CSK vs RR : આઈપીએલ 2025, રાજસ્થાન રોયલ્સનો જીત સાથે અભિયાનનો અંત

CSK vs RR Score, Chennai Super Kings vs Rajasthan Royals IPL 2025 : વૈભવ સૂર્યવંશીની આક્રમક અડધી સદી, ચેન્નઇ સુપર કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સનો 6 વિકેટે વિજય

CSK vs RR Score, Chennai Super Kings vs Rajasthan Royals IPL 2025 : વૈભવ સૂર્યવંશીની આક્રમક અડધી સદી, ચેન્નઇ સુપર કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સનો 6 વિકેટે વિજય

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL Live Score 2025 CSK vs RR, IPL 2025, CSK vs RR

IPL 2025 CSK vs RR : આઈપીએલ 2025, ચેન્નઇ વિ રાજસ્થાન વચ્ચે મેચ

CSK vs RR IPL 2025 Updates, Chennai Super Kings vs Rajasthan Royals : યુદ્ધવીર સિંહ (3 વિકેટ) અને આકાશ મધવાલ (3 વિકેટ) ચુસ્ત બોલિંગ પછી વૈભવ સૂર્યવંશીની (57)અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2025માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. ચેન્નઇએ 20 ઓવરમાં 8 વિકેટે 187 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 17.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. રાજસ્થાને પોતાના અભિયાનનો અંત જીત સાથે કર્યો છે.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

ચેન્નઇ સુપર કિંગ્સ : આયુષ મ્હાત્રે, ઉર્વિલ પટેલ, ડેવોન કોનવે, રવિન્દ્ર જાડેજા, ડેવલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), આર અશ્વિન, અંશુલ કંબોજ, નૂર અહમદ, ખલીલ અહેમદ.

રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, ક્વેના મ્ફાકા, યુદ્ધવીર સિંહ, તુષાર દેશપાંડે, આકાશ મધવાલ.

  • May 20, 2025 23:24 IST

    IPL 2025 CSK vs RR Live : રાજસ્થાન રોયલ્સનો 6 વિકેટે વિજય

    યુદ્ધવીર સિંહ (3 વિકેટ) અને આકાશ મધવાલ (3 વિકેટ) ચુસ્ત બોલિંગ પછી વૈભવ સૂર્યવંશીની (57)અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2025માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. ચેન્નઇએ 20 ઓવરમાં 8 વિકેટે 187 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 17.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. રાજસ્થાને પોતાના અભિયાનનો અંત જીત સાથે કર્યો છે.



  • May 20, 2025 23:23 IST

    IPL 2025 CSK vs RR Live : ધ્રુવ જુરેલના અણનમ 31 રન

    ધ્રુવ જુરેલના 12 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 31 રન. શિમરોન હેટમાયરના 5 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 12 રન.



  • Advertisment
  • May 20, 2025 22:49 IST

    IPL 2025 CSK vs RR Live : રિયાન પરાગ 3 રને બોલ્ડ

    રિયાન પરાગ 4 બોલમાં 3 રન બનાવી નૂર અહમદની ઓવરમાં બોલ્ડ થયો. રાજસ્થાને 158 રને ચોથી વિકેટ ગુમાવી.



  • May 20, 2025 22:42 IST

    IPL 2025 CSK vs RR Live : વૈભવ સૂર્યવંશીના 57 રન

    વૈભવ સૂર્યવંશી 33 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે 57 રન બનાવી અશ્વિનનો બીજો શિકાર બન્યો.



  • May 20, 2025 22:41 IST

    IPL 2025 CSK vs RR Live : સંજુ સેમસન 41 રને આઉટ

    સંજુ સેમસન 31 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 41 રને અશ્વિનની ઓવરમાં કેચ આઉટ થયો. રાજસ્થાને 135 રને બીજી વિકેટ ગુમાવી.



  • May 20, 2025 22:30 IST

    IPL 2025 CSK vs RR Live : વૈભવ સૂર્યવંશીની અડધી સદી

    વૈભવ સૂર્યવંશીએ 27 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • May 20, 2025 22:27 IST

    IPL 2025 CSK vs RR Live : રાજસ્થાનના 100 રન

    રાજસ્થાન રોયલ્સે 10.3 ઓવરમાં 100 રન પુરા કર્યા. વૈભવ સૂર્યવંશી અને સંજુ સેમસન રમતમાં છે.



  • May 20, 2025 21:51 IST

    IPL 2025 CSK vs RR Live : યશસ્વી જયસ્વાલ 36 રને આઉટ

    યશસ્વી જયસ્વાલ 19 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે 36 રન બનાવી અંશુલ કંબોજની ઓવરમાં બોલ્ડ થયો. રાજસ્થાને 37 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • May 20, 2025 21:19 IST

    IPL 2025 CSK vs RR Live : રાજસ્થાન રોયલ્સને 188 રનનો પડકાર

    આઈપીએલ 2025ની 62મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નઇ સુપર કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટે 187 રન બનાવી લીધા છે. રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 188 રનનો પડકાર મળ્યો છે. રાજસ્થાન તરફથી આકાશ મધવાલ અને યુદ્ધવીર સિંહે સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી.



  • May 20, 2025 21:17 IST

    IPL 2025 CSK vs RR Live : શિવમ દુબે 39 રને આઉટ

    શિવમ દુબે 32 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 39 રને કેચ આઉટ થયો. જ્યારે ધોની 17 બોલમાં 1 સિક્સર સાથે 16 રને આઉટ થયો. બન્ને આકાશ મધવાલનો શિકાર બન્યા. ચેન્નઇએ 185 રને આઠમી વિકેટ ગુમાવી.



  • May 20, 2025 20:48 IST

    IPL 2025 CSK vs RR Live : ડેવલ્ડ બ્રેવિસ 42 રને આઉટ

    ડેવલ્ડ બ્રેવિસ 25 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે 42 રન બનાવી આકાશ મધવાલની ઓવરમાં બોલ્ડ થયો. ચેન્નઇએ 137 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.



  • May 20, 2025 20:35 IST

    IPL 2025 CSK vs RR Live : ચેન્નઇના 100 રન

    ચેન્નઇ સુપર કિંગ્સે 9.5 ઓવરમાં 100 રન પુરા કર્યા. ડેવલ્ડ બ્રેવિસ અને શિવમ દુબે રમતમાં છે.



  • May 20, 2025 20:14 IST

    IPL 2025 CSK vs RR Live : ચેન્નઇએ 78 રને પાંચમી વિકેટ ગુમાવી

    આર અશ્વિન 8 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 13 રને હસરંગાનો શિકાર બન્યો. જ્યારે રવિન્દ્ર જાડેજા 5 બોલમાં 1 રન બનાવી યુદ્ધવીર સિંહની ઓવરમાં કેચ આઉટ થયો. ચેન્નઇએ 78 રને પાંચમી વિકેટ ગુમાવી.



  • May 20, 2025 20:12 IST

    IPL 2025 CSK vs RR Live : આયુષ મ્હાત્રેના 43 રન

    આયુષ મ્હાત્રે 20 બોલમાં 8 ફોર અને 1 સિક્સર સાથે 43 રન બનાવી દેશપાંડેની ઓવરમાં કેચ આઉટ થયો.



  • May 20, 2025 19:43 IST

    IPL 2025 CSK vs RR Live : ઉર્વિલ પટેલ ખાતું ખોલાયા વિના આઉટ

    ઉર્વિલ પટેલ 2 બોલમાં ખાતું ખોલાયા વિના યુદ્ધવીર સિંહની ઓવરમાં કેચ આઉટ થયો. સીએસકેએ 12 રને બીજી વિકેટ ગુમાવી.



  • May 20, 2025 19:40 IST

    IPL 2025 CSK vs RR Live : ડેવોન કોનવે 10 રને આઉટ

    ડેવોન કોનવે 8 બોલમાં 2 ફોર સાથે 10 રન બનાવી યુદ્ધવીર સિંહની ઓવરમાં કેચ આઉટ થયો. ચેન્નઇએ 12 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • May 20, 2025 19:12 IST

    IPL 2025 CSK vs RR Live : રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન

    યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, ક્વેના મ્ફાકા, યુદ્ધવીર સિંહ, તુષાર દેશપાંડે, આકાશ મધવાલ.



  • May 20, 2025 19:12 IST

    IPL 2025 CSK vs RR Live : ચેન્નઇ સુપર કિંગ્સ પ્લેઇંગ ઇલેવન

    આયુષ મ્હાત્રે, ઉર્વિલ પટેલ, ડેવોન કોનવે, રવિન્દ્ર જાડેજા, ડેવલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), આર અશ્વિન, અંશુલ કંબોજ, નૂર અહમદ, ખલીલ અહેમદ.



  • May 20, 2025 19:06 IST

    IPL 2025 CSK vs RR Live : રાજસ્થાને ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2025ની 62મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહી છે



  • May 20, 2025 18:55 IST

    IPL 2025 CSK vs RR Live : ચેન્નઇ સુપર કિંગ્સ વિ રાજસ્થાન રોયલ્સ હેડ ટુ હેડ

    આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીની હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો ચેન્નઇ સુપર કિંગ્સનું પલડું ભારે છે. આઈપીએલમાં ચેન્નઇ અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 30 મુકાબલા થયા છે. જેમાં 16 મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સનો વિજય થયો છે. જ્યારે 14 મેચમાં રાજસ્થાન રોયલ્સનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ચેન્નઇનો હાઈએસ્ટ સ્કોર 246 અને લોએસ્ટ સ્કોર 109 રન છે. જ્યારે રાજસ્થાનનો હાઇએસ્ટ સ્કોર 223 છે અને લોએસ્ટ સ્કોર 126 રન છે.



  • May 20, 2025 18:55 IST

    IPL 2025 CSK vs RR Live : ચેન્નઇ વિ રાજસ્થાન વચ્ચે મેચ

    આઈપીએલ 2025ની 62મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં ચેન્નઇ 12 મેચ રમ્યું છે. જેમાં 3 મેચમાં વિજય મેળવ્યો છે અને 9 મેચમાં પરાજય થયો છે. જ્યારે રાજસ્થાનનો 13 મેચમાંથી 3 મેચમાં વિજય થયો છે અને 10 મેચમાં પરાજય થયો છે. બન્નેના આઈપીએલ અભિયાનનો અંત આવ્યો છે.



વૈભવ સૂર્યવંશી આઈપીએલ 2025 Yashasvi Jaiswal રાજસ્થાન રોયલ્સ chennai super kings Mahendra Singh Dhoni ક્રિકેટ IPL સ્પોર્ટ્સ