RCB vs PBKS IPL 2025 Updates, Royal Challengers Bengaluru vs Punjab Kings : બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. બેંગ્લોરે 14 ઓવરમાં 9 વિકેટે 95 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સે 12.1 ઓવરમાં 5 વિકેટે 98 રન બનાવી લીધા હતા. વરસાદના કારણે મેચ 14-14 ઓવરની રમાડવામાં આવી હતી. આરસીબીનો હોમગ્રાઉન્ડ પર સતત ત્રીજો પરાજય થયો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
પંજાબ કિંગ્સ : પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઇંગ્લિશ, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કોસ સ્ટોઇનિસ, માર્કો જેન્સન, ઝેવિયર બાર્ટલેટ, હરપ્રીત બરાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : ફિલિપ સોલ્ટ, વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, યશ દયાલ.