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મોઇન અલી, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.



  • Apr 11, 2025 19:07 IST

    IPL 2025 CSK vs KKR Live : ચેન્નઇ સુપર કિંગ્સ પ્લેઇંગ ઇલેવન

    ડેવોન કોનવે, રાહુલ ત્રિપાઠી, રચિન રવિન્દ્ર, વિજય શંકર, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), આર અશ્વિન, નૂર અહમદ, અંશુલ કંબોજ, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.



  • Apr 11, 2025 19:04 IST

    IPL 2025 CSK vs KKR Live : કેકેઆરે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2025ની 25મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ચેન્નઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.



  • Apr 11, 2025 18:31 IST

    IPL 2025 CSK vs KKR Live : ચેન્નઇ સુપર કિંગ્સ વિ કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ

    આઈપીએલમાં ચેન્નઇ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 30 મુકાબલા થયા છે. જેમાંથી 19 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે જ્યારે 10 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી છે. બન્ને વચ્ચેના મુકાબલામાં સીએસકેનો હાઈએસ્ટ સ્કોર 235 અને લોએસ્ટ સ્કોર 114 રન છે. જ્યારે કેકેઆરનો હાઇએસ્ટ સ્કોર 201 અને લોએસ્ટ સ્કોર 108 રન છે.



  • Apr 11, 2025 18:31 IST

    IPL 2025 CSK vs KKR Live : ચેન્નઇ વિ કોલકાતા વચ્ચે મેચ

    આઈપીએલ 2025ની 25મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ચેન્નઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.



આઈપીએલ 2025 કોલકાતા નાઇટ રાઇડર્સ chennai super kings Mahendra Singh Dhoni ક્રિકેટ IPL સ્પોર્ટ્સ