MI vs PBKS IPL 2025 Updates, Mumbai Indians vs Punjab Kings: જોશ ઇંગ્લિશના 73 અને પ્રિયાંશ આર્યાના 62 રનની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2025માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટે 184 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 18.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે પંજાબ 19 પોઇન્ટ સાથે ટોચના સ્થાને પહોંચી ગયું છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
પંજાબ કિંગ્સ : પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઈંગ્લિશ, શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, કાયલે જેમિસન, માર્કો જેન્સન, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશક.
મુંબઈ ઈન્ડિયન્સ : રેયાન રિકેલ્ટન, રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડયા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.