LSG vs GT IPL 2025 Updates,Lucknow Super Giants vs Gujarat Titans: નિકોલસ પૂરન (61)અને એડન માર્કરામની (58)અડધી સદીની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2025માં ગુજરાત ટાઇટન્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 180 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉએ 19.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ગુજરાતનો સતત ચાર જીત પછી પરાજય થયો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, નિકોલસ પૂરન, ઋષભ પંત (કેપ્ટન), હિંમત સિંહ, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, આકાશ દીપ, અવેશ ખાન, દિગ્વેશ રાઠી, રવિ બિશ્નોઇ.
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, વોશિંગ્ટન સુંદર, રુધરફોર્ડ, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, સાંઇ કિશોર, અરશદ ખાન, મોહમ્મદ સિરાજ.





