/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/IPL-Live-Score-2025-MI-vs-DC.jpg)
IPL 2025 MI vs DC : આઈપીએલ 2025, મુંબઈ વિ દિલ્હી વચ્ચે મેચ
MI vs DC IPL 2025 Updates, Mumbai Indians vs Delhi Capitals : સૂર્યકુમારની યાદવની અડધી સદી (અણનમ 73)બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સ સામે 59 રને વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 180 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 18.2 ઓવરમાં 121 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
આ જીત સાથે મુંબઈએ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લીધું છે. બીજી તરફ દિલ્હીના અભિયાનનો અંત આવ્યો છે. મુંબઈ તરફથી મિચેલ સેન્ટરનર અને બુમરાહે સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી હતી..
બન્ને ટીમો આ પ્રમાણે છે
મુંબઈ ઈન્ડિયન્સ : રેયાન રિકેલ્ટન, રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડયા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.
દિલ્હી કેપિટલ્સ : ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અભિષેક પોરેલ, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, દુશમંથા ચામીરા, વિપ્રજ નિગમ, માધવ તિવારી, કુલદીપ યાદવ, મુસ્તાફિઝુર રહમાન, મુકેશ કુમાર.
- May 21, 2025 23:28 IST
IPL 2025 MI vs DC Live : મુંબઈ ઇન્ડિયન્સ જીત સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય
સૂર્યકુમારની યાદવની અડધી સદી (અણનમ 73)બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સ સામે 59 રને વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 180 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 18.2 ઓવરમાં 121 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે મુંબઈએ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લીધું છે. બીજી તરફ દિલ્હીના અભિયાનનો અંત આવ્યો છે. મુંબઈ તરફથી મિચેલ સેન્ટરનર અને બુમરાહે સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી હતી.
- May 21, 2025 23:25 IST
IPL 2025 MI vs DC Live : સમીર રિઝવીના 39 રન
સમીર રિઝવી 39, આશુતોષ શર્મા 18, માધવ તિવારી 3 અને કુલદીપ યાદવ 7 રને આઉટ. ચામીરા 9 રને અણનમ રહ્યો.
- May 21, 2025 22:38 IST
IPL 2025 MI vs DC Live : ટ્રિસ્ટન સ્ટબ્સ આઉટ
ટ્રિસ્ટન સ્ટબ્સ 4 બોલમાં 2 રન બનાવી બુમરાહની ઓવરમાં એલબી આઉટ થયો. દિલ્હીએ 65 રને પાંચમી વિકેટ ગુમાવી.
- May 21, 2025 22:28 IST
IPL 2025 MI vs DC Live : વિપ્રજ નિગમ આઉટ
વિપ્રજ નિગમ 11 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 20 રન બનાવી સેન્ટનરની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 21, 2025 22:16 IST
IPL 2025 MI vs DC Live : અભિષેક પોરેલ 6 રને આઉટ
અભિષેક પોરેલ 9 બોલમાં 6 રન બનાવી જેક્સની ઓવરમાં સ્ટમ્પ આઉટ થયો. દિલ્હીએ 27 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- May 21, 2025 21:56 IST
IPL 2025 MI vs DC Live : પ્લેસિસ અને રાહુલ સસ્તામાં આઉટ
પ્લેસિસ 7 બોલમાં 1 ફોર સાથે 6 રને દીપક ચાહરનો શિકાર બન્યો. જ્યારે કેએલ રાહુલ 6 બોલમાં 2 ફોર સાથે 11 રન બનાવી બોલ્ટની ઓવરમાં કેચ આઉટ થયો. દિલ્હીએ 20 રને બીજી વિકેટ ગુમાવી.
- May 21, 2025 21:28 IST
IPL 2025 MI vs DC Live : દિલ્હી કેપિટલ્સને 181 રનનો પડકાર
આઈપીએલ 2025ની 62મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટે 180 રન બનાવી લીધા છે. દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 181 રનનો પડકાર મળ્યો છે. દિલ્હી તરફથી મુકેશ કુમારે સૌથી વધારે 2 વિકેટ ઝડપી.
- May 21, 2025 21:27 IST
IPL 2025 MI vs DC Live : સૂર્યકુમાર યાદવના અણનમ 73 રન
સૂર્યકુમાર યાદવના 43 બોલમાં 7 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 73 રન. નમન ધીરના 8 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 24 રન.
- May 21, 2025 21:17 IST
IPL 2025 MI vs DC Live : સૂર્યકુમાર યાદવની અડધી સદી
સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી. મુંબઈએ 18.5 ઓવરમાં 150 રન પુરા કર્યા.
- May 21, 2025 20:59 IST
IPL 2025 MI vs DC Live : હાર્દિક પંડ્યા આઉટ
હાર્દિક પંડ્યા 6 બોલમાં 3 રન બનાવી ચામીરાની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈ 123 રને પાંચમી વિકેટ ગુમાવી.
- May 21, 2025 20:57 IST
IPL 2025 MI vs DC Live : તિલક વર્મા 27 રને આઉટ
તિલક વર્મા 27 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 27 રને મુકેશ કુમારનો શિકાર બન્યો. મુંબઈએ 113 રને ચોથી વિકેટ ગુમાવી.
- May 21, 2025 20:41 IST
IPL 2025 MI vs DC Live : મુંબઈના 100 રન
મુંબઈ ઇન્ડિયન્સે 13.1 ઓવરમાં 100 રન પુરા કર્યા. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા રમતમાં છે.
- May 21, 2025 20:14 IST
IPL 2025 MI vs DC Live : રિકલ્ટન 25 રને આઉટ
વિલ જેક્સ 13 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 21 રને મુકેશ કુમારની ઓવરમાં કેચ આઉટ થયો. જ્યારે રિકલ્ટન 18 બોલમાં 2 સિક્સર સાથે 25 રને કુલદીપ યાદવનો શિકાર બન્યો. મુંબઈએ 58 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- May 21, 2025 19:49 IST
IPL 2025 MI vs DC Live : રોહિત શર્મા 5 રને આઉટ
રોહિત શર્મા 5 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી મુશ્તાફિઝુર રહેમાનની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 23 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- May 21, 2025 19:12 IST
IPL 2025 MI vs DC Live : દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અભિષેક પોરેલ, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, દુશમંથા ચામીરા, વિપ્રજ નિગમ, માધવ તિવારી, કુલદીપ યાદવ, મુસ્તાફિઝુર રહમાન, મુકેશ કુમાર.
- May 21, 2025 19:09 IST
IPL 2025 MI vs DC Live : મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન
રેયાન રિકેલ્ટન, રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડયા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.
- May 21, 2025 19:05 IST
IPL 2025 MI vs DC Live : દિલ્હીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2025ની 62મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે
- May 21, 2025 18:08 IST
IPL 2025 MI vs DC Live : મુંબઈ ઇન્ડિયન્સ વિ દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીની હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સનું પલડું ભારે છે. આઈપીએલમાં મુંબઈ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 36 મુકાબલા થયા છે. જેમાં 20 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિજય થયો છે. જ્યારે 16 મેચમાં દિલ્હી કેપિટલ્સનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં મુંબઈનો હાઈએસ્ટ સ્કોર 247 અને લોએસ્ટ સ્કોર 92 રન છે. જ્યારે દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર 257 છે અને લોએસ્ટ સ્કોર 66 રન છે.
- May 21, 2025 18:07 IST
IPL 2025 MI vs DC Live : મુંબઈ વિ દિલ્હી વચ્ચે મુકાબલો
આઈપીએલ 2025ની 62મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં મુંબઈ 12 મેચ રમ્યું છે. જેમાં 7 મેચમાં વિજય મેળવ્યો છે અને 5 મેચમાં પરાજય થયો છે. જ્યારે દિલ્હીનો 12 મેચમાંથી 6 મેચમાં વિજય થયો છે અને 5 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us