IPL 2025 Auction : આઈપીએલ 2025ની હરાજી 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં અબાદી અલ-જૌહર એરેનામાં થશે. આ બે દિવસીય મેગા ઇવેન્ટનો પ્રારંભ રવિવારે 24 નવેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે (ભારતીય સમયાનુસાર) થશે. આ કાર્યક્રમ 25 નવેમ્બરને સોમવારથી તે જ સમયે (3 વાગ્યાથી) શરૂ થશે. આ બીજી વખત હશે . ભારતમાં ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ બ્રોડકાસ્ટ જોઈ શકે છે, જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ જિયોસિનેમા એપ્લિકેશન અને વેબસાઇટ પર ઉપલબ્ધ હશે.
આઈપીએલ 2025 હરાજી માટે કુલ 574 ખેલાડીઓની પસંદગી કરાઇ
આઇપીએલ 2025ની હરાજી માટે કુલ 574 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે જેમની હરાજી થશે. જેમાં 366 ભારતીય અને 208 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ હરાજીમાં 48 કેપ્ડ ભારતીય ખેલાડીઓ, 193કેપ્ડ વિદેશી ખેલાડીઓ, 3 સહયોગી ખેલાડીઓ, 318 અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ અને 12 અનકેપ્ડ ઓવરસીઝ ખેલાડીઓ ભાગ લેશે.
મહત્તમ 204 સ્લોટ ખાલી
દરેક ટીમમાં વધુમાં વધુ 25 અને ઓછામાં ઓછા 18 ખેલાડીઓ હોઈ શકે છે. એટલે કે 10 ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ 250 ખેલાડીઓને ખરીદી શકે છે. તમામ 10 ફ્રેન્ચાઈઝીએ કુલ મળીને 46 ખેલાડીઓને રિટેન કરી દીધા છે. આનો અર્થ એ છે કે મહત્તમ 204 સ્લોટ ખાલી છે.
ગુજરાત ટાઇટન્સે આ ખેલાડીઓને રિટેન કર્યા
ગુજરાત ટાઇટન્સે રાશિદ ખાન (રુપિયા 18 કરોડ), શુભમન ગિલ (રુપિયા 14 કરોડ), સાંઇ સુદર્શન (રુપિયા 11 કરોડ), રાહુલ તેવટિયા (રુપિયા 4 કરોડ) અને શાહરૂખ ખાન (રુપિયા 4 કરોડ) સહિત 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. એટલે કે તે હજુ 20 ખેલાડીઓ ખરીદી શકે છે. દરેક ટીમને પર્સમાં 120 કરોડ રૂપિયા મળે છે. ગુજરાત ટાઇટન્સે 5 ખેલાડીઓને રિટેન કર્યા પછી તેની પાસે હવે પર્સમાં 69 કરોડ રૂપિયા રહ્યા છે.
આ પણ વાંચો – IPL 2025: આઈપીએલમાં ખેલાડીઓની હરાજી કરાવનાર મહિલા કોણ છે, તેની નેટવર્થ કેટલી?
ગુજરાત આવી બનાવી શકે છે ટીમ
ગુજરાત પાસે હાલમાં એક ઓપનર બે બેટ્સમેન અને બે બોલર છે. ગુજરાત ઓપનર તરીકે કેએલ રાહુલ કે જોશ બટલરને સામેલ કરી શકે છે. આ બન્ને વિકેટકિપિંગ પણ કરે છે જેથી ટીમને ઓપનર સાથે વિકેટકિપરની શોધ પણ પુરી થઇ જશે. જો તે સ્પેશ્યલ વિકેટકિપને લેવા માંગ તો ઋષભ પંતને પણ ખરીદી શકે છે.
મિડલ ઓર્ડરમાં ટીમ પાસે સારા ખેલાડી નથી. જેમાં તે ગ્લેન મેક્સવેલ, કેન વિલિયમ્સન, ક્રુણાલ પંડ્યાને ખરીદી શકે છે. એલરાઉન્ડર તરીકે ટીમ પાસેથી પહેલા જ સાંઇ સુદર્શન અને શાહરુખ ખાન છે. તે સ્ટોઇનિસ જેવા વધુ એક ઓલરાઉન્ડર ખરીદી શકે છે. સ્પિનર તરીકે તેની પાસે સ્ટાર સ્પિનર રાશિદ ખાન છે. આ સિવાય તે અશ્વિન કે ચહલને પણ ખરીદી શકે છે. ફાસ્ટ બોલરમાં મોહમ્મદ શમીને ફરી ટીમ સાથે જોડી શકે છે. આ સિવાય ભુવનેશ્વર કુમાર, મુકેશ કુમાર, જોશ હેઝલવુડ કે ટ્રેન્ટ બોલ્ટને પણ ખરીદી શકે છે.
તો ગુજરાત ટાઇટન્સની ટીમ આવી બનશે
- ઓપનર – શુભમન ગિલ (રિટેન)
- ઓપનર – કેએલ રાહુલ (સંભવિત)
- મિડલ ઓર્ડર – કેન વિલિયન્સન (સંભવિત)
- મિડલ ઓર્ડર – ગ્લેન મેક્સવેલ (સંભવિત)
- મિડલ ઓર્ડર – ક્રુણાલ પંડ્યા (સંભવિત)
- વિકેટકિપર – ઋષભ પંત (સંભવિત)
- ઓલરાઉન્ડર – સાંઇ સુદર્શન (રિટેન)
- ઓલરાઉન્ડર- શાહરુખ ખાન (રિટેન)
- સ્પિનર – રાશિદ ખાન (રિટેન)
- ફાસ્ટ બોલર – રાહુત તેવાટિયા (રિટેન)
- ફાસ્ટ બોલર – મોહમ્મદ શમી (સંભવિત)