/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/IPL-Live-Score-2025-DC-vs-KKR-1.jpg)
IPL 2025 DC vs KKR : આઈપીએલ 2025, દિલ્હી વિ કોલકાતા વચ્ચે મેચ
DC vs KKR IPL 2025 Updates, Delhi Capitals vs Kolkata Knight Riders : અંગક્રીશ રઘુવંશીના 44 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સ સામે 14 રને વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટે 204 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવી શક્યું હતું. કેકેઆર તરફથી સુનીલ નારાયણે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી
બન્ને ટીમો આ પ્રમાણે છે
દિલ્હી કેપિટલ્સ : ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ , ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, દુશમંથા ચામીરા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.
કોલકાતા નાઈટ રાઈડર્સ : સુનીલ નારાયણ, રહમાનુલ્લાહ ગુરબાઝ, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, અંગક્રીશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રોવમન પોવેલ, હર્ષિત રાણા, અનુકુલ રોય, વરૂણ ચક્રવર્તી.
- Apr 29, 2025 23:32 IST
IPL 2025 DC vs KKR Live : કોલકાતા નાઇટ રાઇડર્સનો 14 રને વિજય
અંગક્રીશ રઘુવંશીના 44 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સ સામે 14 રને વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટે 204 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવી શક્યું હતું. કેકેઆર તરફથી સુનીલ નારાયણે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.
- Apr 29, 2025 23:22 IST
IPL 2025 DC vs KKR Live : વિપ્રજ નિગમ 38 રને આઉટ
વિપ્રજ નિગમ 19 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે 38 રને રસેલની ઓવરમાં બોલ્ડ થયો.
- Apr 29, 2025 23:13 IST
IPL 2025 DC vs KKR Live : વરુણ ચક્રવર્તીએ એક ઓવરમાં 2 વિકેટ ઝડપી
આશુતોષ શર્મા 6 બોલમાં 1 સિક્સર સાથે 7 રને અને મિચેલ સ્ટાર્ક પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યા.
- Apr 29, 2025 23:11 IST
IPL 2025 DC vs KKR Live : પ્લેસિસ 62 રને આઉટ
ફાફ ડુ પ્લેસિસ 45 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે 62 રને સુનીલ નારાયણનો શિકાર બન્યો. દિલ્હીએ 146 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.
- Apr 29, 2025 22:30 IST
IPL 2025 DC vs KKR Live : પ્લેસિસની અડધી સદી
ફાફ ડુ પ્લેસિસે 31 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી. દિલ્હી કેપિટલ્સે 10.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- Apr 29, 2025 22:17 IST
IPL 2025 DC vs KKR Live : કેએલ રાહુલ રન આઉટ
કેએલ રાહુલ 5 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી રન આઉટ થયો. દિલ્હીએ 60 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Apr 29, 2025 22:08 IST
IPL 2025 DC vs KKR Live : કરુણ નાયર 15 રને આઉટ
કરુણ નાયર 13 બોલમાં 2 ફોર સાથે 15 રન બનાવી વૈભવ અરોરાની ઓવરમાં એલબી આઉટ થયો. દિલ્હીએ 43 રને બીજી વિકેટ ગુમાવી.
- Apr 29, 2025 21:49 IST
IPL 2025 DC vs KKR Live : અભિષેક પોરેલ આઉટ
અભિષેક પોરેલ 2 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી અનુકુલ રોયની ઓવરમાં કેચ આઉટ થયો. દિલ્હીએ 4 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Apr 29, 2025 21:26 IST
IPL 2025 DC vs KKR Live : દિલ્હી કેપિટલ્સને 205 રનનો પડકાર
આઈપીએલ 2025ની 48મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 9 વિકેટે 204 રન બનાવી લીધા છે. દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 205 રનનો પડકાર મળ્યો છે. દિલ્હી તરફથી મિચેલ સ્ટાર્કે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.
- Apr 29, 2025 21:13 IST
IPL 2025 DC vs KKR Live : કોલકાતાના 200 રન
કોલકાતા નાઇટ રાઇડર્સે 19.1 ઓવરમાં 200 રન પુરા કર્યા.
- Apr 29, 2025 21:07 IST
IPL 2025 DC vs KKR Live : રિંકુ સિંહના 36 રન
રિંકુ સિંહ 25 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 36 રને વિપ્રરાજ નિગમનો શિકાર બન્યો.
- Apr 29, 2025 21:06 IST
IPL 2025 DC vs KKR Live : અંગક્રીશ રઘુવંશી 44 રને આઉટ
અંગક્રીશ રઘુવંશી 32 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 44 રને ચામીરાનો શિકાર બન્યો. કેકેઆરે 174 રને પાંચમી વિકેટ ગુમાવી.
- Apr 29, 2025 20:26 IST
IPL 2025 DC vs KKR Live : રહાણે 26 રને આઉટ
અજિંક્ય રહાણે 14 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 26 રને અને વેંકટેશ ઐયર 5 બોલમાં 1 ફોર સાથે 7 રને અક્ષર પટેલના શિકાર બન્યા. કોલકાતાએ 113 રને ચોથી વિકેટ ગુમાવી.
- Apr 29, 2025 20:25 IST
IPL 2025 DC vs KKR Live : સુનીલ નારાયણ 27 રને આઉટ
સુનીલ નારાયણ 16 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 27 રને વિપ્રરાજ નિગમની ઓવરમાં એલબી આઉટ થયો.
- Apr 29, 2025 19:53 IST
IPL 2025 DC vs KKR Live : ગુરબાઝ 26 રને આઉટ
રહમાનુલ્લાહ ગુરબાઝ 12 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 26 રન બનાવી મિચેલ સ્ટાર્કની ઓવરમાં કેચ આઉટ થયો. કેકેઆરે 48 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Apr 29, 2025 19:30 IST
IPL 2025 DC vs KKR Live : દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન
ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ , ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, દુશમંથા ચામીરા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.
- Apr 29, 2025 19:30 IST
IPL 2025 DC vs KKR Live : કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઇંગ ઇલેવન
સુનીલ નારાયણ, રહમાનુલ્લાહ ગુરબાઝ, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, અંગક્રીશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રોવમન પોવેલ, હર્ષિત રાણા, અનુકુલ રોય, વરૂણ ચક્રવર્તી.
- Apr 29, 2025 19:27 IST
IPL 2025 DC vs KKR Live : દિલ્હીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2025ની 48મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
- Apr 29, 2025 18:57 IST
IPL 2025 DC vs KKR Live : દિલ્હી કેપિટલ્સ વિ કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં દિલ્હી અને કોલકાતા વચ્ચે હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો કેકેઆરનું પલડું ભારે છે. આઈપીએલમાં દિલ્હી અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 34 મુકાબલા થયા છે. જેમાંથી 18 મેચમાં કોલકાતાનો વિજય થયો છે જ્યારે 15 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં દિલ્હીનો હાઈએસ્ટ સ્કોર 228 અને લોએસ્ટ સ્કોર 98 રન છે. જ્યારે કોલકાતાનો હાઇએસ્ટ સ્કોર 271 અને લોએસ્ટ સ્કોર 97 રન છે.
- Apr 29, 2025 18:56 IST
IPL 2025 DC vs KKR Live : દિલ્હી વિ કોલકાતા વચ્ચે મેચ
આઈપીએલ 2025ની 48મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં દિલ્હી 9 મેચ રમ્યું છે. જેમાં 6 મેચમાં વિજય મેળવ્યો છે અને 3 મેચમાં પરાજય થયો છે. જ્યારે કોલકાતાનો 9 મેચમાંથી 3 મેચમાં વિજય થયો છે અને 5 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us