SRH vs PBKS : હૈદરાબાદમાં અભિષેક શર્માનું રનોનું વાવાઝોડું, 55 બોલમાં 14 ફોર, 10 સિક્સર સાથે 141 રન

SRH vs PBKS Score, Sunrisers Hyderabad vs Punjab Kings IPL 2025 : અભિષેક શર્માના 55 બોલમાં 14 ફોર અને 10 સિક્સરની મદદથી 141 રન, હાઇસ્કોરિંગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો પંજાબ કિંગ્સ સામે 8 વિકેટે વિજય. સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલના ઇતિહાસનો બીજો સૌથી મોટો રન ચેઝ કર્યો

SRH vs PBKS Score, Sunrisers Hyderabad vs Punjab Kings IPL 2025 : અભિષેક શર્માના 55 બોલમાં 14 ફોર અને 10 સિક્સરની મદદથી 141 રન, હાઇસ્કોરિંગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો પંજાબ કિંગ્સ સામે 8 વિકેટે વિજય. સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલના ઇતિહાસનો બીજો સૌથી મોટો રન ચેઝ કર્યો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL Live Score 2025 SRH vs PBKS, IPL 2025, SRH vs PBKS

IPL 2025 SRH vs PBKS : આઈપીએલ 2025, હૈદરાબાદ વિ પંજાબ વચ્ચે મેચ

SRH vs PBKS IPL 2025 Updates, Sunrisers Hyderabad vs Punjab Kings: અભિષેક શર્માના 55 બોલમાં 141 રન અને ટ્રેવિસ હેડના 66 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2025માં પંજાબ કિંગ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. પંજાબે 20 ઓવરમાં 6 વિકેટે 245 રન બનાવ્યા હતા જવાબમાં હૈદરાબાદે 18.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

Advertisment

સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલના ઇતિહાસનો બીજો સૌથી મોટો રન ચેઝ કર્યો

સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલના ઇતિહાસનો બીજો સૌથી મોટો રન ચેઝ કર્યો છે. આઈપીએલના ઇતિહાસનો સૌથી મોટો રન ચેઝ પંજાબ કિંગ્સના નામે હતો. ટીમે ગયા વર્ષે કોલકાતામાં કેકેઆર સામે 262 રન ચેઝ કર્યા હતા. ખાસ વાત એ છે કે ત્યારે કોલકાતાના કેપ્ટન પણ શ્રેયસ ઐયર જ હતો. એટલે કે આઈપીએલના ઇતિહાસના 2 સૌથી સફળ રન ચેઝ શ્રેયસ ઐયરની કેપ્ટનશિપ વાળી ટીમ સામે થયા છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ ઇનિંગ્સ

-હેનરિચ ક્લાસેનના 14 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 21 રન, ઇશાન કિશનના અણનમ 9 રન.

-અભિષેક શર્મા 55 બોલમાં 14 ફોર અને 10 સિક્સરની મદદથી 141 રને અર્શદીપ સિંહનો શિકાર બન્યો.

Advertisment

--સનરાઇઝર્સ હૈદરાબાદે 14.5 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-અભિષેક શર્માએ 40 બોલમાં 11 ફોર અને 6 સિક્સરની મદદથી સદી ફટકારી.

-ટ્રેવિસ હેડ 37 બોલમાં 9 ફોર અને 3 સિક્સરની મદદથી 66 રને ચહલની ઓવરમાં કેચ આઉટ થયો.

-ટ્રેવિસ હેડે 31 બોલમાં 8 ફોર અને 2 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

-સનરાઇઝર્સ હૈદરાબાદે 7.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-અભિષેક શર્માએ 19 બોલમાં 7 ફોર અને 3 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

-સનરાઇઝર્સ હૈદરાબાદે 3.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.

આ પણ વાંચો - આઈપીએલ 2025, હૈદરાબાદ વિ પંજાબ હેડ ટુ હેડ રેકોર્ડ, જુઓ રસપ્રદ ફેક્ટ

પંજાબ કિંગ્સ ઇનિંગ્સ

-હૈદરાબાદ તરફથી હર્ષલ પટેલે 4 વિકેટ ઝડપી. જ્યારે ઇશાન મલિંગાને 2 વિકેટ મળી.

-સ્ટોઇનિસના 11 બોલમાં 1 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 34 રન. જાન્સેનના અણનમ 5 રન.

-શ્રેયસ ઐયર 36 બોલમાં 6 ફોર અને 6 સિક્સર સાથે 82 રને હર્ષલ પટેલનો ચોથો શિકાર બન્યો.

-મેક્સવેલ ફરી ફ્લોપ સાબિત થયો. 7 બોલમાં 3 રન બનાવી હર્ષલ પટેલની ઓવરમાં બોલ્ડ થયો.

-પંજાબ કિંગ્સે 16.5 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-શશાંક સિંહ 3 બોલમાં 2 રન બનાવી હર્ષલ પટેલનો શિકાર બન્યો.

-શ્રેયસ ઐયરે 22 બોલમાં 2 ફોર અને 5 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

-નેહલ વાઢેરા 22 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 27 રને મલિંગાની ઓવરમાં એલબી આઉટ.

-પ્રભસિમરન સિંહ 23 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 42 રને મલિંગાની ઓવરમાં કેચ આઉટ થયો

-પંજાબ કિંગ્સે 8.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-પ્રિયાંશ આર્યા 13 બોલમાં 2 ફોર અને 4 સિક્સર સાથે 36 રને હર્ષલ પટેલની ઓવરમાં આઉટ થયો.

-પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, માર્કો જેન્સન, લોકી ફર્ગ્યુશન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

સનરાઇઝર્સ હૈદરાબાદ : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, ઇશાન મલિંગા, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી.

આઈપીએલ 2025 સનરાઇઝર્સ હૈદરાબાદ પંજાબ કિંગ ક્રિકેટ IPL સ્પોર્ટ્સ