DC vs PBKS : આઈપીએલ 2025, દિલ્હી કેપિટલ્સે જીત સાથે અભિયાનનો અંત કર્યો, પંજાબ કિંગ્સનો પરાજય

DC vs PBKS Score, Delhi Capitals vs Punjab Kings IPL 2025 : સમીર રિઝવીના 25 બોલમાં 3 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 58 રન. કરુણ નાયરના 27 બોલમાં 44 રન

Written by Ashish Goyal
Updated : May 24, 2025 23:45 IST
DC vs PBKS : આઈપીએલ 2025, દિલ્હી કેપિટલ્સે જીત સાથે અભિયાનનો અંત કર્યો, પંજાબ કિંગ્સનો પરાજય
IPL 2025 DC vs PBKS : આઈપીએલ 2025, દિલ્હી વિ પંજાબ વચ્ચે મેચ

DC vs PBKS IPL 2025 Updates, Delhi Capitals vs Punjab Kings: સમીર રિઝવીના અણનમ 58 અને કરુણ નાયરના 44 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2025માં પંજાબ કિંગ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. પંજાબે 20 ઓવરમાં 8 વિકેટે 206 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. દિલ્હીએ પોતાની અંતિમ મેચમાં જીત સાથે અભિયાનનો અંત કર્યો છે.

.બન્ને ટીમો આ પ્રમાણે છે

પંજાબ કિંગ્સ : પ્રિયાંશ આર્યા, પ્રભસિમરન સિંહ, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઈંગ્લિશ, શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લા ઉમરઝાઈ, માર્કો જેન્સન, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ.

દિલ્હી કેપિટલ્સ : ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), સેદીકુલ્લાહ અટલ, કરુણ નાયર, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોશ શર્મા, વિપ્રજ નિગમ, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુશ્તાફિઝુર રહેમાન, મુકેશ કુમાર.

Live Updates

IPL 2025 DC vs PBKS Live : દિલ્હી કેપિટલ્સનો 6 વિકેટે વિજય

સમીર રિઝવીના અણનમ 58 અને કરુણ નાયરના 44 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2025માં પંજાબ કિંગ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. પંજાબે 20 ઓવરમાં 8 વિકેટે 206 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

IPL 2025 DC vs PBKS Live : સમીર રિઝવીના અણનમ 58 રન

સમીર રિઝવીના 25 બોલમાં3 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 58 રન, ટ્રીસ્ટન સ્ટબ્સના 14 બોલમાં 2 ફોર સાથે અણનમ 18 રન.

IPL 2025 DC vs PBKS Live : સમીર રિઝવીની અડધી સદી

સમીર રિઝવીએ 22 બોલમાં 3 ફોર અન 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી. દિલ્હીએ 19 ઓવરમાં 200 રન પુરા રન કર્યા.

IPL 2025 DC vs PBKS Live : કરુણ નાયર 44 રને બોલ્ડ

કરુણ નાયર 27 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે 44 રને હરપ્રીત બ્રારની ઓવરમાં બોલ્ડ થયો. દિલ્હીએ 155 રને ચોથી વિકેટ ગુમાવી.

IPL 2025 DC vs PBKS Live : દિલ્હીના 100 રન

દિલ્હી કેપિટલ્સે 10.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.

IPL 2025 DC vs PBKS Live : સેદીકુલ્લાહ અટલ 22 રને આઉટ

સેદીકુલ્લાહ અટલ 16 બોલમા 2 સિક્સર સાથે 22 રને પ્રવિણ દુબેની ઓવરમાં કેચ આઉટ થયો. દિલ્હીએ 93 રને ત્રીજી વિકેટ ગુમાવી.

IPL 2025 DC vs PBKS Live : પ્લેસિસ 23 રને આઉટ

કેએલ રાહુલ 21 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 35 રન બનાવી જાન્સેનનો શિકાર બન્યો. જ્યારે પ્લેસિસ 15 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 23 રને હરપ્રીત બ્રારની ઓવરમાં કેચ આઉટ થયો. દિલ્હીએ 65 રને બીજી વિકેટ ગુમાવી.

IPL 2025 DC vs PBKS Live : દિલ્હી કેપિટલ્સને 207 રનનો પડકાર

આઈપીએલ 2025ની 66મી મેચમાં પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટે 206 રન બનાવી લીધા છે. દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 207 રનનો પડકાર મળ્યો છે.

IPL 2025 DC vs PBKS Live : સ્ટોઇનિસના અણનમ 44 રન

માર્કોસ સ્ટોઇનિસના 16 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 44 રન. હરપ્રીત બ્રારના 2 બોલમાં 1 સિક્સર સાથે અણનમ 7 રન. દિલ્હી તરફથી મુશ્તાફિઝુર રહેમાને સૌથી વધારે 3 વિકેટ ઝડપી.

IPL 2025 DC vs PBKS Live : શ્રેયસ ઐયર 53 રને આઉટ

શ્રેયસ ઐયર 34 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે 53 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો. ઐયરે 33 બોલમાં અડધી સદી ફટકારી હતી. પંજાબે 172 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.

IPL 2025 DC vs PBKS Live : શશાંક સિંહ 11 રને આઉટ

શશાંક સિંહ 10 બોલમાં 11 રન બનાવી મુશ્તાફિઝુર રહેમાનની ઓવરમાં કેચ આઉટ થયો. પંજાબે 144 રનમાં 5 વિકેટ ગુમાવી.

IPL 2025 DC vs PBKS Live : નેહલ વાઢેરા 16 રને આઉટ

નેહલ વાઢેરા 16 બોલમાં 1 ફોર સાથે 16 રન બનાવી મુકેશ કુમારની ઓવરમાં કેચ આઉટ થયો. પંજાબે 118 રને ચોથી વિકેટ ગુમાવી.

IPL 2025 DC vs PBKS Live : પંજાબ કિંગ્સના 100 રન

પંજાબ કિંગ્સે 10.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.

IPL 2025 DC vs PBKS Live : જોશ ઇંગ્લિશના 32 રન

જોશ ઇંગ્લિશ 12 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે 32 રન બનાવી આઉટ થયો. જ્યારે પ્રભસિમરન સિંહ 18 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 28 રને આઉટ બન્ને વિપ્રજ નિગમના શિકાર બન્યો.

IPL 2025 DC vs PBKS Live : પ્રિયાંશ આર્યા 6 રને આઉટ

પિયાંશ આર્યા 9 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી મુશ્તાફિઝુર રહેમાનની ઓવરમાં કેચ આઉટ થયો. પંજાબે 8 રને પ્રથમ વિકેટ ગુમાવી.

IPL 2025 DC vs PBKS Live : દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન

ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), સેદીકુલ્લાહ અટલ, કરુણ નાયર, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોશ શર્મા, વિપ્રજ નિગમ, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુશ્તાફિઝુર રહેમાન, મુકેશ કુમાર.

IPL 2025 DC vs PBKS Live : પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન

પ્રિયાંશ આર્યા, પ્રભસિમરન સિંહ, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઈંગ્લિશ, શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લા ઉમરઝાઈ, માર્કો જેન્સન, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ.

IPL 2025 DC vs PBKS Live : દિલ્હીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

આઈપીએલ 2025ની 66મી મેચમાં પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ફાફ ડુ પ્સેસિસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાઇ રહી છે

IPL 2025 DC vs PBKS Live : દિલ્હી કેપિટલ્સ વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીની હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો પંજાબ કિંગ્સનું પલડું ભારે છે. આઈપીએલમાં પંજાબ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 34 મુકાબલા થયા છે. જેમાંથી 17 મેચમાં પંજાબનો વિજય થયો છે જ્યારે 16 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. એક મેચ રદ થઇ છે. બન્ને વચ્ચેના મુકાબલામાં પંજાબનો હાઈએસ્ટ સ્કોર 202 અને લોએસ્ટ સ્કોર 104 રન છે. જ્યારે દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર 231 અને લોએસ્ટ સ્કોર 67 રન છે.

IPL 2025 DC vs PBKS Live : દિલ્હી વિ પંજાબ વચ્ચે મેચ

આઈપીએલ 2025ની 66મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં પંજાબ 12 મેચ રમ્યું છે. જેમાં 8 મેચમાં વિજય મેળવ્યો છે અને 3 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે. જ્યારે દિલ્હીનો 13 મેચમાંથી 6 મેચમાં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ