RR vs LSG IPL 2025 Updates, Rajasthan Royals vs Lucknow Super Giants: એડન માર્કરામ (66) અને આયુષ બડોનીની (50) અડધી સદી બાદ અવેશ ખાનની શાનદાર બોલિંગની (3 વિકેટ) મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2025માં રાજસ્થાન રોયલ્સ સામે 2 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. લખનઉએ 20 ઓવરમાં 5 વિકેટે 180 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 5 વિકેટે 178 રન બનાવી શક્યું હતું.
રાજસ્થાનને અંતિમ ઓવરમાં જીતવા માટે 6 બોલમાં ફક્ત 9 રનની જરૂર હતી. જોકે અવેશ ખાને શાનદાર બોલિંગ કરીને લખનઉને જીત અપાવી હતી.
રાજસ્થાન રોયલ્સ ઇનિંગ્સ
-અવેશ ખાને સૌથી વધારે 3 વિકેટ ઝડપી. શાર્દુલ ઠાકુર અને માર્કરામને 1-1 વિકેટ મળી.
-ધ્રુવ જુરેલના 5 બોલમાં અણનમ 6 રન અને શુભમ દુબેના 3 બોલમાં અણનમ 3 રન.
-શિમરોન હેટમાયર 7 બોલમાં 2 ફોર સાથે 12 રને અવેશ ખાનનો શિકાર બન્યો.
-રિયાન પરાગ 26 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 39 રને અવેશ ખાનની ઓવરમાં એલબી આઉટ થયો.
-યશસ્વી જયસ્વાલ 52 બોલમાં 5 ફોર અને 4 સિક્સર સાથે 74 રને અવેશ ખાનની ઓવરમાં બોલ્ડ.
-રાજસ્થાન રોયલ્સે 11.1 ઓવરમાં 100 રન પુરા કર્યા
-નીતિશ રાણા 7 બોલમાં 1 સિક્સર સાથે 8 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરરમાં કેચ આઉટ થયો.
-યશસ્વી જયસ્વાલે 31 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-વૈભવ સૂર્યવંશી 20 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે 34 રન બનાવી માર્કરામની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો.
-રાજસ્થાન રોયલ્સે 4.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.
આ પણ વાંચો – ગુજરાત ટાઇટન્સે પોતાનો હાઇએસ્ટ રન ચેઝ કર્યો, જીત સાથે પોઇન્ટ ટેબલમાં નંબર વન
લખનઉ સુપર જાયન્ટ્સ ઇનિંગ્સ
-રાજસ્થાન તરફથી હસરંગાએ સૌથી વધારે 2 વિકેટ ઝડપી.
-લખનઉ સુપર જાયન્ટ્સના 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 180 રન.
-અબ્દુલ સમદના 10 બોલમાં 4 સિક્સર સાથે અણનમ 30 રન. મિલરના 8 બોલમાં અણનમ 7 રન.
-આયુષ બદોની 34 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 50 રને દેશપાંડેનો શિકાર બન્યો
-એડન માર્કરામ 45 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે 66 રન બનાવી હસરંગાની ઓવરમાં કેચ આઉટ.
-લખનઉ સુપર જાયન્ટ્સે 11.3 ઓવરમાં 100 રન પુરા કર્યા
-એડન માર્કરામે 31 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ઋષભ પંત 9 બોલમાં 3 રન બનાવી હસરંગાની ઓવરમાં કેચ આઉટ થયો.
-નિકોલસ પૂરન 8 બોલમાં 2 ફોર સાથે 11 રન બનાવી સંદીપ શર્માની ઓવરમાં એલબી આઉટ થયો.
-મિચેલ માર્શ 6 બોલમાં 4 રન બનાવી આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો.
-લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, શુભમ દુબે, રિયાન પરાગ (કેપ્ટન), નીતીશ રાણા, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષાના, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.
લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, ઋષભ પંત (કેપ્ટન), ડેવિડ મિલર, અબ્દુલ સમદ, રવિ બિશ્નોઇ, શાર્દુલ ઠાકુર, પ્રિન્સ યાદવ, અવેશ ખાન, દિગ્વેશ રાઠી.