આઈપીએલ હરાજી : ચહલથી લઇને વોશિંગ્ટન સુંદર સુધી, આ 7 સ્પિનર્સ પર ફ્રેન્ચાઇઝી ખર્ચી શકે છે કરોડો રૂપિયા

IPL 2025 Mega Auction : આઈપીએલ 2025 પહેલા 24 અને 25 નવેમ્બરે મેગા હરાજી કરવામાં આવશે . આ મેગા હરાજી સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાવાની છે. તમામ ફ્રેન્ચાઈઝીઓએ આ માટેની તૈયારી શરુ કરી દીધી છે

IPL 2025 Mega Auction : આઈપીએલ 2025 પહેલા 24 અને 25 નવેમ્બરે મેગા હરાજી કરવામાં આવશે . આ મેગા હરાજી સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાવાની છે. તમામ ફ્રેન્ચાઈઝીઓએ આ માટેની તૈયારી શરુ કરી દીધી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL Mega Auction, IPL 2025

IPL Mega Auction : ચહલથી લઇને વોશિંગ્ટન સુંદર સુધી, આ 7 સ્પિનર્સ પર ફ્રેન્ચાઇઝી કરોડો રૂપિયા ખર્ચી શકે છે (સોર્સ - એએનઆઈ)

IPL 2025 Mega Auction, આઈપીએલ 2025 મેગા હરાજી : આઈપીએલ 2025 પહેલા 24 અને 25 નવેમ્બરે મેગા હરાજી કરવામાં આવશે . આ મેગા હરાજી સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાવાની છે. તમામ ફ્રેન્ચાઈઝીઓએ આ માટેની તૈયારી શરુ કરી દીધી છે. મેગા હરાજી પહેલા તમામ 10 ટીમોએ રિટેન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. આ ખેલાડીઓમાં એવા ઘણા નામ સામેલ છે જેમનું પ્રદર્શન આઈપીએલમાં ખૂબ જ શાનદાર રહ્યું છે અથવા તો જેમણે ખૂબ જ ઓછા સમયમાં પણ પ્રશંસકોની ખૂબ જ વાહવાહી મેળવી છે.

Advertisment

અહીં વાત કરવામાં આવી રહી છે યુઝવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર અને હરપ્રીત બ્રાર સહિત 7 સ્પિનર્સની, જેમના પર આઈપીએલની મેગા હરાજી દરમિયાન ટીમો કરોડો રૂપિયા સુધી ખર્ચી શકે છે. આ યાદીમાં ત્રણ વિદેશી સ્પિનરો એટલે કે ન્યૂઝીલેન્ડના મિચેલ સેન્ટનર, અફઘાનિસ્તાનના નૂર અહમદ અને શ્રીલંકાના વાનિન્દુ હસારંગાનો પણ સમાવેશ થાય છે.

યુઝવેન્દ્ર ચહલ આઈપીએલનો સૌથી સફળ બોલર

આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર યુઝવેન્દ્ર ચહલ છે. તેણે અત્યાર સુધી 160 મેચમાં 7.84ની ઇકોનોમી અને 22.45ની એવેરજથી 205 વિકેટ ઝડપી છે. તે 2022થી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલો હતો, પરંતુ આ વખતે ફ્રેન્ચાઈઝીએ તેને રિલીઝ કરી દીધો છે. યુઝવેન્દ્ર ચહલ આ પહેલા આઇપીએલ 2014થી 2021 સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો.

આ પણ વાંચો - હેનરિક ક્લાસેન રિટેન કરાયેલા પ્લેયરમાં સૌથી મોંઘો પ્લેયર, વિરાટ કોહલીને કેટલા રૂપિયા મળ્યા

Advertisment

રવિચંદ્રન અશ્વિન 5 ટીમ તરફથી રમી ચૂક્યો છે

રવિચંદ્રન અશ્વિન આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપનારની યાદીમાં છઠ્ઠા નંબર પર છે. તેણે અત્યાર સુધીમાં 212 મેચમાં 7.12ની ઈકોનોમી અને 29.83ની એવરેજથી 180 વિકેટ ઝડપી છે. રવિચંદ્રન અશ્વિન 2022થી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલો હતો, પરંતુ આ વખતે ફ્રેન્ચાઈઝીએ તેને રિલીઝ કરી દીધો છે. રવિચંદ્રન અશ્વિન અગાઉ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (2008-2015), રાઇઝિંગ સુપર જાયન્ટ (2016-2017), કિંગ્સ ઇલેવન પંજાબ (2018-2019/હવે પંજાબ કિંગ્સ) અને દિલ્હી કેપિટલ્સ (2020-2021) તરફથી રમી ચૂક્યો છે.

વોશિંગ્ટન સુંદર

આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપનારાઓની યાદીમાં વોશિંગ્ટન સુંદર 99માં નંબરે છે. તેણે અત્યાર સુધીમાં 60 મેચમાં 7.54ની ઈકોનોમી અને 35.81ની એવરેજથી 37 વિકેટ ઝડપી છે. વોશિંગ્ટન સુંદર આઈપીએલ 2022થી સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલો હતો, પરંતુ આ વખતે ફ્રેન્ચાઇઝીએ તેને રિલીઝ કરી દીધો છે. વોશિંગ્ટન સુંદર અગાઉ આઈપીએલમાં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ (2017) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (2018-2021) તરફથી રમી ચૂક્યો છે.

આ 7 સ્પિનર્સનો આઈપીએલમાં બોલિંગ રેકોર્ડ

ક્રમપ્લેયરઆઈપીએલ 2024 ની ટીમવિકેટમેચઇનિંગ્સઓવરરન આપ્યાબેસ્ટ પ્રદર્શનએવરેજઇકોનોમીસ્ટ્રાઇક રેટ4 વિકેટ5 વિકેટ
1યુઝવેન્દ્ર ચહલરાજસ્થાન રોયલ્સ20516015958546025/4022.457.8417.1861
2રવિચંદ્રન અશ્વિનરાજસ્થાન રોયલ્સ18021220875353704/3429.837.1225.1310
3વોશિંગ્ટન સુંદરસનરાઇઝર્સ હૈદરાબાદ37605817513253/1635.817.5428.4900
4વાનીન્દુ હસારંગારોયલ ચેલેન્જર્સ બેંગ્લોર352626927485/1821.378.1315.7711
5હરપ્રીત બ્રારપંજાબ કિંગ્સ2541391138954/3035.87.9127.1610
6નૂર અહમદગુજરાત ટાઇટન્સ242323816593/3727.468.0420.500
7મિચેલ સેન્ટનરચેન્નાઈ સુપર કિંગ્સ151818614222/1328.136.9224.40
આઈપીએલ 2025 આઈપીએલ હરાજી ક્રિકેટ સ્પોર્ટ્સ