MI vs GT IPL 2025 Updates, Mumbai Indians vs Gujarat Titans: આઈપીએલ 2025માં ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે સામે 3 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા હતા. ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે ગુજરાતને 19 ઓવરમાં 147 રનનો પડકાર મળ્યો હતો. જે તેણે 7 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો. આ જીત સાથે ગુજરાત પોઇન્ટ ટેબલમાં નંબર વન બની ગયું છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
મુંબઈ ઇન્ડિયન્સ: રેયાન રિકલ્ટન, રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, કોરબીન બોચ, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, જોસ બટલર, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, સાંઇ કિશોર, અશરદ ખાન, મોહમ્મદ સિરાજ, ગેરાલ્ડ કોત્ઝે, પ્રસિદ્ધ ક્રિષ્ના.