RCB vs DC : આઈપીએલ 2025, કેએલ રાહુલની લડાયક બેટિંગ, દિલ્હી કેપિટલ્સનો સતત ચોથો વિજય

RCB vs DC Score, Royal Challengers Bengaluru vs Delhi Capitals IPL 2025 : કેએલ રાહુલના 53 બોલમાં 7 ફોર અને 6 સિક્સર સાથે અણનમ 93 રન. દિલ્હી કેપિટલ્સનો 6 વિકેટે વિજય

Written by Ashish Goyal
Updated : April 10, 2025 23:18 IST
RCB vs DC : આઈપીએલ 2025, કેએલ રાહુલની લડાયક બેટિંગ, દિલ્હી કેપિટલ્સનો સતત ચોથો વિજય
IPL Live Score 2025 RCB vs DC : આઈપીએલ 2025, બેંગલોર વિ દિલ્હી વચ્ચે મેચ

RCB vs DC IPL 2025 Updates, Royal Challengers Bengaluru vs Delhi Capitals: કેએલ રાહુલના લડાયક અણનમ 93 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. આરસીબીએ 20 ઓવરમાં 7 વિકેટે 163 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 17.5 ઓવરમાં 4 વિકેટે 169 રન બનાવી લીધા હતા. દિલ્હી કેપિટલ્સે સતત ચોથો વિજય મેળવ્યો છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

રોયલ ચેલેન્જર્સ બેંગલોર: વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.

દિલ્હી કેપિટલ્સ : જેક ફ્રેઝર-મેકગર્ક, ફાફ ડુ પ્લેસિસ, કેએલ રાહુલ, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર.

Live Updates

IPL Live Score 2025 RCB vs DC : દિલ્હી કેપિટલ્સનો 6 વિકેટે વિજય

કેએલ રાહુલના લડાયક અણનમ 93 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. આરસીબીએ 20 ઓવરમાં 7 વિકેટે 163 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 17.5 ઓવરમાં 4 વિકેટે 169 રન બનાવી લીધા હતા. દિલ્હી કેપિટલ્સે સતત ચોથો વિજય મેળવ્યો છે.

IPL Live Score 2025 RCB vs DC : કેએલ રાહુલના અણનમ 93 રન

કેએલ રાહુલના 53 બોલમાં 7 ફોર અને 6 સિક્સર સાથે અણનમ 93 રન. ટ્રિસ્ટન સ્ટબ્સના 23 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 38 રન.

IPL Live Score 2025 RCB vs DC : અક્ષર પટેલ 15 રને આઉટ

અક્ષર પટેલ 11 બોલમાં 2 ફોર સાથે 15 રન બનાવી સુયાશ શર્માની ઓવરમાં કેચ આઉટ થયો. અક્ષર પટેલે 58 રને ચોથી વિકેટ ગુમાવી.

IPL Live Score 2025 RCB vs DC : અભિષેક પોરેલ આઉટ

અભિષેક પોરેલ 7 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી ભુવનેશ્વર કુમારની ઓવરમાં કેચ આઉટ થયો. દિલ્હીએ 30 રને ત્રીજી વિકેટ ગુમાવી.

IPL Live Score 2025 RCB vs DC : મેકગર્ક આઉટ

જેક ફ્રેઝર-મેકગર્ક 6 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો.

IPL Live Score 2025 RCB vs DC : પ્લેસિસ 2 રને આઉટ

ફાફ ડુ પ્સેસિસ 7 બોલમાં 2 રન બનાવી યશ દયાલની ઓવરમાં કેચ આઉટ થયો. દિલ્હીએ 9 રને પ્રથમ વિકેટ ગુમાવી.

IPL Live Score 2025 RCB vs DC : દિલ્હી કેપિટલ્સને 164 રનનો પડકાર

આઈપીએલ 2025ની 24મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 20 ઓવરમાં 7 વિકેટે 163 રન બનાવી લીધા છે. દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 164 રનનો પડકાર મળ્યો છે.

IPL Live Score 2025 RCB vs DC : ડેવિડના અણનમ 37 રન

ટિમ ડેવિડ 20 બોલમાં 2 ફોર અને 4 સિક્સર સાથે 37 રને અણનમ. દિલ્હી તરફથી વિપ્રજ નિગમ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી.

IPL Live Score 2025 RCB vs DC : ક્રુણાલ પંડ્યા 18 રને આઉટ

ક્રુણાલ પંડ્યા 18 બોલમાં 1 ફોર સાથે 18 રન બનાવી આઉટ થયો. આરસીબીએ 125 રને સાતમી વિકેટ ગુમાવી.

IPL Live Score 2025 RCB vs DC : રજત પાટીદાર આઉટ

રજત પાટીદાર 23 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 25 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો. બેંગલોરે 117 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.

IPL Live Score 2025 RCB vs DC : જીતેશ શર્મા આઉટ

જીતેશ શર્મા 11 બોલમાં 3 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 102 રને પાંચમી વિકેટ ગુમાવી.

IPL Live Score 2025 RCB vs DC : આરસીબીના 100 રન

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 11.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.

IPL Live Score 2025 RCB vs DC : કોહલી 22 રને આઉટ

દેવદત્ત પડીક્કલ 8 બોલમાં 1, વિરાટ કોહલી 14 બોલમાં 1 ફોર અને 2 સિક્સર સાથે 22 અને લિવિંગસ્ટોન 4 રને આઉટ થયા. આરસીબીએ 91 રને ચોથી વિકેટ ગુમાવી.

IPL Live Score 2025 RCB vs DC : સોલ્ટ 37 રને આઉટ

ફિલ સોલ્ટ 17 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે 37 રને રન આઉટ થયો. આરસીબીએ 61 રને પ્રથમ વિકેટ ગુમાવી.

IPL Live Score 2025 RCB vs DC : સ્ટાર્કની એક ઓવરમાં 30 રન

ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીએ સ્ટાર્કની ઓવરમાં 30 રન ફટકાર્યા. આરસીબીએ 3 ઓવરમાં 50 રન પુરા કર્યા.

IPL Live Score 2025 RCB vs DC : કોહલી અને સોલ્ટ ઓપનિંગમાં ઉતર્યા

આરસીબી તરફથી વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ ઓપનિંગમાં ઉતર્યા. મિચેલ સ્ટાર્કની પ્રથમ ઓવરમાં 7 રન બનાવ્યા.

IPL Live Score 2025 RCB vs DC : દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન

જેક ફ્રેઝર-મેકગર્ક, ફાફ ડુ પ્લેસિસ, કેએલ રાહુલ, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર.

IPL Live Score 2025 RCB vs DC : રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઇંગ ઇલેવન

વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.

IPL Live Score 2025 RCB vs DC : રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિ દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં બેંગલોર અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 31 મુકાબલા થયા છે. જેમાંથી 19 મેચમાં બેંગલોરનો વિજય થયો છે જ્યારે 11 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં બેંગલોરનો હાઈએસ્ટ સ્કોર 215 અને લોએસ્ટ સ્કોર 137 રન છે. જ્યારે દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર 196 અને લોએસ્ટ સ્કોર 95 રન છે.

IPL Live Score 2025 RCB vs DC : બેંગલોર વિ દિલ્હી વચ્ચે મેચ

આઈપીએલ 2025ની 24મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ