IPL 2025 Mega Auction , આઈપીએલ હરાજી 2025 : આઈપીએલ 2025 માટે રિટેન્શનના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. હવે દરેક ફ્રેન્ચાઈઝી પોતાની ગત વખતની ટીમમાંથી અધિકતમ 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે. આ સાથે ઓક્શન પર્સ પણ વધારીને 120 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. જે ગત વર્ષે 100 કરોડ રૂપિયા હતું.
દરેક IPL ટીમ વધુમાં વધુ 6 ખેલાડીઓને જાળવી શકે છે. જેમાં વધુમાં વધુ 5 કેપ્ડ ખેલાડીઓ (ભારતીય કે વિદેશી) રાખી શકાશે. જ્યારે વધુમાં વધુ 2 અનકેપ્ડ ખેલાડીઓ જાળવી શકાશે
રિટેન કરેલા ખેલાડીઓને કેટલા રૂપિયા આપવામાં આવશે
આ વખતે 6 ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપવામાં આવશે અને જે ખેલાડી નંબર વન પર હશે તેને 18 કરોડ રૂપિયા આપવામાં આવશે. જ્યારે બીજા નંબરના ખેલાડીને 14 કરોડ રૂપિયા આપવામાં આવશે. સાથે જ ત્રીજા નંબરના ખેલાડીને 11 કરોડ રૂપિયા અપાશે. જ્યારે ચોથા ખેલાડીને 18 કરોડ રૂપિયા મળશે અને પાંચમા નંબરે રહેનાર ખેલાડીને 14 કરોડ રૂપિયા મળશે. આ વખતે ચોથા અને પાંચમા રિટેન્શન માટે રકમમાં વધારો વધુ ખેલાડીઓને હરાજીમાં લાવવાનો છે.
આ પણ વાંચો – આઈપીએલ 2025 : ધોનીના રિટેન્શનને લઇને CSK ના સીઇઓ કાશી વિશ્વનાથને આપી તાજા અપડેટ
આ વખતે રાઇટ ટુ મેચ (આરટીએમ)ની પણ જોગવાઈ છે. જો કોઈ ટીમ માત્ર 1 ખેલાડીને રિટેન કરે છે તો તેઓ હરાજીમાં 5 આરટીએમનો ઉપયોગ કરી શકે છે. આ આરટીએમ કાર્ડ સંપૂર્ણપણે તેના પર નિર્ભર કરશે કે ટીમ કેટલા ખેલાડીઓને રિટેન કરશે.
રિટેન થનાર ટોચના 5 ખેલાડીઓને આપવામાં આવનારી રકમ
- પ્રથમ રિટેન્શન – 18 કરોડ રૂપિયા
- સેકન્ડ રિટેન્શન – 14 કરોડ રૂપિયા
- થર્ડ રિટેન્શન – 11 કરોડ રૂપિયા
- ચોથો રિટેન્શન – 18 કરોડ રૂપિયા
- પાંચમો રિટેન્શન – 14 કરોડ રૂપિયા
ફ્રેન્ચાઇઝીના પર્સમાં હરાજી માટે 120 કરોડ રૂપિયાની રકમ હશે. ફ્રેન્ચાઇઝી પર્સમાંથી 75 કરોડ રૂપિયાનો ઉપયોગ રિટેન્શન માટે કરી શકે છે.