GT vs SRH IPL 2025 Updates, Gujarat Titans vs Sunrisers Hyderabad : શુભમન ગિલ (76)અને જોશ બટલરની (64)અડધી સદીની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 38 રને વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 224 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 6 વિકેટે 186 રન બનાવી શક્યું હતું. આજ જીત સાથે ગુજરાત 14 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, જોસ બટલર, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, વોશિંગ્ટન સુંદર, સાંઇ કિશોર, મોહમ્મદ સિરાજ, ગેરાલ્ડ કોત્ઝે, પ્રસિદ્ધ ક્રિષ્ના.
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, કામિંદુ મેન્ડિસ, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ શમી.