IPL Mega Auction 2025: આઈપીએલ 2025 ઓક્શન બહુ રોમાંચક રહેશે અને તેમાં કોઈ શંકા નથી. આ વખતે ફરી એકવાર તમામ 10 આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓ પોતપોતાની ટીમોને નવેસરથી તૈયાર કરશે અને ખેલાડીઓ માટે આક્રમક બોલી લગાવશે. જોકે આઇપીએલ 2025 માટે દરેક ફ્રેન્ચાઇઝીએ કેટલાક ખેલાડીઓને રિટેન કર્યા છે, પરંતુ દરેક ટીમમાં ખેલાડીઓની સંખ્યા 25 છે અને તમામ ટીમો આટલા બધા ખેલાડીઓને મળવા માટે એડી ચોટીનું જોર લગાવતી જોવા મળશે.
IPL Auction 2025 : 5 ટીમ પાસે કેપ્ટન નથી
આઇપીએલ ઓક્શન 2025માં ભાગ લેનારી 10 ફ્રેન્ચાઇઝી ટીમ માંથી 5 ટીમ પાસે કેપ્ટન નથી. આ વખતે જે આઈપીએલ ટીમ પાસે કેપ્ટન નથી તેમાં દિલ્હી કેપિટલ્સ, કેકેઆર, આરસીબી, લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સનો સમાવેશ થાય છે.
આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સે તેના કેપ્ટન રિષભ પંતને રિટેન કર્યો નથી, જ્યારે કેકેઆરે આઇપીએલ 2024માં ટીમને વિજેતા બનાવનારા કેપ્ટન શ્રેયસ ઐયરને રિટેન કર્યો નથી. આ ઉપરાંત આરસીબી તરફથી ફાફ ડુપ્લેસિસ, લખનઉ ટીમ માંથી કેએલ રાહુલ અને પંજાબ કિંગ્સ તરફથી શિખર ધવનને મુક્ત કરવામાં આવ્યા હતા. હવે આ પાંચેય આઈપીએલ ટીમને કેપ્ટનની તલાશમાં હશે અને આ માટે તે તમામ વચ્ચે જબરજસ્ત સ્પર્ધા જોવા મળશે.
આઈપીએલ 2025 માટે જે ટીમો પાસે કેપ્ટન નથી તેમની પાસે વિકલ્પોની કોઈ કમી નથી, આવી સ્થિતિમાં કેટલાક ખેલાડીઓ કે જેઓ કેપ્ટન મટિરિયલ છે તેમના નામે માટે બોલી લગાવવામાં આવે તેવી સંભાવના છે અને તેમને લોટરી લાગી શકે છે. આ ખેલાડીઓમાં રિષભ પંત, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, જોસ બટલર, એડન માર્કરામ, ડેવિડ વોર્નર જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
જેમા રિષભ પંતે દિલ્હી માટે કેપ્ટનશીપ કરી છે જ્યારે શ્રેયસ અય્યરે કેકેઆર ને ચેમ્પિયન બનાવ્યું છે. કેએલ રાહુલ લખનઉ ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે, જ્યારે જોસ બટલર ઈંગ્લેન્ડની વન-ડે અને ટી-20 ટીમનો કેપ્ટન છે. આ ઉપરાંત એસઆરએચની કેપ્ટનશિપ પણ એડન માર્કરામ કરી ચૂક્યા છે, જ્યારે ડેવિડ વોર્નરે પોતાની કેપ્ટનશિપમાં હૈદરાબાદને ચેમ્પિયન બનાવ્યું છે.
આઈપીએલ 2025 ટીમ અને કેપ્ટનના નામ
ચેન્નઈ સુપર કિંગ્સ – ઋતુરાજ ગાયકવાડ,મુંબઈ ઈન્ડિયન્સ – હાર્દિક પંડ્યાસનરાઇઝર્સ હૈદરાબાદ – પેટ કમિન્સગુજરાત ટાઇટન્સ – શુબમન ગિલરાજસ્થાન રોયલ્સ – સંજુ સેમસનદિલ્હી કેપિટલ્સ – ?કોલકાતા નાઇટ રાઇડર્સ – ?રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – ?લખનઉ સુપર જાયન્ટ્સ – ?પંજાબ કિંગ્સ – ?
IPL Auction 2025 Date And Time : આઈપીએલ ઓક્શન 2025 માટે 574 ખેલાડીઓની બોલી લાગશે
આઈપીએલ મેગા ઓક્શન 2025 માટે 574 ક્રિકેટ ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. 24 અને 25 નવેમ્બરના રોજ આઈપીએલ 2025 માટે ઓક્શન સાઉદી અરબના જેદ્દાહમાં યોજાશે અને ભારતીય સમય પ્રમાણે તે બપોરે 3.30 વાગ્યાથી શરુ થશે. આઈપીએલ ઓક્શન 2025માં ખેલાડીઓની હરાજીની સંપૂર્ણ યાદી વાંચો અહીં





