/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/IPL-Live-Score-2025-LSG-vs-CSK.jpg)
IPL 2025 LSG vs CSK : આઈપીએલ 2025, લખનઉ વિ ચેન્નઇ વચ્ચે મેચ
LSG vs CSK IPL 2025 Updates, Lucknow Super Giants vs Chennai Super Kings: બોલરોના શાનદાર પ્રદર્શન બાદ શિવમ દુબેના અણનમ 43 અને મહેન્દ્રસિંહ ધોનીના અણનમ 26 રનની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમા 7 વિકેટે 166 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇએ 19.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, ઋષભ પંત (કેપ્ટન), આયુષ બડોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, આકાશ દીપ, અવેશ ખાન, દિગ્વેશ રાઠી.
ચેન્નઇ સુપર કિંગ્સ : શાઇક રાશિદ, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), ઓવરટોન, નૂર અહમદ, અંશુલ કંબોજ, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.
- Apr 14, 2025 23:36 IST
IPL 2025 LSG vs CSK Live : ચેન્નઇ સુપર કિંગ્સનો 5 વિકેટે વિજય
બોલરોના શાનદાર પ્રદર્શન બાદ શિવમ દુબેના અણનમ 43 અને મહેન્દ્રસિંહ ધોનીના અણનમ 26 રનની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમા 7 વિકેટે 166 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇએ 19.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
- Apr 14, 2025 23:35 IST
IPL 2025 LSG vs CSK Live : શિવમ દુબેના અણનમ 43 રન
શિવમ દુબેના 37 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 43 રન. જ્યારે ધોનીના 11 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 26 રન.
- Apr 14, 2025 23:06 IST
IPL 2025 LSG vs CSK Live : વિજય શંકર 9 રને આઉટ
રવિન્દ્ર જાડેજા 11 બોલમાં 7 રને રવિ બિશ્નોઇનો અને વિજય શંકર 8 બોલમાં 9 રને રાઠીનો શિકાર બન્યો. ચેન્નઇએ 111 રને પાંચમી વિકેટ ગુમાવી.
- Apr 14, 2025 22:23 IST
IPL 2025 LSG vs CSK Live : રાહુલ ત્રિપાઠી આઉટ
રાહુલ ત્રિપાઠી 10 બોલમાં 1 ફોર સાથે 9 રને રવિ બિશ્નોઇની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 14, 2025 22:22 IST
રચિન રવિન્દ્ર 37 રને આઉટ
રચિન રવિન્દ્ર 22 બોલમાં 5 ફોર સાથે 37 રન બનાવી માર્કરામની ઓવરમાં એલબી આઉટ થયો. ચેન્નઇએ 72 રને બીજી વિકેટ ગુમાવી.
- Apr 14, 2025 22:03 IST
IPL 2025 LSG vs CSK Live : રાશિદ 27 રને આઉટ
શાઇક રાશિદ 19 બોલમાં 6 ફોર સાથે 27 રન બનાવી અવેશ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો. ચેન્નઇએ 52 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Apr 14, 2025 22:00 IST
IPL 2025 LSG vs CSK Live : ચેન્નઇના 50 રન
ચેન્નઇ સુપર કિંગ્સે 4.2 ઓવરમાં 50 રન પુરા કર્યા. શાઇક રાશિદ અને રચિન રવિન્દ્ર રમતમાં છે.
- Apr 14, 2025 21:26 IST
IPL 2025 LSG vs CSK Live : ચેન્નઇ સુપર કિંગ્સને 167 રનનો પડકાર
આઈપીએલ 2025ની 30મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 7 વિકેટે 166 રન બનાવી લીધા છે. ચેન્નઇ સુપર કિંગ્સને જીતવા માટે 167 રનનો પડકાર મળ્યો છે.
- Apr 14, 2025 21:25 IST
IPL 2025 LSG vs CSK Live : જાડેજા અને પાથિરાનાએ 2-2 વિકેટ ઝડપી
શાર્દુલ ઠાકુર 4 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી પાથિરાનાની ઓવરમાં કેચ આઉટ થયો. ચેન્નઇ તરફથી રવિન્દ્ર જાડેજા અને પાથિરાનાએ સૌથી વધારે 2-2 વિકેટ ઝડપી.
- Apr 14, 2025 21:20 IST
IPL 2025 LSG vs CSK Live : પંત 63 રને આઉટ
અબ્દુલ સમદ 11 બોલમાં 2 સિક્સર સાથે 20 રન બનાવી રન આઉટ થયો. આ પછી ઋષભ પંત 49 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે 63 રને પાથિરાનાની ઓવરમાં કેચ આઉટ થયો. લખનઉએ 158 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.
- Apr 14, 2025 21:06 IST
IPL 2025 LSG vs CSK Live : પંતની અડધી સદી
ઋષભ પંતે 42 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી. પંતની આ સિઝનમાં પ્રથમ અડધી સદી છે.
- Apr 14, 2025 20:47 IST
IPL 2025 LSG vs CSK Live : આયુષ બડોની આઉટ
આયુષ બડોની 17 બોલમાં 1 ફોર અને 2 સિક્સર સાથે 22 રન બનાવી જાડેજાની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો. લખનઉએ 105 રને ચોથી વિકેટ ગુમાવી.
- Apr 14, 2025 20:38 IST
IPL 2025 LSG vs CSK Live : લખનઉના 100 રન
લખનઉ સુપર જાયન્ટ્સે 12.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- Apr 14, 2025 20:22 IST
IPL 2025 LSG vs CSK Live : મિચેલ માર્શ બોલ્ડ
મિચેલ માર્શ 25 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 30 રને જાડેજાની ઓવરમાં બોલ્ડ થયો.
- Apr 14, 2025 19:52 IST
IPL 2025 LSG vs CSK Live : પૂરન 8 રને આઉટ
નિકોલસ પૂરન 9 બોલમાં 2 ફોર સાથે 8 રન બનાવી કંબોજની ઓવરમાં એલબી આઉટ થયો. લખનઉએ 23 રને બીજી વિકેટ ગુમાવી.
- Apr 14, 2025 19:49 IST
IPL 2025 LSG vs CSK Live : માર્કરામ 6 રને આઉટ
એડન માર્કરામ 6 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી ખલીલ અહમદની ઓવરમાં કેચ આઉટ થયો. લખનઉએ 6 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Apr 14, 2025 19:13 IST
IPL 2025 LSG vs CSK Live : ચેન્નઇ સુપર કિંગ્સ પ્લેઇંગ ઇલેવન
શાઇક રાશિદ, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), ઓવરટોન, નૂર અહમદ, અંશુલ કંબોજ, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.
- Apr 14, 2025 19:11 IST
IPL 2025 LSG vs CSK Live : લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન
એડન માર્કરામ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, ઋષભ પંત (કેપ્ટન), આયુષ બડોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, આકાશ દીપ, અવેશ ખાન, દિગ્વેશ રાઠી.
- Apr 14, 2025 19:07 IST
IPL 2025 LSG vs CSK Live : ચેન્નઇએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2025ની 30મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
- Apr 14, 2025 18:50 IST
IPL 2025 LSG vs CSK Live : લખનઉ સુપર જાયન્ટ્સ વિ ચેન્નઇ સુપર કિંગ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં લખનઉ અને ચેન્નઇ વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાંથી 3 મેચમાં લખનઉનો વિજય થયો છે જ્યારે 1 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં લખનઉનો હાઈએસ્ટ સ્કોર 213 અને લોએસ્ટ સ્કોર 180 રન છે. જ્યારે ચેન્નઇનો હાઇએસ્ટ સ્કોર 217 અને લોએસ્ટ સ્કોર 176 રન છે.
- Apr 14, 2025 18:50 IST
IPL 2025 LSG vs CSK Live : લખનઉ વિ ચેન્નઇ વચ્ચે મેચ
આઈપીએલ 2025ની 30મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us