/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/IPL-Live-Score-2025-LSG-vs-SRH.jpg)
IPL 2025 LSG vs SRH : આઈપીએલ 2025, લખનઉ વિ હૈદરાબાદ વચ્ચે મેચ
LSG vs SRH IPL 2025 Updates, Lucknow Super Giants vs Sunrisers Hyderabad : અભિષેક શર્માની અડધી સદી અને હેનરિચ ક્લાસેનના 47 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છો. લખનઉએ 20 ઓવરમાં 7 વિકેટે 205 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 18.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ પરાજય સાથે જ લખનઉ સુપર જાયન્ટ્સના પ્લેઓફના અભિયાનનો અંત આવ્યો છે.
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, કામિન્દુ મેન્ડિસ, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, હર્ષ દુબે, ઇશાન મલિંગા.
લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, ઋષભ પંત (કેપ્ટન), અબ્દુલ સમદ, આયુષ બદોની, આકાશ દીપ, રવિ બિશ્નોઇ, દિગ્વેશ રાઠી, અવેશ ખાન, વિલ ઓરુક.
- May 19, 2025 23:34 IST
IPL 2025 LSG vs SRH Live : સનરાઇઝર્સ હૈદરાબાદનો 6 વિકેટે વિજય
અભિષેક શર્માની અડધી સદી અને હેનરિચ ક્લાસેનના 47 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છો. લખનઉએ 20 ઓવરમાં 7 વિકેટે 205 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 18.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ પરાજય સાથે જ લખનઉ સુપર જાયન્ટ્સના પ્લેઓફના અભિયાનનો અંત આવ્યો છે.
- May 19, 2025 23:28 IST
IPL 2025 LSG vs SRH Live : કામિન્દુ મેન્ડિસ રિટાયર્ડ હર્ટ
કામિન્દુ મેન્ડિસ 21 બોલમાં 3 ફોર સાથે 32 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો.
- May 19, 2025 23:27 IST
IPL 2025 LSG vs SRH Live : ક્લાસેન 47 રને આઉટ
હેનરિચ ક્લાસેન 28 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 47 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 195 રને ચોથી વિકેટ ગુમાવી.
- May 19, 2025 23:15 IST
IPL 2025 LSG vs SRH Live : ઇશાન કિશન 35 રને આઉટ
ઇશાન કિશન 28 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 35 રન બનાવી દિવ્યેશ રાઠીની ઓવરમાં બોલ્ડ થયો. હૈદરાબાદે 140 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- May 19, 2025 22:30 IST
IPL 2025 LSG vs SRH Live : અભિષેક શર્મા 59 રને આઉટ
અભિષેક શર્મા 20 બોલમાં 4 ફોર અને 6 સિક્સર સાથે 59 રન બનાવી દિગ્વેશ રાઠીની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 99 રને બીજી વિકેટ ગુમાવી. હૈદરાબાદે 7.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- May 19, 2025 22:25 IST
IPL 2025 LSG vs SRH Live : અભિષેક શર્માની અડધી સદી
અભિષેક શર્માએ 18 બોલમાં 4 ફોર અને 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- May 19, 2025 22:08 IST
IPL 2025 LSG vs SRH Live : અથર્વ તાઇડે 13 રને આઉટ
ઇમ્પેક્ટ પ્લેયર અથર્વ તાઇડે 9 બોલમાં 3 ફોર સાથે 13 રન બનાવી વિલ ઓરુકનો શિકાર બન્યો. હૈદરાબાદે 17 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- May 19, 2025 21:27 IST
IPL 2025 LSG vs SRH Live : સનરાઇઝર્સ હૈદરાબાદને 206 રનનો પડકાર
આઈપીએલ 2025ની 61મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 7 વિકેટે 205 રન બનાવી લીધા છે. સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 206 રનનો પડકાર મળ્યો છે
- May 19, 2025 21:24 IST
IPL 2025 LSG vs SRH Live : એક ઓવરમાં 3 વિકેટ ગુમાવી
નિકોલસ પૂરન 26 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 45 રન બનાવી રનઆઉટ થયો. શાર્દુલ ઠાકુર 4 અને અબ્દુલ સમદ 3 રને આઉટ થયા. લખનઉએ 199 રને સાતમી વિકેટ ગુમાવી.
- May 19, 2025 21:03 IST
IPL 2025 LSG vs SRH Live : આયુષ બદોની 3 રને આઉટ
આયુષ બદોની 5 બોલમાં 3 રન બનાવી મલિંગાની ઓવરમાં આઉટ થયો. લખનઉએ 169 રને ચોથી વિકેટ ગુમાવી.
- May 19, 2025 20:53 IST
IPL 2025 LSG vs SRH Live : માર્કરામ 61 રને આઉટ
એડન માર્કરામ 38 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે 61 રન બનાવી હર્ષલ પટેલની ઓવરમાં બોલ્ડ થયો. લખનઉએ 159 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- May 19, 2025 20:34 IST
IPL 2025 LSG vs SRH Live : માર્કરામની અડધી સદી
એડન માર્કરામે 28 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- May 19, 2025 20:33 IST
IPL 2025 LSG vs SRH Live : પંત ફરી ફ્લોપ
ઋષભ પંત ફરી ફ્લોપ રહ્યો છે. 6 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી મલિંગાની ઓવરમાં કેચ આઉટ થયો. લખનઉએ 124 રને બીજી વિકેટ ગુમાવી.
- May 19, 2025 20:21 IST
IPL 2025 LSG vs SRH Live : મિચેલ માર્શ 65 રને આઉટ
મિચેલ માર્શ 39 બોલમાં 6 ફોર અને 4 સિક્સર સાથે 65 રન બનાવી હર્ષ દુબેની ઓવરમાં કેચ આઉટ થયો. લખનઉએ 115 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- May 19, 2025 20:10 IST
IPL 2025 LSG vs SRH Live : મિચેલ માર્શની અડધી સદી
મિચેલ માર્શે 28 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી. લખનઉએ 9 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- May 19, 2025 19:38 IST
IPL 2025 LSG vs SRH Live : મિચેલ માર્શ અને માર્કરામ ઓપનિંગમાં ઉતર્યા
લખનઉના મિચેલ માર્શ અને એડન માર્કરામ ઓપનિંગમાં ઉતર્યા. પેટ કમિન્સની પ્રથમ ઓવરમાં 11 રન ફટકાર્યા.
- May 19, 2025 19:12 IST
IPL 2025 LSG vs SRH Live : સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, કામિન્દુ મેન્ડિસ, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, હર્ષ દુબે, ઇશાન મલિંગા.
- May 19, 2025 19:11 IST
IPL 2025 LSG vs SRH Live : લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન
એડન માર્કરામ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, ઋષભ પંત (કેપ્ટન), અબ્દુલ સમદ, આયુષ બદોની, આકાશ દીપ, રવિ બિશ્નોઇ, દિગ્વેશ રાઠી, અવેશ ખાન, વિલ ઓરુક.
- May 19, 2025 19:05 IST
IPL 2025 LSG vs SRH Live : હૈદરાબાદે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2025ની 61મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટને પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાઇ રહી છે
- May 19, 2025 18:07 IST
IPL 2025 LSG vs SRH Live : લખનઉ સુપર જાયન્ટ્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ
આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીની હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો લખનઉ સુપર જાયન્ટ્સનું પલડું ભારે છે. આઈપીએલમાં હૈદરાબાદ અને લખનઉ વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાં 4 મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં લખનઉનો હાઈએસ્ટ સ્કોર 193 અને લોએસ્ટ સ્કોર 127 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 190 છે અને લોએસ્ટ સ્કોર 121 રન છે.
- May 19, 2025 18:07 IST
IPL 2025 LSG vs SRH Live : લખનઉ વિ હૈદરાબાદ વચ્ચે મેચ
આઈપીએલ 2025ની 61મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં લખનઉ 11 મેચ રમ્યું છે. જેમાં 5 મેચમાં વિજય મેળવ્યો છે અને 6 મેચમાં પરાજય થયો છે. જ્યારે હૈદરાબાદનો 11 મેચમાંથી 3 મેચમાં વિજય થયો છે અને 7 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us