KKR vs GT IPL 2025 Updates, Kolkata Knight Riders vs Gujarat Titans : શુભમન ગિલ (90) અને સાઇ સુદર્શનની અડધી સદી (52)બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 39 રને વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટે 198 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 8 વિકેટે 159 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ગુજરાતે 12 પોઇન્ટ સાથે નંબર વનનું સ્થાન મજબૂત બનાવ્યું છે.
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
કોલકાતા નાઈટ રાઈડર્સ : સુનીલ નારાયણ, રહમાનુલ્લાહ ગુરબાઝ, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મોઇન અલી, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, રુધરફોર્ડ, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, સાંઇ કિશોર, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.





