/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/IPL-Live-Score-2025-RR-vs-MI.jpg)
IPL 2025 RR vs MI : આઈપીએલ 2025, રાજસ્થાન વિ મુંબઈ વચ્ચે મેચ
RR vs MI IPL 2025 Updates, Rajasthan Royals vs Mumbai Indians : રેયાન રિકલ્ટન (61) અને રોહિત શર્માની અડધી સદી (53) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2025માં રાજસ્થાન રોયલ્સ સામે 100 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. મુંબઈએ 20 ઓવરમાં 2 વિકેટે 217 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 16.1 ઓવરમાં 117 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે મુંબઈ 14 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. બીજી તરફ રાજસ્થાનના અભિયાનનો અંત આવ્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, નીતિશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, કુમાર કાર્તિકેયા, મહેશ તિક્ષાના, આકાશ મધવાલ, ફઝલાક ફારુકી.
મુંબઈ ઇન્ડિયન્સ: રેયાન રિકલ્ટન, રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, કોરબીન બોચ, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.
- May 01, 2025 23:25 IST
IPL 2025 RR vs MI Live : મુંબઈ ઇન્ડિયન્સનો 100 રને વિજય
રેયાન રિકલ્ટન (61) અને રોહિત શર્માની અડધી સદી (53) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2025માં રાજસ્થાન રોયલ્સ સામે 100 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. મુંબઈએ 20 ઓવરમાં 2 વિકેટે 217 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 16.1 ઓવરમાં 117 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે મુંબઈ 14 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. બીજી તરફ રાજસ્થાનના અભિયાનનો અંત આવ્યો છે.
- May 01, 2025 23:17 IST
IPL 2025 RR vs MI Live : જોફ્રા આર્ચર 30 રને આઉટ
જોફ્રા આર્ચર 27 બોલમાં 2 ફોર અને 2 સિક્સરની મદદથી 30 રને બોલ્ટની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 01, 2025 22:33 IST
IPL 2025 RR vs MI Live : ધ્રુવ જુરેલ 11 રને આઉટ
ધ્રુવ જુરેલ 11 બોલમાં 1 સિક્સર સાથે 11 રન બનાવી કર્ણ શર્માની ઓવરમાં કેચ આઉટ થયો. રાજસ્થાને 76 રને સાતમી વિકેટ ગુમાવી.
- May 01, 2025 22:23 IST
IPL 2025 RR vs MI Live : શુભમ દુબે 15 રને આઉટ
ઇમ્પેક્ટ પ્લેયર શુભમ દુબે 9 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 15 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો. રાજસ્થાને 64 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.
- May 01, 2025 22:11 IST
IPL 2025 RR vs MI Live : બુમરાહે એક ઓવરમાં 2 વિકેટ ઝડપી
નીતિશ રાણા 11 બોલમાં 2 ફોર સાથે 9 રને બોલ્ટનો શિકાર બન્યો. જ્યારે રિયાન પરાગ 8 બોલમાં 3 ફોર સાથે 16 રને બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો. હેટમાયર ખાલ કમાલ ન કરી શકતા પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના બુમરાહનો બીજો શિકાર બન્યો.
- May 01, 2025 21:48 IST
IPL 2025 RR vs MI Live : જયસ્વાલ 13 રને આઉટ
યશસ્વી જયસ્વાલ 6 બોલમાં 2 સિક્સર સાથે 13 રન બનાવી બોલ્ટની ઓવરમાં બોલ્ડ થયો. રાજસ્થાને 18 રને બીજી વિકેટ ગુમાવી.
- May 01, 2025 21:43 IST
IPL 2025 RR vs MI Live : વૈભવ સૂર્યવંશી ખાતું ખોલાયા આઉટ
વૈભવ સૂર્યવંશી 2 બોલમાં ખાતું ખોલાયા વિના દીપક ચાહરની ઓવરમાં કેચ આઉટ થયો. રાજસ્થાને 1 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- May 01, 2025 21:23 IST
IPL 2025 RR vs MI Live : રાજસ્થાન રોયલ્સને 218 રનનો પડકાર
આઈપીએલ 2025ની 50મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 2 વિકેટે 217 રન બનાવી લીધા છે. રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 218 રનનો પડકાર મળ્યો છે.
- May 01, 2025 21:22 IST
IPL 2025 RR vs MI Live : સૂર્યકુમાર યાદવના અણનમ 48 રન
હાર્દિક પંડ્યાના 23 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 48 રન. જ્યારે સૂર્યકુમાર યાદવના 23 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 48 રન.
- May 01, 2025 21:12 IST
IPL 2025 RR vs MI Live : મુંબઈના 200 રન
મુંબઈ ઇન્ડિયન્સે 18.2 ઓવરમાં 200 રન પુરા કર્યા. સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા રમતમાં છે.
- May 01, 2025 20:40 IST
IPL 2025 RR vs MI Live : રોહિત શર્મા 53 રને આઉટ
રોહિત શર્મા 36 બોલમાં 9 ફોર સાથે 53 રન બનાવી રિયાન પરાગની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 01, 2025 20:39 IST
IPL 2025 RR vs MI Live : રિકલ્ટન 61 રને બોલ્ડ
રેયાન રિકલ્ટન 38 બોલમાં 7 ફોર અને 3 સિક્સર સાથે 61 રન બનાવી મહેશ તિક્ષાનાની ઓવરમાં બોલ્ડ થયો. મુંબઈએ 116 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- May 01, 2025 20:38 IST
IPL 2025 RR vs MI Live : રોહિત શર્માની અડધી સદી
રોહિત શર્માએ 31 બોલમાં 9 ફોર સાથે અડધી સદી ફટકારી. મુંબઈ ઇન્ડિયન્સે 10.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- May 01, 2025 20:19 IST
IPL 2025 RR vs MI Live : રિકલ્ટનની અડધી સદી
રેયાન રિકલ્ટને 29 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- May 01, 2025 20:09 IST
IPL 2025 RR vs MI Live : મુંબઈના પાવરપ્લેમાં 58 રન
મુંબઈ ઇન્ડિયન્સે પાવરપ્લેમાં 58 રન બનાવ્યા. આ પહેલા 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા હતા. રેયાન રિકલ્ટન અને રોહિત શર્મા રમતમાં છે.
- May 01, 2025 19:46 IST
IPL 2025 RR vs MI Live : રિકલ્ટન અને રોહિત શર્મા ઓપનિંગમાં ઉતર્યા
મુંબઈ ઇન્ડિયન્સના રેયાન રિકલ્ટન અને રોહિત શર્મા ઓપનિંગમાં ઉતર્યા. જોફ્રા આર્ચરની પ્રથમ ઓવરમાં 2 રન બનાવ્યા.
- May 01, 2025 19:17 IST
IPL 2025 RR vs MI Live : મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન
રેયાન રિકલ્ટન, રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, કોરબીન બોચ, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.
- May 01, 2025 19:16 IST
IPL 2025 RR vs MI Live : રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, નીતિશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, કુમાર કાર્તિકેયા, મહેશ તિક્ષાના, આકાશ મધવાલ, ફઝલાક ફારુકી.
- May 01, 2025 19:07 IST
IPL 2025 RR vs MI Live : રાજસ્થાને ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2025ની 50મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
- May 01, 2025 18:43 IST
IPL 2025 RR vs MI Live : રાજસ્થાન રોયલ્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં રાજસ્થાન અને મુંબઈ વચ્ચે હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો મુંબઈનું પલડું ભારે છે. આઈપીએલમાં રાજસ્થાન અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 30 મુકાબલા થયા છે. જેમાંથી 15 મેચમાં મુંબઈનો વિજય થયો છે જ્યારે 14 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. એક મેચ રદ થઇ હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં રાજસ્થાનનો હાઈએસ્ટ સ્કોર 212 અને લોએસ્ટ સ્કોર 90 રન છે. જ્યારે મુંબઈનો હાઇએસ્ટ સ્કોર 214 અને લોએસ્ટ સ્કોર 92 રન છે.
- May 01, 2025 18:43 IST
IPL 2025 RR vs MI Live : રાજસ્થાન વિ મુંબઈ વચ્ચે મેચ
આઈપીએલ 2025ની 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં રાજસ્થાન 10 મેચ રમ્યું છે. જેમાં 3 મેચમાં વિજય મેળવ્યો છે અને 7 મેચમાં પરાજય થયો છે. જ્યારે મુંબઈનો 10 મેચમાંથી 6 મેચમાં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us