IPL 2023 Auction : 405માંથી 80 ખેલાડી વેચાયા, સેમ કરન સૌથી મોંઘો ખેલાડી, શિવમ માવી અને મુકેશ કુમારનો પણ જલવો

IPL 2023 Auction Updates : પંજાબ કિંગ્સે સેમ કરનને 18.50 કરોડમાં ખરીદ્યો, મુંબઈ ઇન્ડિયન્સે ઓસ્ટ્રેલિયામા કેમરૂન ગ્રીન પર મોટો દાવ ખેલતા 17.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો

IPL 2023 Auction Updates : પંજાબ કિંગ્સે સેમ કરનને 18.50 કરોડમાં ખરીદ્યો, મુંબઈ ઇન્ડિયન્સે ઓસ્ટ્રેલિયામા કેમરૂન ગ્રીન પર મોટો દાવ ખેલતા 17.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

ઇંગ્લેન્ડનો સેમ કરન આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો

IPL 2023 Auction Updates: આઈપીએલ 2023ની મિની હરાજી સમાપ્ત થઇ ગઇ છે. આઈપીએલની હરાજીમાં 405માંથી 80 ખેલાડી વેચાયા છે. જેમાં 29 વિદેશી ખેલાડી છે. ઇંગ્લેન્ડનો સેમ કરન આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પંજાબ કિંગ્સે સેમ કરનને 18.50 કરોડમાં ખરીદ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સે ઓસ્ટ્રેલિયામા કેમરૂન ગ્રીન પર મોટો દાવ ખેલતા 17.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો. કેમરૂન ગ્રીન આઈપીએલના ઇતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.

Advertisment

ઇંગ્લેન્ડના હૈરી બ્રુકને લોટરી લાગી

ઇંગ્લેન્ડના હૈરી બ્રુકને લોટરી લાગી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે 13 કરોડ 25 લાખમાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રૂપિયા હતી. મયંક અગ્રવાલને 8.25 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા હતી. ચેન્નાઇ સુપર કિંગ્સે બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો છે. બેન સ્ટોક્સ આ પહેલા પણ આઈપીએલમાં ઘણી મોંઘી કિંમતે વેચાઇ ચૂક્યો છે.

અનકેપ્ડ ખેલાડીઓમાં શિવમ માવી અને મુકેશ કુમારનો જલવો

અનકેપ્ડ ખેલાડીઓની વાત કરવામાં આવે તો શિવમ માવી અને મુકેશ કુમારનો જલવો રહ્યો છે. શિવમ માવીને ગુજરાત ટાઇટન્સે 6 કરોડમાં ખરીદ્યો છે. જ્યારે બિહારના ગોપાલગંજમાં જન્મેલા મુકેશ કુમારને દિલ્હી કેપિટલ્સે 5.5 કરોડમાં ખરીદ્યો હતો. મુકેશ કુમાર ટેક્સી ડ્રાઇવરનો પુત્ર છે.

નિકોલસ પૂરન સૌથી મોંઘો વિકેટકીપર બન્યો

વેસ્ટ ઇન્ડીઝનો નિકોલસ પૂરન આઈપીએલના ઇતિહાસના સૌથી મોંઘો વિકેટકીપર બન્યો છે. નિકોલસ પૂરનને લખનઉ સુપરજાયન્ટ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેણે ઇશાન કિશનનો રેકોર્ડ તોડ્યોછે. ઇશાન કિશનને 2022ની હરાજીમાં મુંબઈ ઇન્ડિયન્સે 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

Advertisment
  • Dec 23, 2022 21:25 IST

    આઈપીએલની હરાજીમાં 405માંથી 80 ખેલાડી વેચાયા

    આઈપીએલ 2023ની મિની હરાજી સમાપ્ત થઇ ગઇ છે. આઈપીએલની હરાજીમાં 405માંથી 80 ખેલાડી વેચાયા છે. જેમાં 29 વિદેશી ખેલાડી છે



  • Dec 23, 2022 21:18 IST

    IPL Auction: એક્સેલેરેટડ બિડિંગમાં જો રૂટ, શાકિબ અલ હસન ખરીદાયા

    એક્સેલેરેટડ બિડિંગમાં રાજસ્થાન રોયલ્સે જો રુટને એક કરોડમાં ખરીદ્યો છે. કેકેઆરે શાકિબ અલ હસનને ખરીદ્યો છે.



  • Dec 23, 2022 20:45 IST

    IPL Auction: એક્સેલેરેટડ બિડિંગમાં એડમ ઝમ્પા, લિટન દાસ વેચાયા

    અક્સેલેરેટડ બિડિંગમાં ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પા, વેસ્ટ ઇન્ડીઝના અકીલ હોસૈન અને બાંગ્લાદેશના લિટન દાસને ખરીદદાર મળી ગયા છે. ઝમ્પાને રાજસ્થાન રોયલ્સે 1.50 કરોડમાં ખરીદ્યો, અકીલ હોસૈનને હૈદરાબાદે એક કરોડમાં અને લિટન દાસને કેકેઆરે 50 લાખમાં ખરીદ્યો.



  • Dec 23, 2022 20:34 IST

    IPL 2023 Auction: આઇપીએલ-2023ની હરાજીના 10 સૌથી મોંઘા ખેલાડીઓ, ત્રણ ભારતીય ક્રિકેટર્સ સામેલ

    https://gujarati.indianexpress.com/sports/ipl-auction-2023-top-10-biggest-buys-in-ipl-this-edition/35156/



  • Dec 23, 2022 20:14 IST

    જોશુલા લિટિલ પર ગુજરાત ટાઇટન્સે 4 કરોડનો દાવ ખેલ્યો

    આયરલેન્ડના જોશુઆ લિટિલની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી. ગુજરાત ટાઇટન્સે જોશુઆને 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો. ગુજરાતે ફાસ્ટ બોલર મોહિત શર્માને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો. ઓલરાઉન્ડર શમ્સ મુલાનીને મુંબઈએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો.



  • Dec 23, 2022 20:12 IST



  • Dec 23, 2022 20:07 IST

    ફાસ્ટ બોલર રાજન કુમારને આરસીબીએ 70 લાખ રૂપિયામાં ખરીદ્યો. પંજાબ કિંગ્સે ફાસ્ટ બોલર વિદ્યુત કાવેરાપ્પાને 20 લાખમાં ખરીદ્યો, મુંબઈ ઇન્ડિયન્સે વિકેટકીપર વિષ્ણુ વિનોદને 20 લાખ રૂપિયામાં પોતાનો ટીમમાં સમાવેશ કર્યો.



  • Dec 23, 2022 19:17 IST

    પીયૂષ ચાવલા અને અમિત મિશ્રાની વાપસી

    પીયૂષ ચાવલા અને અમિત મિશ્રાની એક વર્ષ પછી આઈપીએલમાં વાપસી થઇ છે. પીયૂષ ચાવલાને મુંબઈ ઇન્ડિયન્સ અને અમિત મિશ્રાને લખનઉ સુપર જાયન્ટ્સે 50-50 લાખ રૂપિયામાં ખદીદ્યા છે.



  • Dec 23, 2022 18:50 IST



  • Dec 23, 2022 18:41 IST

    — IndianPremierLeague (@IPL) December 23, 2022



  • Dec 23, 2022 18:35 IST

    IPL Auction Live: કાઇલ જેમીસનને સીએસકેએ 1 કરોડમાં ખરીદ્યો

    ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર કાઇલ જેમીસનને ચેન્નઇ સુપરકિંગ્સે 1 કરોડની બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો. ડેનિયલ સેમ્સને 75 લાખમાં લખનઉ સુપર જાયન્ટ્સે ખરીદ્યો.



  • Dec 23, 2022 18:30 IST



  • Dec 23, 2022 18:29 IST

    IPL Auction Live: ટ્રેવિસ હેડ અને ડેવિડ મલાન અનસોલ્ડ રહ્યા

    ટ્રેવિસ હેડ અને ડેવિડ મલાન અનસોલ્ડ રહ્યા હતા. ડેરિલ મિચેલ પણ અનસોલ્ડ રહ્યો હતો.



  • Dec 23, 2022 18:14 IST

    IPL Auction 2023 LIVE: મનીષ પાંડેને દિલ્હીએ ખરીદ્યો

    મનીષ પાંડેને દિલ્હી કેપિટલ્સે 2.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો. જ્યારે રોસી વેન ડેર અને શેરફેન રુદરફોર્ડ અનસોલ્ડ રહ્યા.



  • Dec 23, 2022 18:09 IST

    હિમાંશું શર્માને 20 લાખ રૂપિયામાં આરસીબીએ ખરીદ્યો

    મુરુગન અશ્વિન, ચિંતલ ગાંધી, શ્રેયસ ગોપાલ અનસોલ્ડ રહ્યા. હિમાંશું શર્માને 20 લાખ રૂપિયામાં આરસીબીએ ખરીદ્યો



  • Dec 23, 2022 17:36 IST

    IPL Auction 2023 LIVE: ટેક્સી ટ્રાઇવરના પુત્ર મુકેશ કુમારને દિલ્હીએ 5.5 કરોડમાં ખરીદ્યો

    બિહારના ગોપાલગંજમાં જન્મેલા મુકેશ કુમારને દિલ્હી કેપિટલ્સે 5.5 કરોડમાં ખરીદ્યો હતો. મુકેશ કુમાર ટેક્સી ડ્રાઇવરનો પુત્ર છે.



  • Dec 23, 2022 17:36 IST

    IPL Auction 2023 LIVE: 6 કરોડમાં વેચાયો શિવમ માવી

    ગુજરાત ટાઇટન્સે ફાસ્ટ બોલર શિવમ માવીને 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.



  • Dec 23, 2022 17:32 IST

    IPL Auction 2023 LIVE: ગુજરાત ટાઇટન્સે શ્રીકર ભરત પર ખર્ચ કર્યા 1.20 કરોડ રૂપિયા

    શ્રીકર ભરતને ગુજરાત ટાઇટન્સે 1.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ફાસ્ટ બોલર યશ ઠાકુરને લખનઉ સુપર જાયન્ટ્સે 4 લાખમાં, વૈભવ અરોડાને કેકેઆરે 60 લાખ રૂપિયામાં ખરીદ્યો. મોહમ્મદ અઝહરુદ્દિન અનસોલ્ડ રહ્યો.



  • Dec 23, 2022 17:16 IST

    જમ્મુ કાશ્મીરના વિવરાંત શર્માને સનરાઇઝર્સ હૈદરાબાદે 2.6 કરોડમાં ખરીદ્યો

    અનકેપ્ડ ખેલાડી નિશાંત સંધૂને સીએસકેએ 60 લાખમાં ખરીદ્યો, સનવીર સિંહ અને સમર્થ વ્યાસને SRHએ 20-20 લાખ રૂપિયામાં ખરીદ્યો, જમ્મુ કાશ્મીરના વિવરાંત શર્માને સનરાઇઝર્સ હૈદરાબાદે 2.6 કરોડમાં ખરીદ્યો.



  • Dec 23, 2022 17:16 IST

    અભિમન્યુ ઇશ્વરન, સૌરભ કુમાર અનસોલ્ડ

    અભિમન્યુ ઇશ્વરન, સૌરભ કુમાર અનસોલ્ડ. બન્નેનો હાલમાં જ બાંગ્લાદેશ પ્રવાસમાં ભારતીય ટીમમાં સમાવેશ કરાયો હતો.



  • Dec 23, 2022 17:12 IST

    મયંક અગ્રવાલને સનરાઇઝર્સ હૈદરાબાદ કેપ્ટન બનાવી શકે છે

    મયંક અગ્રવાલને સનરાઇઝર્સ હૈદરાબાદ કેપ્ટન બનાવી શકે છે. બ્રાયન લારાએ આઈપીએલ સાથે વાતચીતમાં આ વાતનો સંકેત આપ્યો છે.

    — IndianPremierLeague (@IPL) December 23, 2022



  • Dec 23, 2022 17:09 IST

    IPL 2023 Auction : સેમ કરનને 18.50 કરોડ અને કેમરૂન ગ્રીનને 17.5 કરોડ શા માટે આપ્યા? જાણો કેવો છે રેકોર્ડ

    https://gujarati.indianexpress.com/sports/ipl-2023-auction-updates-sam-curran-becomes-most-expensive-buy-in-history-cameron-green-bids-break-records/35034/



  • Dec 23, 2022 16:47 IST

    ઓસ્ટ્રેલિયાનો એડમ ઝમ્પા અનસોલ્ડ

    ક્રિસ જોર્ડનને બેઝ પ્રાઇઝ 2 કરોડ હતી પણ તે અનસોલ્ડ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાનો એડમ ઝમ્પા, દક્ષિણ આફ્રિકાનો તબરેજ શમસી, વેસ્ટ ઇન્ડીઝનો અકીલ હોસૈન અને અફઘાનિસ્તાનનો મુજીબ ઉર રહમાન પણ અનસોલ્ડ રહ્યા.



  • Dec 23, 2022 16:47 IST

    IPL Auction 2023 LIVE: રિસે ટોપલે 1.9 કરોડ રૂપિયામાં વેચાયો

    રિસે ટોપલેને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 1.9 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 75 લાખ રૂપિયા હતી.



  • Dec 23, 2022 16:31 IST

    સનરાઇઝર્સ હૈદરાબાદે ઇંગ્લેન્ડના આદિલ રશીદને તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો. ઇશાંત શર્માને દિલ્હી કેપિટલ્સે 50 લાખ રૂપિયામાં, જયદેવ ઉનડકટને 50 લાખમાં, જ્યારે રિચર્ડસનને મુંબઈ ઇન્ડિયન્સે 1.5 કરોડમાં ખરીદ્યો



  • Dec 23, 2022 16:28 IST

    IPL Auction 2023 LIVE: SRHએ હેનરિક ક્લાસેનને 5.25 કરોડમાં ખરીદ્યો

    દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેનને 5.25 કરોડ રૂપિયામાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો છે.



  • Dec 23, 2022 16:26 IST

    નિકોલસ પૂરન સૌથી મોંઘો વિકેટકીપર બન્યો

    વેસ્ટ ઇન્ડીઝનો નિકોલસ પૂરન આઈપીએલના ઇતિહાસના સૌથી મોંઘો વિકેટકીપર બન્યો છે. નિકોલસ પૂરનને લખનઉ સુપરજાયન્ટ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેણે ઇશાન કિશનનો રેકોર્ડ તોડ્યોછે. ઇશાન કિશનને 2022ની હરાજીમાં મુંબઈ ઇન્ડિયન્સે 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.



  • Dec 23, 2022 16:24 IST

    લિટન દાસ અનસોલ્ડ રહ્યો

    વિકેટકીપર બેટ્સમેનો માટે બોલી શરૂ થઇ ગઇ છે. આ લિસ્ટમાં પ્રથમ નંબરે લિટન દાસ આવ્યો હતો. જોકે તે અનસોલ્ડ રહ્યો હતો. તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી.



  • Dec 23, 2022 15:57 IST

    — IndianPremierLeague (@IPL) December 23, 2022



  • Dec 23, 2022 15:53 IST

    બેન સ્ટોક્સને સીએસકેએ 16.25 કરોડમાં ખરીદ્યો

    ચેન્નઇ સુપર કિંગ્સે બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો છે. બેન સ્ટોક્સ આ પહેલા પણ આઈપીએલમાં ઘણી મોંઘી કિંમતે વેચાઇ ચૂક્યો છે.



  • Dec 23, 2022 15:50 IST

    કેમરૂન ગ્રીન આઈપીએલના ઇતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો

    મુંબઈ ઇન્ડિયન્સે ઓસ્ટ્રેલિયામા કેમરૂન ગ્રીન આઈપીએલના ઇતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યોપર મોટો દાવ ખેલતા 17.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો. કેમરૂન ગ્રીન છે.



  • Dec 23, 2022 15:46 IST

    જેસન હોલ્ડરને રાજસ્થાન રોયલ્સે 5.75 કરોડમાં ખરીદ્યો

    વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ઓલરાઉન્ડર જેસન હોલ્ડરને રાજસ્થાન રોયલ્સે 5.75 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી.



  • Dec 23, 2022 15:36 IST

    — IndianPremierLeague (@IPL) December 23, 2022



  • Dec 23, 2022 15:36 IST

    સેમ કરન આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

    ઇંગ્લેન્ડનો સેમ કરન આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પંજાબ કિંગ્સે સેમ કરનને 18.50 કરોડમાં ખરીદ્યો.



  • Dec 23, 2022 15:25 IST

    ઓલરાઉન્ડર્સ પર બોલી શરુ

    ઓલરાઉન્ડર્સ પર બોલી શરુ થઇ ગઇ છે. આ યાદીમાં પ્રથમ નામ શાકિબ અલ હસનનું આવ્યું છે. જોકે તેના પર કોઇએ બોલી લગાવી નથી. શાકિબ સતત બીજી વખત અનસોલ્ડ રહ્યો.



  • Dec 23, 2022 15:15 IST

    કેન વિલિયમ્સનું આઈપીએલ-2022નું પ્રદર્શન



  • Dec 23, 2022 15:12 IST

    રિલે રોસોવ પણ અનસોલ્ડ

    ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન જો રૂટને કોઇ ફ્રેન્ચાઇઝીએ ના ખરીદ્યો. ટી-20 ઇન્ટરનેશનલમાં સતત બે સદી ફટકારનાર રિલે રોસોવ પણ અનસોલ્ડ રહ્યો.



  • Dec 23, 2022 15:07 IST

    — IndianPremierLeague (@IPL) December 23, 2022



  • Dec 23, 2022 15:06 IST

    અજિંક્ય રહાણેને ચેન્નઇ સુપરકિંગ્સે 50 લાખમાં ખરીદ્યો



  • Dec 23, 2022 15:05 IST

    મયંક અગ્રવાલને 8.25 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા હતી.



  • Dec 23, 2022 15:00 IST

    — Gujarat Titans (@gujarat_titans) December 23, 2022



  • Dec 23, 2022 14:57 IST

    ઇંગ્લેન્ડના હૈરી બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે 13 કરોડ 25 લાખમાં ખરીદ્યો

    ઇંગ્લેન્ડના હૈરી બ્રુકને લોટરી લાગી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે 13 કરોડ 25 લાખમાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રૂપિયા હતી.



  • Dec 23, 2022 14:47 IST

    કેન વિલિયમ્સનને 2 કરોડ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો

    સૌથી પહેલા કેન વિલિયમ્સન પર બોલી લાગી. વિલિયમ્સનને 2 કરોડ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો



  • Dec 23, 2022 14:44 IST

    ફ્રેન્ચાઇઝી પાસે બચેલા રૂપિયા

    ફ્રેન્ચાઇઝી પાસે બચેલા રૂપિયા

    સનરાઇઝર્સ હૈદરાબાદ – 42.25 કરોડ રૂપિયા
    પંજાબ કિંગ્સ – 32.2 કરોડ રૂપિયા
    લખનઉ સુપર જાયન્ટ્સ – 23.35 કરોડ રૂપિયા
    મુંબઈ ઇન્ડિયન્સ – 20.55 કરોડ રૂપિયા
    ચેન્નઇ સુપરકિંગ્સ – 20.45 કરોડ રૂપિયા
    દિલ્હી કેપિટલ્સ – 19.45 કરોડ રૂપિયા
    ગુજરાત ટાઇટન્સ – 19.25 કરોડ રૂપિયા
    રાજસ્થાન રોયલ્સ – 13.2 કરોડ રૂપિયા
    રોયલ ચેલેન્જર્સ બેંગલોર – 8.75 કરોડ રૂપિયા
    કોલકાતા નાઇટ રાઇડર્સ – 7.05 કરોડ રૂપિયા



  • Dec 23, 2022 14:40 IST

    મુંબઈ ઇન્ડિયન્સની ફ્રેન્ચાઇઝી વિશ્લેષણ કરી રહી છે

    — Mumbai Indians (@mipaltan) December 23, 2022



  • Dec 23, 2022 14:38 IST

    IPL 2023 Auction Live Updates: હરાજી માટે ચેન્નઇ સુપરકિંગ્સની ટીમ તૈયાર

    — Chennai Super Kings (@ChennaiIPL) December 23, 2022



ક્રિકેટ IPL સ્પોર્ટ્સ