PBKS vs DC IPL 2025 Updates, Punjab Kings vs Delhi Capitals : આઈપીએલ 2025માં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ ફ્લડલાઇટની સમસ્યાને કારણે રદ કરવામાં આવી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ 8 મે (બુધવાર) ના રોજ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. આ મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી અને 10.1 ઓવરમાં 1 વિકેટે 122 રન બનાવી લીધા હતા.
બન્ને ટીમો આ પ્રમાણે છે
પંજાબ કિંગ્સ : પ્રિયાંશ આર્યા, પ્રભસિમરન સિંહ, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઈંગ્લિશ, શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લા ઉમરઝાઈ, માર્કો જેન્સન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.
દિલ્હી કેપિટલ્સ : ફાફ ડુ પ્લેસિસ, કેએલ રાહુલ, અભિષેક પોરેલ, સમીર રિઝવી , ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), માધવ તિવારી, મિશેલ સ્ટાર્ક, દુશમંથા ચામીરા, કુલદીપ યાદવ, ટી નટરાજન.





