CSK vs PBKS IPL 2025 Updates, Chennai Super Kings vs Punjab Kings: ચહલની હેટ્રિક સહિત ચાર વિકેટ પછી શ્રેયસ ઐયર (72) અને પ્રભસિમરન સિંહની (54) અડધી સદીની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2025માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. ચેન્નઇ 19.2 ઓવરમાં 190 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં પંજાબે 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ પરાજય સાથે જ ચેન્નઇના પ્લેઓફના અભિયાનનો અંત આવી ગયો છે.
ચહલની હેટ્રિક
ચહલે 19મી ઓવરના ચોથા બોલે દીપક હુડાને, પાંચમાં બોલે અંશુલ કંબોજ અને છઠ્ઠા બાજે નૂર અહમદને આઉટ કરી હેટ્રિક ઝડપી હતી. આ પહેલા આ ઓવરમા બીજા બોલે ધોનીને આઉટ કર્યો હતો. એટલે કે ચહલે એક ઓવરમાં ચાર વિકેટ ઝડપી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ચેન્નઇ સુપર કિંગ્સ : શાઇક રાશિદ, આયુષ મ્હાત્રે, સેમ કુરેન, રવિન્દ્ર જાડેજા, ડેવલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, દીપક હુડા, એમએસ ધોની (કેપ્ટન), નૂર અહમદ, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.
પંજાબ કિંગ્સ : પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, શશાંક સિંહ, જોશ ઈંગ્લિસ, અઝમતુલ્લાહ ઓમરજાઇ, માર્કો જોન્સન, સૂર્યાંશ શેડગે, હરપ્રીત બરાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.