RCB vs CSK IPL 2025 Updates, Royal Challengers Bengaluru vs Chennai Super Kings : રોમારિયો શેફર્ડ (અણનમ 53), વિરાટ કોહલી (62)અને જેકોબ બેથલની (55)અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2025માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 2 રને રોમાંચક વિજય મેળવ્યો છે. બેંગ્લોરે 20 ઓવરમાં 5 વિકેટે 213 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 5 વિકેટે 211 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે આરસીબીના 16 પોઇન્ટ થઇ ગયા છે.
ચેન્નઇ તરફથી આયુષ મ્હાત્રે (94) અને રવિન્દ્ર જાડેજા (અણનમ 77)એ લડાયક બેટિંગ કરી હતી પણ ટીમને જીત અપાવી શક્યા ન હતા.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: જેકોબ બેથલ, વિરાટ કોહલી, દેવદત્ત પડ્ડીકલ, રાજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા રોમરિઓ શેફર્ડ, ટિમ ડેવિડ, ક્રુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, લુંગી એનગિડી, યશ દલાલ.
ચેન્નઇ સુપર કિંગ્સ : શાઇક રાશિદ, આયુષ મ્હાત્રે, સેમ કરન, રવિન્દ્ર જાડેજા, ડેવલ્ડ બ્રેવિસ, દીપક હુડા, એમએસ ધોની (કેપ્ટન), અંશુલ કંબોજ, નૂર અહમદ, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.