CSK vs SRH IPL 2025 Updates, Chennai Super Kings vs Sunrisers Hyderabad : હર્ષલ પટેલ (4 વિકેટ)ની ચુસ્ત બોલિંગ પછી ઇશાન કિશનના 44 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2025માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. ચેન્નઇ પ્રથમ બેટિંગ કરતા 19.5 ઓવરમાં 154 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં હૈદરાબાદે 18.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ચેન્નઇનો 9 મેચમાં સાતમો પરાજય થયો છે. આ સાથે પ્લેઓફની આશા મુશ્કેલ બની છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ચેન્નઇ સુપર કિંગ્સ : શાઇક રાશિદ, આયુષ મ્હાત્રે, સેમ કુરેન, રવિન્દ્ર જાડેજા, ડેવલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, દીપક હુડા, એમએસ ધોની (કેપ્ટન), નૂર અહમદ, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, કામિંદુ મેન્ડિસ, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ શમી.