KKR vs CSK : આઈપીએલ 2025, સતત ચાર પરાજય પછી ચેન્નઇ સુપર કિંગ્સનો વિજય

KKR vs CSK Score, Kolkata Knight Riders vs Chennai Super Kings IPL 2025 : નૂર અહમદની 4 વિકેટ. ડેવલ્ડ બ્રેવિસના 25 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે 52 રન

KKR vs CSK Score, Kolkata Knight Riders vs Chennai Super Kings IPL 2025 : નૂર અહમદની 4 વિકેટ. ડેવલ્ડ બ્રેવિસના 25 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે 52 રન

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL Live Score 2025 KKR vs CSK, IPL 2025, KKR vs CSK

IPL 2025 KKR vs CSK : આઈપીએલ 2025, કોલકાતા વિ ચેન્નઇ વચ્ચે મેચ

KKR vs CSK IPL 2025 Updates, Kolkata Knight Riders vs Chennai Super Kings: નૂર અહમદની ચુસ્ત બોલિંગ (4 વિકેટ)બાદ ડેવલ્ડ બ્રેવિસના 52 રનની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 2 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇએ 19.4 ઓવરમાં 8 વિકેટે 183 રન બનાવી લીધા હતા. સતત ચાર પરાજય પછી ચેન્નઇએ જીત મેળવી છે.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

કોલકાતા નાઇટ રાઇડર્સ : રહેમાનુલ્લાહ ગુરબાઝ, સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, મનિષ પાંડે, મોઈન અલી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા.

ચેન્નઇ સુપર કિંગ્સ : આયુષ મ્હાત્રે, ઉર્વિલ પટેલ, ડેવોન કોનવે, રવિન્દ્ર જાડેજા, ડેવલ્ડ બ્રેવિસ, એમએસ ધોની (કેપ્ટન), આર અશ્વિન, અંશુલ કંબોજ, નૂર અહમદ, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.

  • May 07, 2025 23:21 IST

    IPL 2025 KKR vs CSK Live : ચેન્નઇ સુપર કિંગ્સનો 2 વિકેટે વિજય

    નૂર અહમદની ચુસ્ત બોલિંગ (4 વિકેટ)બાદ ડેવલ્ડ બ્રેવિસના 52 રનની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 2 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇએ 19.4 ઓવરમાં 8 વિકેટે 183 રન બનાવી લીધા હતા.



  • May 07, 2025 23:16 IST

    IPL 2025 KKR vs CSK Live : ધોનીના અણનમ 17 રન

    એમએસ ધોનીના 18 બોલમાં 1 સિક્સર સાથે અણનમ 17 રન. અંશુલ કંબોજના 1 બોલમાં 1 ફોર સાથે અણનમ 4 રન.



  • Advertisment
  • May 07, 2025 23:12 IST

    IPL 2025 KKR vs CSK Live : શિવમ દુબે 45 રને આઉટ

    શિવમ દુબે 40 બોલમાં 2 ફોર અને 3 સિક્સર 45 રને વૈભવ અરોરાની ઓવરમાં કેચ આઉટ થયો. નૂર અહમદ 2 બોલમાં 2 રને આઉટ.



  • May 07, 2025 22:28 IST

    IPL 2025 KKR vs CSK Live : બ્રેવિસ 52 રને આઉટ

    ડેવલ્ડ બ્રેવિસ 25 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે 52 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો. ચેન્નઇએ 127 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.



  • May 07, 2025 22:24 IST

    IPL 2025 KKR vs CSK Live : બ્રેવિસની અડધી સદી

    ડેવલ્ડ બ્રેવિસ 22 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • May 07, 2025 22:23 IST

    IPL 2025 KKR vs CSK Live : ચેન્નઇના 100 રન

    ચેન્નઇ સુપર કિંગ્સે 10.2 ઓવરમાં 100 રન પુરા કર્યા. ડેવલ્ડ બ્રેવિસ અને શિવમ દૂબે રમતમાં છે.



  • May 07, 2025 21:53 IST

    IPL 2025 KKR vs CSK Live : રવિન્દ્ર જાડેજા 19 રને બોલ્ડ

    આર અશ્વિન 7 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો. રવિન્દ્ર જાડેજા 10 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 19 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં બોલ્ડ થયો. ચેન્નઇએ 60 રને પાંચમી વિકેટ ગુમાવી.



  • May 07, 2025 21:40 IST

    IPL 2025 KKR vs CSK Live : ઉર્વિલ પટેલ 31 રને આઉટ

    ઉર્વિલ પટેલ 11 બોલમાં 1 ફોર અને 4 સિક્સર સાથે 31 રને હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો. ચેન્નઇએ 37 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • May 07, 2025 21:39 IST

    IPL 2025 KKR vs CSK Live : ડેવોન કોનવે ખાતું ખોલાયા વિના આઉટ

    આયુષ મ્હાત્રે બીજા જ બોલે ખાતું ખોલાયા વિના વૈભવ અરોરાનો શિકાર બન્યો. ડેવોન કોનવે 2 બોલમાં ખાતું ખોલાયા વિના મોઇન અલીની ઓવરમાં બોલ્ડ થયો.



  • May 07, 2025 21:18 IST

    IPL 2025 KKR vs CSK Live : ચેન્નઇ સુપર કિંગ્સને 180 રનનો પડકાર

    આઈપીએલ 2025ની 57મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 6 વિકેટે 179 રન બનાવી લીધા છે. ચેન્નઇ સુપર કિંગ્સને જીતવા માટે 180 રનનો પડકાર મળ્યો છે. ચેન્નઇ તરફથી નૂર અહમદે 4 વિકેટ ઝડપી.



  • May 07, 2025 21:15 IST

    IPL 2025 KKR vs CSK Live : મનિષ પાંડેના અણનમ 36 રન

    મનિષ પાંડેના 28 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 36 રને અણનમ. રમનદીપ સિંહ 4 રને અણનમ.



  • May 07, 2025 21:03 IST

    IPL 2025 KKR vs CSK Live : રસેલ 38 રને આઉટ

    આન્દ્રે રસેલ 21 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે 38 રને અને 6 બોલમાં 2 ફોર સાથે 9 રને નૂર અહમદનો શિકાર બન્યો. કેકેઆરે 167 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.



  • May 07, 2025 20:35 IST

    IPL 2025 KKR vs CSK Live : રહાણે 48 રને આઉટ

    સુનીલ નારાયણ 17 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 26 રને અને અજિંક્ય રહાણે 33 બોલમાં 4 ફોર અને 2 સિક્સરની મદદથી 48 રન બનાવી આઉટ.



  • May 07, 2025 20:04 IST

    IPL 2025 KKR vs CSK Live : ગુરબાઝ 11 રને આઉટ

    રહેમાનુલ્લાહ ગુરબાઝ 9 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 11 રન બનાવી અંશુલ કંબોજની ઓવરમાં કેચ આઉટ થયો. કોલકાતાએ 11 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • May 07, 2025 19:16 IST

    IPL 2025 KKR vs CSK Live : ચેન્નઇ સુપર કિંગ્સ પ્લેઇંગ ઇલેવન

    આયુષ મ્હાત્રે, ઉર્વિલ પટેલ, ડેવોન કોનવે, રવિન્દ્ર જાડેજા, ડેવલ્ડ બ્રેવિસ, એમએસ ધોની (કેપ્ટન), આર અશ્વિન, અંશુલ કંબોજ, નૂર અહમદ, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.



  • May 07, 2025 19:16 IST

    IPL 2025 KKR vs CSK Live : કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઇંગ ઇલેવન

    રહેમાનુલ્લાહ ગુરબાઝ, સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, મનિષ પાંડે, મોઈન અલી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા.



  • May 07, 2025 19:07 IST

    IPL 2025 KKR vs CSK Live : કોલકાતાએ ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2025ની 57મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.



  • May 07, 2025 19:04 IST

    IPL 2025 KKR vs CSK Live : કોલકાતા નાઇટ રાઇડર્સ વિ ચેન્નઇ સુપર કિંગ્સ હેડ ટુ હેડ

    આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીની હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો સીએસકેનું પલડું ભારે છે. આઈપીએલમાં ચેન્નઇ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 31 મુકાબલા થયા છે. જેમાંથી 19 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે જ્યારે 11 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી છે. બન્ને વચ્ચેના મુકાબલામાં સીએસકેનો હાઈએસ્ટ સ્કોર 235 અને લોએસ્ટ સ્કોર 103 રન છે. જ્યારે કેકેઆરનો હાઇએસ્ટ સ્કોર 201 અને લોએસ્ટ સ્કોર 107 રન છે.



  • May 07, 2025 19:04 IST

    IPL 2025 KKR vs CSK Live : કોલકાતા વિ ચેન્નઇ વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2025ની 57મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં કોલકાતા 11 મેચ રમ્યું છે. જેમાં 5 મેચમાં વિજય મેળવ્યો છે અને 5 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ હતી. જ્યારે ચેન્નઇનો 11 મેચમાંથી 2 મેચમાં વિજય થયો છે અને 9 મેચમાં પરાજય થયો છે.



આઈપીએલ 2025 કોલકાતા નાઇટ રાઇડર્સ chennai super kings Mahendra Singh Dhoni ક્રિકેટ IPL સ્પોર્ટ્સ