/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/IPL-Live-Score-2025-MI-vs-SRH-.jpg)
IPL 2025 MI vs SRH : આઈપીએલ 2025, મુંબઈ વિ હૈદરાબાદ વચ્ચે મેચ
MI vs SRH IPL 2025 Updates, Mumbai Indians vs Sunrisers Hyderabad : વિલ જેક્સના ઓલરાઉન્ડર પ્રદર્શનની (36 રન અને 2 વિકેટ) મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 5 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 18.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
મુંબઈ ઇન્ડિયન્સ: રેયાન રિકલ્ટન, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, કર્ણ શર્મા, જસપ્રીત બુમરાહ.
સનરાઇઝર્સ હૈદરાબાદ : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી, ઇશાન મલિંગા.
- Apr 17, 2025 23:25 IST
IPL 2025 MI vs SRH Live : મુંબઈ ઇન્ડિયન્સનો વિજય
વિલ જેક્સના ઓલરાઉન્ડર પ્રદર્શનની (36 રન અને 2 વિકેટ) મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 5 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 18.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો છે. તિલક વર્માના 17 બોલમાં 2 ફોર સાથે અણનમ 21 રન.
- Apr 17, 2025 23:14 IST
IPL 2025 MI vs SRH Live : હાર્દિક પંડ્યાના 21 રન
હાર્દિક પંડ્યા 9 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 21 રન અને નમન ધીર 2 બોલમાં ખાતું ખોલાયા વિના મલિંગાનો શિકાર બન્યા.
- Apr 17, 2025 23:06 IST
IPL 2025 MI vs SRH Live : વિલ જેક્સ 36 રને આઉટ
સૂર્યકુમાર યાદવ 15 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 26 રને. જ્યારે વિલ જેક્સ 26 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 36 રને કમિન્સનો શિકાર બન્યા. મુંબઈએ 128 રને ચોથી વિકેટ ગુમાવી.
- Apr 17, 2025 22:32 IST
IPL 2025 MI vs SRH Live : મુંબઈના 100 રન
મુંબઈ ઇન્ડિયન્સે 10.4 ઓવરમાં 100 રન પુરા કર્યા. વિલ જેક્સ અને સૂર્યકુમાર યાદવ રમતમાં છે.
- Apr 17, 2025 22:27 IST
IPL 2025 MI vs SRH Live : રિકલ્ટન 31 રને આઉટ
રેયાન રિકલ્ટન 23 બોલમાં 5 ફોર સાથે 31 રન બનાવી હર્ષલ પટેલની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 69 રને બીજી વિકેટ ગુમાવી.
- Apr 17, 2025 22:04 IST
IPL 2025 MI vs SRH Live : રોહિત શર્મા 26 રને આઉટ
રોહિત શર્મા 16 બોલમાં 3 સિક્સર સાથે 26 રન બનાવી કમિન્સનો શિકાર બન્યો. મુંબઈએ 32 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Apr 17, 2025 21:21 IST
IPL 2025 MI vs SRH Live : મુંબઈ ઇન્ડિયન્સને 163 રનનો પડકાર
આઈપીએલ 2025ની 33મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 5 વિકેટે 162 રન બનાવી લીધા છે. મુંબઈ ઇન્ડિયન્સને જીતવા માટે 163 રનનો પડકાર મળ્યો છે. મુંબઈ તરફથી વિલ જેક્સે સૌથી વધારે 2 વિકેટ ઝડપી. બુમરાહ, હાર્દિક અને બોલ્ટે1-1 વિકેટ ઝડપી.
- Apr 17, 2025 21:18 IST
IPL 2025 MI vs SRH Live : અનિકેત વર્માના અણનમ 18 રન
અનિકેત વર્માના 8 બોલમાં 2 સિક્સર સાથે અણનમ 18 રન અને પેટ કમિન્સના 4 બોલમાં એક સિક્સર સાથે અણનમ 8 રન.
- Apr 17, 2025 21:17 IST
IPL 2025 MI vs SRH Live : હેનરિચ ક્લાસેન 37 રને બોલ્ડ
હેનરિચ ક્લાસેન 28 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 37 રને બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો.
- Apr 17, 2025 21:06 IST
IPL 2025 MI vs SRH Live : નીતિશ કુમાર રેડ્ડી આઉટ
નીતિશ કુમાર રેડ્ડી 21 બોલમાં 1 ફોર સાથે 19 રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો. હૈદરાબાદે 113 રને ચોથી વિકેટ ગુમાવી.
- Apr 17, 2025 20:50 IST
IPL 2025 MI vs SRH Live : હૈદરાબાદના 100 રન
સનરાઇઝર્સ હૈદરાબાદે 14.2 ઓવરમાં 100 રન પુરા કર્યા. નીતિશ કુમાર રેડ્ડી અને ક્લાસેન રમતમાં છે.
- Apr 17, 2025 20:32 IST
IPL 2025 MI vs SRH Live : ટ્રેવિસ હેડ 28 રને આઉટ
ટ્રેવિસ હેડ 29 બોલમાં 3 ફોર સાથે 28 રને વિલ જેક્સની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 82 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Apr 17, 2025 20:17 IST
IPL 2025 MI vs SRH Live : ઇશાન કિશન 2 રને આઉટ
ઇશાન કિશન 3 બોલમાં 2 રન બનાવી વિલ જેક્સની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો. હૈદરાબાદે 68 રને બીજી વિકેટ ગુમાવી.
- Apr 17, 2025 20:16 IST
IPL 2025 MI vs SRH Live : અભિષેક શર્મા 40 રને આઉટ
અભિષેક શર્મા 28 બોલમાં 7 ફોર સાથે 40 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં આઉટ થયો. હૈદરાબાદે 59 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Apr 17, 2025 19:37 IST
IPL 2025 MI vs SRH Live : અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ ઓપનિંગમાં ઉતર્યા
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ ઓપનિંગમાં ઉતર્યા. દીપક ચાહરની પ્રથમ ઓવરમાં 5 રન બનાવ્યા.
- Apr 17, 2025 19:14 IST
IPL 2025 MI vs SRH Live : સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી, ઇશાન મલિંગા.
- Apr 17, 2025 19:13 IST
IPL 2025 MI vs SRH Live : મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન
રેયાન રિકલ્ટન, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, કર્ણ શર્મા, જસપ્રીત બુમરાહ.
- Apr 17, 2025 19:06 IST
IPL 2025 MI vs SRH Live : મુંબઈએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2025ની 33મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
- Apr 17, 2025 18:54 IST
IPL 2025 MI vs SRH Live : મુંબઈ ઇન્ડિયન્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ
આઈપીએલમાં મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 23 મુકાબલા થયા છે. જેમાંથી 13 મેચમાં મુંબઈનો વિજય થયો છે જ્યારે 10 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં મુંબઈનો હાઈએસ્ટ સ્કોર 246 રન અને લોએસ્ટ સ્કોર 87 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 277 અને લોએસ્ટ સ્કોર 96 રન છે.
- Apr 17, 2025 18:53 IST
IPL 2025 MI vs SRH Live : મુંબઈ વિ હૈદરાબાદ વચ્ચે મેચ
આઈપીએલ 2025ની 33મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us