આઈપીએલ 2025 : બોલરોનો તરખાટ, પંજાબે આઈપીએલનો સૌથી લોએસ્ટ સ્કોર ડિફેન્ડ કર્યો

PBKS vs KKR Score, Punjab Kings vs Kolkata Knight Riders IPL 2025 : પંજાબ કિંગ્સ 111 રનમાં ઓલઆઉટ. કોલકાતા નાઇટ રાઇડર્સ 95 રનમાં ઓલઆઉટ. પંજાબ કિંગ્સનો 16 રને વિજય. ચહલની 4 વિકેટ

PBKS vs KKR Score, Punjab Kings vs Kolkata Knight Riders IPL 2025 : પંજાબ કિંગ્સ 111 રનમાં ઓલઆઉટ. કોલકાતા નાઇટ રાઇડર્સ 95 રનમાં ઓલઆઉટ. પંજાબ કિંગ્સનો 16 રને વિજય. ચહલની 4 વિકેટ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL Live Score 2025 PBKS vs KKR, IPL Live Score 2025, PBKS vs KKR

IPL 2025 PBKS vs KKR : આઈપીએલ 2025, પંજાબ વિ કોલકાતા વચ્ચે મેચ

PBKS vs KKR IPL 2025 Updates, Punjab Kings vs Kolkata Knight Riders : ચહલ સહિત બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે લો સ્કોરિંગ મેચમાં 16 રને રોમાંચક વિજય મેળવ્યો છે. પંજાબ કિંગ્સે 15.3 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં કોલકાતા 15.1 ઓવરમાં 95 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. પંજાબે આઈપીએલના ઇતિહાસનો સૌથી નાનો સ્કોર ડિફેન્ડ કર્યો છે.

Advertisment

પંજાબ કિંગ્સ તરફથી ચહલે સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય જાન્સેને 3 વિકેટ, અર્શદીપ સિંહ, મેક્સવેલ અને બાર્ટલેટે 1-1 વિકેટ ઝડપી હતી.

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઇંગ્લિશ, નેહલ વાઢેરા, શશાંક સિંહ, ગ્લેન મેક્સવેલ, માર્કો જેન્સન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

કોલકાતા નાઈટ રાઈડર્સ : સુનીલ નારાયણ, ક્વિન્ટન ડી કોક, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, એનરિચ નોર્ત્જે, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.

Advertisment
  • Apr 15, 2025 23:16 IST

    IPL 2025 PBKS vs KKR Live : પંજાબ કિંગ્સ તરફથી ચહલે સૌથી વધારે 4 વિકેટ ઝડપી

    પંજાબે આઈપીએલના ઇતિહાસનો સૌથી નાનો સ્કોર ડિફેન્ડ કર્યો છે. પંજાબ કિંગ્સ તરફથી ચહલે સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય જાન્સેને 3 વિકેટ, અર્શદીપ સિંહ, મેક્સવેલ અને બાર્ટલેટે 1-1 વિકેટ ઝડપી હતી.



  • Apr 15, 2025 22:44 IST

    IPL 2025 PBKS vs KKR Live : પંજાબ કિંગ્સનો 16 રને રોમાંચક વિજય

    ચહલ સહિત બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે લો સ્કોરિંગ મેચમાં 16 રને રોમાંચક વિજય મેળવ્યો છે. પંજાબ કિંગ્સે 15.3 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં કોલકાતા 15.1 ઓવરમાં 95 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.



  • Apr 15, 2025 22:38 IST

    IPL 2025 PBKS vs KKR Live : વૈભવ અરોરા ખાતું ખોલાયા વિના આઉટ

    વૈભવ અરોરા 7 બોલમાં ખાતું ખોલાયા વિના અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો. કેકેઆરે 95 રને નવમી વિકેટ ગુમાવી.



  • Apr 15, 2025 22:24 IST

    IPL 2025 PBKS vs KKR Live : હર્ષિત રાણા 3 રને બોલ્ડ

    હર્ષિત રાણા 6 બોલમાં 3 રન બનાવી જાન્સેનની ઓવરમાં બોલ્ડ થયો. કેકેઆરે 79 રને આઠમી વિકેટ ગુમાવી.



  • Apr 15, 2025 22:16 IST

    IPL 2025 PBKS vs KKR Live : ચહલે 2 બોલમાં 2 વિકેટ ઝડપી

    રિંકુ સિંહ 9 બોલમાં 2 રન બનાવી ચહલની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો. રમનદીપ સિંહ પ્રથમ બોલે જ ચહલનો બીજો શિકાર બન્યો. કેકેઆરે 77 રને સાતમી વિકેટ ગુમાવી.



  • Apr 15, 2025 22:11 IST

    IPL 2025 PBKS vs KKR Live : અંગક્રિશ રઘુવંશી 37 રને આઉટ

    અંગક્રિશ રઘુવંશી 28 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 37 રને ચહલનો શિકાર બન્યો. વેંકટેશ ઐયર 4 બોલમાં 7 રને મેક્સવેલની ઓવરમાં એલબી આઉટ થયો. કેકેઆરે 74 રને પાંચમી વિકેટ ગુમાવી.



  • Apr 15, 2025 21:55 IST

    IPL 2025 PBKS vs KKR Live : રહાણે 17 રને આઉટ

    અજિંક્ય રહાણે 17 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 17 રને ચહલની ઓવરમાં એલબી આઉટ થયો. કેકેઆરે 62 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Apr 15, 2025 21:47 IST

    IPL 2025 PBKS vs KKR Live : કેકેઆરના 50 રન

    કોલકાતા નાઇટ રાઇડર્સે 5.5 ઓવરમાં 50 રન પુરા કર્યા. અજિંક્ય રહાણે અને અંગક્રિશ રઘુવંશી રમતમાં છે.



  • Apr 15, 2025 21:28 IST

    IPL 2025 PBKS vs KKR Live : કેકેઆરે 7 રનમાં 2 વિકેટ ગુમાવી

    સુનીલ નારાયણ 4 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી જાન્સેનની ઓવરમાં બોલ્ડ થયો. ક્વિન્ટોન ડી કોક 4 બોલમાં 2 રને બોર્ટલેટનો શિકાર બન્યો. કેકેઆરે 7 રનમાં 2 વિકેટ ગુમાવી.



  • Apr 15, 2025 21:00 IST

    IPL 2025 PBKS vs KKR Live : પંજાબ કિંગ્સ 111 રનમાં ઓલઆઉટ

    આઈપીએલ 2025ની 31મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે પંજાબ કિંગ્સ 15.3 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 112 રનનો પડકાર મળ્યો છે. કેકેઆર તરફથી હર્ષિત રાણાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણને 2-2 વિકેટ. જ્યારે અરોરા અને એનરિચ નોર્ત્જેને 1-1 વિકેટ મળી.



  • Apr 15, 2025 20:59 IST

    IPL 2025 PBKS vs KKR Live : શશાંક સિંહ 18 રને આઉટ

    શશાંક સિંહ 17 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 18 રને વૈભવ અરોરાની ઓવરમાં એલબી આઉટ થયો. ઝેવિયર બાર્ટલેટ 11 રને રન આઉટ થયો.



  • Apr 15, 2025 20:47 IST

    IPL 2025 PBKS vs KKR Live : પંજાબે 86 રને આઠમી વિકેટ ગુમાવી

    સૂર્યાંશ 4 બોલમાં 4 રન બનાવી અને માર્કો જેન્સન 2 બોલમાં 1 રને સુનીલ નારાયણનો શિકાર બન્યા. પંજાબે 86 રને આઠમી વિકેટ ગુમાવી.



  • Apr 15, 2025 20:24 IST

    IPL 2025 PBKS vs KKR Live : મેક્સવેલ 7 રને આઉટ

    પ્રભસિમરન સિંહ 15 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે 30 રને આઉટ. નેહલ વાઢેરા 9 બોલમાં 2 ફોર સાથે 10 રને આઉટ અને મેક્સવેલ 10 બોલમાં 1 ફોર સાથે 7 રને વરુણ ચક્રવર્તીની ઓવરમાં આઉટ થયો. પંજાબે 76 રને 6 વિકેટ ગુમાવી.



  • Apr 15, 2025 19:55 IST

    IPL 2025 PBKS vs KKR Live : જોસ ઇંગ્લિશ 2 રને બોલ્ડ

    જોશ ઇંગ્લિશ 6 બોલમાં 2 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં બોલ્ડ થયો. પંજાબે 42 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Apr 15, 2025 19:50 IST

    IPL 2025 PBKS vs KKR Live : શ્રેયસ ઐયર શૂન્ય રને આઉટ

    શ્રેયસ ઐયર 2 બોલમાં ખાતું ખોલાયા વિના હર્ષિત રાણાની ઓવરમાં આઉટ થયો. હર્ષિત રાણાએ એક ઓવરમાં પ્રિયાંશ અને શ્રેસસ ઐયરને આઉટ કર્યા.



  • Apr 15, 2025 19:48 IST

    IPL 2025 PBKS vs KKR Live : પ્રિયાંશ આર્યા 22 રને આઉટ

    પ્રિયાંશ આર્યા 12 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 22 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો. પંજાબે 39 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Apr 15, 2025 19:37 IST

    IPL 2025 PBKS vs KKR Live : પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યા ઓપનિંગમાં ઉતર્યા

    પંજાબ કિંગ્સ તરફથી પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યા ઓપનિંગમાં ઉતર્યા. વૈભવ અરોરાની પ્રથમ ઓવરમાં 4 રન બનાવ્યા.



  • Apr 15, 2025 19:17 IST

    IPL 2025 PBKS vs KKR Live : કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઇંગ ઇલેવન

    સુનીલ નારાયણ, ક્વિન્ટન ડી કોક, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, એનરિચ નોર્ત્જે, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.



  • Apr 15, 2025 19:12 IST

    IPL 2025 PBKS vs KKR Live : પંજાબ કિંગ્સ ઇલેવન

    પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઇંગ્લિશ, નેહલ વાઢેરા, શશાંક સિંહ, ગ્લેન મેક્સવેલ, માર્કો જેન્સન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.



  • Apr 15, 2025 19:03 IST

    IPL 2025 PBKS vs KKR Live : પંજાબે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2025ની 31મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ મુલ્લાનપુરના સ્ટેડિયમમાં રમાઇ રહી છે.



  • Apr 15, 2025 19:01 IST

    IPL 2025 PBKS vs KKR Live : પંજાબ કિંગ્સ વિ કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ

    આઈપીએલમાં પંજાબ અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 33 મુકાબલા થયા છે. જેમાંથી 21 મેચમાં કોલકાતાનો વિજય થયો છે જ્યારે 12 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં પંજાબનો હાઈએસ્ટ સ્કોર 262 રન અને લોએસ્ટ સ્કોર 119 રન છે. જ્યારે કોલકાતાનો હાઇએસ્ટ સ્કોર 261 અને લોએસ્ટ સ્કોર 109 રન છે.



  • Apr 15, 2025 19:00 IST

    IPL 2025 PBKS vs KKR Live : પંજાબ વિ કોલકાતા વચ્ચે મેચ

    આઈપીએલ 2025ની 31મી મેચમાં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ મુલ્લાનપુરના સ્ટેડિયમમાં રમાશે.



આઈપીએલ 2025 કોલકાતા નાઇટ રાઇડર્સ પંજાબ કિંગ ક્રિકેટ IPL સ્પોર્ટ્સ