KKR vs PBKS: આઈપીએલ 2025, વરસાદના કારણે કોલકાતા અને પંજાબ વચ્ચેની મેચ રદ, બન્નેને 1-1 પોઇન્ટ મળ્યા

KKR vs PBKS Score, Kolkata Knight Riders vs Punjab Kings IPL 2025 : પંજાબે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 1 ઓવરમાં વિના વિકેટે 7 રન બનાવ્યા હતા. આ પછી વરસાદના કારણે મેચ રદ જાહેર કરવામાં આવી હતી

KKR vs PBKS Score, Kolkata Knight Riders vs Punjab Kings IPL 2025 : પંજાબે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 1 ઓવરમાં વિના વિકેટે 7 રન બનાવ્યા હતા. આ પછી વરસાદના કારણે મેચ રદ જાહેર કરવામાં આવી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL Live Score 2025 KKR vs PBKS, IPL 2025, KKR vs PBKS

IPL 2025 KKR vs PBKS: આઈપીએલ 2025, કોલકાતા વિ પંજાબ વચ્ચે મેચ

KKR vs PBKS IPL 2025 Updates, Kolkata Knight Riders vs Punjab Kings : આઈપીએલ 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ જાહેર કરવામાં આવી છે. બન્ને ટીમને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યા છે. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 1 ઓવરમાં વિના વિકેટે 7 રન બનાવ્યા હતા. આ પછી વરસાદના કારણે મેચ રદ જાહેર કરવામાં આવી હતી.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

કોલકાતા નાઈટ રાઈડર્સ : સુનીલ નારાયણ, રહમાનુલ્લાહ ગુરબાઝ, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રોવમન પોવેલ, વૈભવ અરોરા, ચેતન સાકરીયા, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.

પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઈંગ્લિસ, નેહલ વાઢેરા, શશાંક સિંહ, ગ્લેન મેક્સવેલ, અઝમતુલ્લાહ ઓમરજાઇ, માર્કો જોન્સન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

  • Apr 26, 2025 23:17 IST

    IPL 2025 KKR vs PBKS Live : વરસાદના કારણે પંજાબ અને કોલકાતા વચ્ચેની મેચ રદ

    આઈપીએલ 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ જાહેર કરવામાં આવી છે. બન્ને ટીમને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યા છે. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 1 ઓવરમાં વિના વિકેટે 7 રન બનાવ્યા હતા. આ પછી વરસાદના કારણે મેચ રદ જાહેર કરવામાં આવી હતી.



  • Apr 26, 2025 21:54 IST

    IPL 2025 KKR vs PBKS Live : વરસાદે મેચ અટકાવી

    202 રનના પડકાર સામે કોલકાતા નાઇટ રાઇડર્સે 1 ઓવરમાં વિના વિકેટે 7 રન બનાવી લીધા છે. હાલ વરસાદના કારણે મેચ અટકાવી છે.



  • Advertisment
  • Apr 26, 2025 21:20 IST

    IPL 2025 KKR vs PBKS Live : કોલકાતા નાઇટ રાઇડર્સને 202 રનનો પડકાર

    આઈપીએલ 2025ની 44મી મેચમાં પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 4 વિકેટે 201 રન બનાવી લીધા છે. કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 202 રનનો પડકાર મળ્યો છે.



  • Apr 26, 2025 21:19 IST

    IPL 2025 KKR vs PBKS Live : ઐયરના અણનમ 25 રન

    શ્રેયસ ઐયરના 16 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 25 રન. જોશ ઇંગ્લિશના 6 બોલમાં 2 ફોર સાથે અણનમ 11 રન.



  • Apr 26, 2025 21:08 IST

    IPL 2025 KKR vs PBKS Live : જાન્સેન આઉટ

    માર્કો જેન્સન 7 બોલમાં 3 રન બનાવી વૈભવ અરોરાનો શિકાર બન્યો. પંજાબે 184 રને ચોથી વિકેટ ગુમાવી.



  • Apr 26, 2025 21:01 IST

    IPL 2025 KKR vs PBKS Live : મેક્સવેલ 7 રને બોલ્ડ

    ગ્લેન મેક્સવેલ 8 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં બોલ્ડ થયો. પંજાબે 172 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Apr 26, 2025 20:46 IST

    IPL 2025 KKR vs PBKS Live : પ્રભસિમરન સિંહ 83 રને આઉટ

    પ્રભસિમરન સિંહ 49 બોલમાં 6 ફોર અને 6 સિક્સર સાથે 83 રન બનાવી વૈભવ અરોરાની ઓવરમાં કેચ આઉટ. પંજાબે 160 રને બીજી વિકેટ ગુમાવી.



  • Apr 26, 2025 20:44 IST

    IPL 2025 KKR vs PBKS Live : પ્રિયાંશ આર્યા 69 રને આઉટ

    પ્રિયાંશ આર્યા 35 બોલમાં 8 ફોર અને 4 સિક્સર સાથે 69 રને રસેલનો શિકાર બન્યો. પંજાબે 120 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Apr 26, 2025 20:42 IST

    IPL 2025 KKR vs PBKS Live : પ્રિયાંશ આર્યાની અડધી સદી

    પ્રિયાંશ આર્યાએ 27 બોલમાં 8 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Apr 26, 2025 20:06 IST

    IPL 2025 KKR vs PBKS Live : પંજાબ કિંગ્સના 50 રન

    પંજાબ કિંગ્સે 4.3 ઓવરમાં 50 રન પુરા કર્યા. પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યા રમતમાં છે.



  • Apr 26, 2025 19:12 IST

    IPL 2025 KKR vs PBKS Live : કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઇંગ ઇલેવન

    સુનીલ નારાયણ, રહમાનુલ્લાહ ગુરબાઝ, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રોવમન પોવેલ, વૈભવ અરોરા, ચેતન સાકરીયા, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.



  • Apr 26, 2025 19:11 IST

    IPL 2025 KKR vs PBKS Live : પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન

    પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઈંગ્લિસ, નેહલ વાઢેરા, શશાંક સિંહ, ગ્લેન મેક્સવેલ, અઝમતુલ્લાહ ઓમરજાઇ, માર્કો જોન્સન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.



  • Apr 26, 2025 19:07 IST

    IPL 2025 KKR vs PBKS Live : પંજાબે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2025ની 44મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.



  • Apr 26, 2025 18:41 IST

    IPL 2025 KKR vs PBKS Live : કોલકાતા નાઇટ રાઇડર્સ વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ

    કોલકાતા અને પંજાબ વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો કેકેઆરનું પલડું ભારે છે. આઈપીએલમાં પંજાબ અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 34 મુકાબલા થયા છે. જેમાંથી 21 મેચમાં કોલકાતાનો વિજય થયો છે જ્યારે 13 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં પંજાબનો હાઈએસ્ટ સ્કોર 262 રન અને લોએસ્ટ સ્કોર 111 રન છે. જ્યારે કોલકાતાનો હાઇએસ્ટ સ્કોર 261 અને લોએસ્ટ સ્કોર 95 રન છે.



  • Apr 26, 2025 18:41 IST

    IPL 2025 KKR vs PBKS Live : કોલકાતા વિ પંજાબ વચ્ચે મેચ

    આઈપીએલ 2025ની 44મી મેચમાં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં પંજાબ 8 મેચ રમ્યું છે. જેમાં 5 મેચમાં વિજય મેળવ્યો છે અને 3 માં પરાજય થયો છે. જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સનો 8 મેચમાંથી 3 માં વિજય થયો છે અને 5 માં પરાજય થયો છે.



આઈપીએલ 2025 કોલકાતા નાઇટ રાઇડર્સ પંજાબ કિંગ ક્રિકેટ IPL સ્પોર્ટ્સ