/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/IPL-Live-Score-2025-LSG-vs-DC-.jpg)
IPL 2025 LSG vs DC : આઈપીએલ 2025, લખનઉ વિ દિલ્હી વચ્ચે મેચ
LSG vs DC IPL 2025 Updates, Lucknow Super Giants vs Delhi Capitals : મુકેશ કુમારની (4 વિકેટ) શાનદાર બોલિંગ પછી કેએલ રાહુલ (અણનમ 57 રન) અને અભિષેક પોરેલની (51)અડધી સદીની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 6 વિકેટે 159 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 17.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી વિજય મેળવી લીધો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
દિલ્હી કેપિટલ્સ : અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ , ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, દુશમંથા ચામીરા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.
લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, ઋષભ પંત (કેપ્ટન), ડેવિડ મિલર, અબ્દુલ સમદ, રવિ બિશ્નોઇ, શાર્દુલ ઠાકુર, પ્રિન્સ યાદવ, અવેશ ખાન, દિગ્વેશ રાઠી.
- Apr 22, 2025 23:21 IST
IPL 2025 LSG vs DC Live : દિલ્હી કેપિટલ્સનો 8 વિકેટે વિજય
મુકેશ કુમારની (4 વિકેટ)શાનદાર બોલિંગ પછી કેએલ રાહુલ (અણનમ 57 રન)અને અભિષેક પોરેલની (51)અડધી સદીની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 6 વિકેટે 159 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 17.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી વિજય મેળવી લીધો હતો.
- Apr 22, 2025 23:18 IST
IPL 2025 LSG vs DC Live : કેએલ રાહુલના અણનમ 57 રન
કેએલ રાહુલના 42 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 57 રન. અક્ષર પટેલના 20 બોલમાં 1 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 34 રન.
- Apr 22, 2025 23:17 IST
IPL 2025 LSG vs DC Live : કેએલ રાહુલની અડધી સદી
કેએલ રાહુલે 40 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- Apr 22, 2025 22:25 IST
IPL 2025 LSG vs DC Live : અભિષેક પોરેલ 51 રને આઉટ
અભિષેક પોરેલ 36 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 51 રન બનાવી માર્કરામની ઓવરમાં કેચ આઉટ થયો. દિલ્હીએ 105 રને બીજી વિકેટ ગુમાવી.
- Apr 22, 2025 22:24 IST
IPL 2025 LSG vs DC Live : દિલ્હીના 100 રન
દિલ્હી કેપિટલ્સે 11.1 ઓવરમાં 100 રન પુરા કર્યા. અભિષેક પોરેલ અને કેએલ રાહુલ રમતમાં છે.
- Apr 22, 2025 21:49 IST
IPL 2025 LSG vs DC Live : કરુણ નાયર 15 રને બોલ્ડ
કરુણ નાયર 9 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 15 રન બનાવી માર્કરામની ઓવરમાં બોલ્ડ થયો. દિલ્હીએ 36 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Apr 22, 2025 21:20 IST
IPL 2025 LSG vs DC Live : દિલ્હી કેપિટલ્સને 160 રનનો પડકાર
આઈપીએલ 2025ની 40મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 6 વિકેટે 159 રન બનાવી લીધા છે. દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 160 રનનો પડકાર મળ્યો છે. દિલ્હી તરફથી મુકેશ કુમારે સૌથી વધારે 4 વિકેટ ઝડપી.
- Apr 22, 2025 21:19 IST
IPL 2025 LSG vs DC Live : આયુષ બડોની 36 રને આઉટ
આયુષ બડોની 21 બોલમાં 6 ફોર સાથે 36 રને અને ઋષભ પંત 2 બોલમાં ખાતું ખોલાયા વિના મુકેશ કુમારની ઓવરમાં બોલ્ડ થયો. ડેવિડ મિલરના 15 બોલમાં એક ફોર સાથે અણનમ 14 રન.
- Apr 22, 2025 20:49 IST
IPL 2025 LSG vs DC Live : માર્શ 45 રને આઉટ
અબ્દુલ સમદ 8 બોલમાં 2 અને મિચેલ માર્શ 36 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 45 રને મુકેશ કુમારનો શિકાર બન્યા. લખનઉએ 110 રને ચોથી વિકેટ ગુમાવી.
- Apr 22, 2025 20:43 IST
IPL 2025 LSG vs DC Live : લખનઉના 100 રન
લખનઉ સુપર જાયન્ટ્સે 12.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- Apr 22, 2025 20:22 IST
IPL 2025 LSG vs DC Live : પૂરન 9 રને આઉટ
નિકોલસ પૂરન 5 બોલમાં 2 ફોર સાથે 9 રન બનાવી સ્ટાર્કની ઓવરમાં બોલ્ડ થયો. લખનઉએ 99 રને બીજી વિકેટ ગુમાવી.
- Apr 22, 2025 20:21 IST
IPL 2025 LSG vs DC Live : માર્કરામ 52 રને આઉટ
એડન માર્કરામ 33 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે 52 રન બનાવી ચામીરાની ઓવરમાં કેચ આઉટ થયો. લખનઉએ 87 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Apr 22, 2025 19:46 IST
IPL 2025 LSG vs DC Live : માર્શ અને માર્કરામ ઓપનિંગમાં
લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી એડન માર્કરામ અને મિચેલ માર્શ ઓપનિંગમાં ઉતર્યા
- Apr 22, 2025 19:13 IST
IPL 2025 LSG vs DC Live : લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન
એડન માર્કરામ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, ઋષભ પંત (કેપ્ટન), ડેવિડ મિલર, અબ્દુલ સમદ, રવિ બિશ્નોઇ, શાર્દુલ ઠાકુર, પ્રિન્સ યાદવ, અવેશ ખાન, દિગ્વેશ રાઠી.
- Apr 22, 2025 19:12 IST
IPL 2025 LSG vs DC Live : દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન
અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ , ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, દુશમંથા ચામીરા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.
- Apr 22, 2025 19:07 IST
IPL 2025 LSG vs DC Live : લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો લખનઉ અને દિલ્હી ટીમનું સમાન પ્રભુત્વ છે. લખનઉ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 6 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં લખનઉનો વિજય થયો છે. જ્યારે 3 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં દિલ્હીનો હાઈએસ્ટ સ્કોર 211 અને લોએસ્ટ સ્કોર 143 રન છે. જ્યારે લખનઉનો હાઇએસ્ટ સ્કોર 209 અને લોએસ્ટ સ્કોર 167 રન છે. 2025ની સિઝનમાં બન્ને વચ્ચે આ પહેલા એક મેચ રમાઇ હતી. જેમાં દિલ્હીનો વિજય થયો હતો.
- Apr 22, 2025 19:07 IST
IPL 2025 LSG vs DC Live : દિલ્હીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2025ની 40મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ લખનઉના ઇકાના સ્ટેડિયમમાં રમાઇ રહી છે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us