RCB vs KKR : આઈપીએલ 2025, બેંગ્લોર વિ કોલકાતા મેચ વરસાદના કારણે રદ, કેકેઆરના અભિયાનનો અંત

RCB vs KKR Score, Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders IPL 2025 : વરસાદના કારણે ટોસ પણ થઇ શક્યો ન હતો અને મેચ રદ કરવામાં આવી હતી. આરસીબી અને કેકેઆર ટીમને 1-1 પોઇન્ટ મળ્યા છે.

Written by Ashish Goyal
Updated : May 17, 2025 23:01 IST
RCB vs KKR : આઈપીએલ 2025, બેંગ્લોર વિ કોલકાતા મેચ વરસાદના કારણે રદ, કેકેઆરના અભિયાનનો અંત
વરસાદના કારણે આરસીબી અને કેકેઆર વચ્ચેની મેચ વરસાદના કારણે રદ (તસવીર - આઈપીએલ)

RCB vs KKR IPL 2025 Updates, Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders : વરસાદના કારણે રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની આઈપીએલની 58મી મેચ રદ કરવામાં આવી છે. આ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રમાવાની હતી. જોકે વરસાદના કારણે ટોસ પણ થઇ શક્યો ન હતો અને મેચ રદ કરવામાં આવી હતી. બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા છે.

આ મેચ રદ થતા કોલકાતાને નુકસાન થયું છે. કોલકાતાના પ્લેઓફના અભિયાનનો અંત આવ્યો છે. કેકેઆરમા 13 મેચમાં 12 પોઇન્ટ છે હવે તેને ફક્ત એક મેચ રમવાની બાકી છે.

Live Updates

IPL 2025 RCB vs KKR Live : વરસાદના કારણે આરસીબી અને કેકેઆરની મેચ રદ

વરસાદના કારણે રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની આઈપીએલની 58મી મેચ રદ કરવામાં આવી છે. આ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રમાવાની હતી. જોકે વરસાદના કારણે ટોસ પણ થઇ શક્યો ન હતો અને મેચ રદ કરવામાં આવી હતી. બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા છે.

આ મેચ રદ થતા કોલકાતાને નુકસાન થયું છે. કોલકાતાના પ્લેઓફના અભિયાનનો અંત આવ્યો છે. કેકેઆરમા 13 મેચમાં 12 પોઇન્ટ છે હવે તેને ફક્ત એક મેચ રમવાની બાકી છે.

IPL 2025 RCB vs KKR Live : મેચ વરસાદના કારણે રદ થાય તેવી સંભાવના

બેંગ્લોરમાં વરસાદ વધી ગયો છે. આરસીબી અને કોલકાતા વચ્ચેની મેચ વરસાદના કારણે રદ થાય તેવી સંભાવના છે.

IPL 2025 RCB vs KKR Live : સ્ટેન્ડમાં સફેદ જર્સીમાં ઘણા લોકો જોવા મળી રહ્યા છે

બેંગ્લોરમાં હજુ હળવો વરસાદ વરસી રહ્યો છે. આઉટફિલ્ડ પર પાણી છે પણ સબએયર ડ્રેનજ સિસ્ટમના કારણે તેને સુકી જવામાં વાર નહીં લાગે. સ્ટેન્ડમાં સફેદ જર્સીમાં ઘણા લોકો જોવા મળી રહ્યા છે. તેનું કારણ વિરાટ કોહલીનું ટેસ્ટમાં નિવૃત્તિ જાહેર કરવાનું છે.

IPL 2025 RCB vs KKR Live : વરસાદના કારણે ટોસમાં વિલંબ

આઈપીએલ 2025માં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચમાં વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો છે.

IPL 2025 RCB vs KKR Live : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીની હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો કોલકાતા નાઇટ રાઇડર્સનું પલડું ભારે છે. આઈપીએલમાં આરસીબી અને કેકેઆર વચ્ચે અત્યાર સુધીમાં 35 મુકાબલા થયા છે. જેમાં 20 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. જ્યારે 15 મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં કેકેઆરનો હાઈએસ્ટ સ્કોર 222 છે અને લોએસ્ટ સ્કોર 84 રન છે. જ્યારે આરસીબીનો હાઇએસ્ટ સ્કોર 221 અને લોએસ્ટ સ્કોર 49 રન છે.

IPL 2025 RCB vs KKR Live : આરસીબીનો 11 મેચમાંથી 8 માં વિજય

આઈપીએલની 58મી મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં બેંગ્લોર 11 મેચ રમ્યું છે. જેમાં 8 મેચમાં વિજય મેળવ્યો છે અને 3 મેચમાં પરાજય થયો છે. જ્યારે કોલકાતાનો 12 મેચમાંથી 5 મેચમાં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે.

IPL 2025 RCB vs KKR Live : એક સપ્તાહ પછી આઈપીએલ 2025 ફરી એક વખત શરુ

આઈપીએલ 2025 ફરી એક વખત શરુ થઇ રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવના કારણે એક સપ્તાહ માટે સ્થગિત થઇ હતી. આઈપીએલની 58મી મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 17 મે ના રોજ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ