SRH vs MI IPL 2025 Updates, Sunrisers Hyderabad vs Mumbai Indians : ટ્રેન્ટ બોલ્ટની (4 વિકેટ)શાનદાર બોલિંગ પછી રોહિત શર્માના 70 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 143 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 15.4 ઓવરમાં 3 વિકેટે 146 રન બનાવી લીધા હતા. મુંબઈ સતત ચોથો વિજય મેળવીમે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઇ છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
સનરાઇઝર્સ હૈદરાબાદ : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, ઇશાન મલિંગા.
મુંબઈ ઇન્ડિયન્સ: રેયાન રિકલ્ટન, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, વિગ્નેશ પુથુર.