GT vs DC IPL 2025 Updates, Gujarat Titans vs Delhi Capitals : જોશ બટલરના અણનમ 97 રનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટે 203 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો છે. આ જીત સાથે ગુજરાત પોઇન્ટ ટેબલમાં 10 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. ગુજરાત ટાઇટન્સે પોતાનો હાઇએસ્ટ રનચેઝ કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, સાંઇ કિશોર, અરશદ ખાન, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ઇશાંત શર્મા.
દિલ્હી કેપિટલ્સ : અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ , ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, મોહિત શર્મા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.