IPL 2023 Auction Updates: આઈપીએલ 2023ની મિની હરાજી સમાપ્ત થઇ ગઇ છે. આઈપીએલની હરાજીમાં 405માંથી 80 ખેલાડી વેચાયા છે. જેમાં 29 વિદેશી ખેલાડી છે. ઇંગ્લેન્ડનો સેમ કરન આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પંજાબ કિંગ્સે સેમ કરનને 18.50 કરોડમાં ખરીદ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સે ઓસ્ટ્રેલિયામા કેમરૂન ગ્રીન પર મોટો દાવ ખેલતા 17.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો. કેમરૂન ગ્રીન આઈપીએલના ઇતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.
ઇંગ્લેન્ડના હૈરી બ્રુકને લોટરી લાગી
ઇંગ્લેન્ડના હૈરી બ્રુકને લોટરી લાગી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે 13 કરોડ 25 લાખમાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રૂપિયા હતી. મયંક અગ્રવાલને 8.25 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા હતી. ચેન્નાઇ સુપર કિંગ્સે બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો છે. બેન સ્ટોક્સ આ પહેલા પણ આઈપીએલમાં ઘણી મોંઘી કિંમતે વેચાઇ ચૂક્યો છે.
અનકેપ્ડ ખેલાડીઓમાં શિવમ માવી અને મુકેશ કુમારનો જલવો
અનકેપ્ડ ખેલાડીઓની વાત કરવામાં આવે તો શિવમ માવી અને મુકેશ કુમારનો જલવો રહ્યો છે. શિવમ માવીને ગુજરાત ટાઇટન્સે 6 કરોડમાં ખરીદ્યો છે. જ્યારે બિહારના ગોપાલગંજમાં જન્મેલા મુકેશ કુમારને દિલ્હી કેપિટલ્સે 5.5 કરોડમાં ખરીદ્યો હતો. મુકેશ કુમાર ટેક્સી ડ્રાઇવરનો પુત્ર છે.
નિકોલસ પૂરન સૌથી મોંઘો વિકેટકીપર બન્યો
વેસ્ટ ઇન્ડીઝનો નિકોલસ પૂરન આઈપીએલના ઇતિહાસના સૌથી મોંઘો વિકેટકીપર બન્યો છે. નિકોલસ પૂરનને લખનઉ સુપરજાયન્ટ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેણે ઇશાન કિશનનો રેકોર્ડ તોડ્યોછે. ઇશાન કિશનને 2022ની હરાજીમાં મુંબઈ ઇન્ડિયન્સે 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
આઈપીએલ 2023ની મિની હરાજી સમાપ્ત થઇ ગઇ છે. આઈપીએલની હરાજીમાં 405માંથી 80 ખેલાડી વેચાયા છે. જેમાં 29 વિદેશી ખેલાડી છે
એક્સેલેરેટડ બિડિંગમાં રાજસ્થાન રોયલ્સે જો રુટને એક કરોડમાં ખરીદ્યો છે. કેકેઆરે શાકિબ અલ હસનને ખરીદ્યો છે.
અક્સેલેરેટડ બિડિંગમાં ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પા, વેસ્ટ ઇન્ડીઝના અકીલ હોસૈન અને બાંગ્લાદેશના લિટન દાસને ખરીદદાર મળી ગયા છે. ઝમ્પાને રાજસ્થાન રોયલ્સે 1.50 કરોડમાં ખરીદ્યો, અકીલ હોસૈનને હૈદરાબાદે એક કરોડમાં અને લિટન દાસને કેકેઆરે 50 લાખમાં ખરીદ્યો.
આયરલેન્ડના જોશુઆ લિટિલની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી. ગુજરાત ટાઇટન્સે જોશુઆને 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો. ગુજરાતે ફાસ્ટ બોલર મોહિત શર્માને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો. ઓલરાઉન્ડર શમ્સ મુલાનીને મુંબઈએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો.

ફાસ્ટ બોલર રાજન કુમારને આરસીબીએ 70 લાખ રૂપિયામાં ખરીદ્યો. પંજાબ કિંગ્સે ફાસ્ટ બોલર વિદ્યુત કાવેરાપ્પાને 20 લાખમાં ખરીદ્યો, મુંબઈ ઇન્ડિયન્સે વિકેટકીપર વિષ્ણુ વિનોદને 20 લાખ રૂપિયામાં પોતાનો ટીમમાં સમાવેશ કર્યો.
પીયૂષ ચાવલા અને અમિત મિશ્રાની એક વર્ષ પછી આઈપીએલમાં વાપસી થઇ છે. પીયૂષ ચાવલાને મુંબઈ ઇન્ડિયન્સ અને અમિત મિશ્રાને લખનઉ સુપર જાયન્ટ્સે 50-50 લાખ રૂપિયામાં ખદીદ્યા છે.

ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર કાઇલ જેમીસનને ચેન્નઇ સુપરકિંગ્સે 1 કરોડની બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો. ડેનિયલ સેમ્સને 75 લાખમાં લખનઉ સુપર જાયન્ટ્સે ખરીદ્યો.

ટ્રેવિસ હેડ અને ડેવિડ મલાન અનસોલ્ડ રહ્યા હતા. ડેરિલ મિચેલ પણ અનસોલ્ડ રહ્યો હતો.
મનીષ પાંડેને દિલ્હી કેપિટલ્સે 2.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો. જ્યારે રોસી વેન ડેર અને શેરફેન રુદરફોર્ડ અનસોલ્ડ રહ્યા.
મુરુગન અશ્વિન, ચિંતલ ગાંધી, શ્રેયસ ગોપાલ અનસોલ્ડ રહ્યા. હિમાંશું શર્માને 20 લાખ રૂપિયામાં આરસીબીએ ખરીદ્યો
બિહારના ગોપાલગંજમાં જન્મેલા મુકેશ કુમારને દિલ્હી કેપિટલ્સે 5.5 કરોડમાં ખરીદ્યો હતો. મુકેશ કુમાર ટેક્સી ડ્રાઇવરનો પુત્ર છે.
ગુજરાત ટાઇટન્સે ફાસ્ટ બોલર શિવમ માવીને 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
શ્રીકર ભરતને ગુજરાત ટાઇટન્સે 1.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ફાસ્ટ બોલર યશ ઠાકુરને લખનઉ સુપર જાયન્ટ્સે 4 લાખમાં, વૈભવ અરોડાને કેકેઆરે 60 લાખ રૂપિયામાં ખરીદ્યો. મોહમ્મદ અઝહરુદ્દિન અનસોલ્ડ રહ્યો.
અનકેપ્ડ ખેલાડી નિશાંત સંધૂને સીએસકેએ 60 લાખમાં ખરીદ્યો, સનવીર સિંહ અને સમર્થ વ્યાસને SRHએ 20-20 લાખ રૂપિયામાં ખરીદ્યો, જમ્મુ કાશ્મીરના વિવરાંત શર્માને સનરાઇઝર્સ હૈદરાબાદે 2.6 કરોડમાં ખરીદ્યો.
અભિમન્યુ ઇશ્વરન, સૌરભ કુમાર અનસોલ્ડ. બન્નેનો હાલમાં જ બાંગ્લાદેશ પ્રવાસમાં ભારતીય ટીમમાં સમાવેશ કરાયો હતો.
મયંક અગ્રવાલને સનરાઇઝર્સ હૈદરાબાદ કેપ્ટન બનાવી શકે છે. બ્રાયન લારાએ આઈપીએલ સાથે વાતચીતમાં આ વાતનો સંકેત આપ્યો છે.
ક્રિસ જોર્ડનને બેઝ પ્રાઇઝ 2 કરોડ હતી પણ તે અનસોલ્ડ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાનો એડમ ઝમ્પા, દક્ષિણ આફ્રિકાનો તબરેજ શમસી, વેસ્ટ ઇન્ડીઝનો અકીલ હોસૈન અને અફઘાનિસ્તાનનો મુજીબ ઉર રહમાન પણ અનસોલ્ડ રહ્યા.
રિસે ટોપલેને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 1.9 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 75 લાખ રૂપિયા હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદે ઇંગ્લેન્ડના આદિલ રશીદને તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો. ઇશાંત શર્માને દિલ્હી કેપિટલ્સે 50 લાખ રૂપિયામાં, જયદેવ ઉનડકટને 50 લાખમાં, જ્યારે રિચર્ડસનને મુંબઈ ઇન્ડિયન્સે 1.5 કરોડમાં ખરીદ્યો
દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેનને 5.25 કરોડ રૂપિયામાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો છે.
વેસ્ટ ઇન્ડીઝનો નિકોલસ પૂરન આઈપીએલના ઇતિહાસના સૌથી મોંઘો વિકેટકીપર બન્યો છે. નિકોલસ પૂરનને લખનઉ સુપરજાયન્ટ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેણે ઇશાન કિશનનો રેકોર્ડ તોડ્યોછે. ઇશાન કિશનને 2022ની હરાજીમાં મુંબઈ ઇન્ડિયન્સે 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
વિકેટકીપર બેટ્સમેનો માટે બોલી શરૂ થઇ ગઇ છે. આ લિસ્ટમાં પ્રથમ નંબરે લિટન દાસ આવ્યો હતો. જોકે તે અનસોલ્ડ રહ્યો હતો. તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી.
ચેન્નઇ સુપર કિંગ્સે બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો છે. બેન સ્ટોક્સ આ પહેલા પણ આઈપીએલમાં ઘણી મોંઘી કિંમતે વેચાઇ ચૂક્યો છે.
મુંબઈ ઇન્ડિયન્સે ઓસ્ટ્રેલિયામા કેમરૂન ગ્રીન આઈપીએલના ઇતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યોપર મોટો દાવ ખેલતા 17.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો. કેમરૂન ગ્રીન છે.
વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ઓલરાઉન્ડર જેસન હોલ્ડરને રાજસ્થાન રોયલ્સે 5.75 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી.
ઇંગ્લેન્ડનો સેમ કરન આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પંજાબ કિંગ્સે સેમ કરનને 18.50 કરોડમાં ખરીદ્યો.
ઓલરાઉન્ડર્સ પર બોલી શરુ થઇ ગઇ છે. આ યાદીમાં પ્રથમ નામ શાકિબ અલ હસનનું આવ્યું છે. જોકે તેના પર કોઇએ બોલી લગાવી નથી. શાકિબ સતત બીજી વખત અનસોલ્ડ રહ્યો.

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન જો રૂટને કોઇ ફ્રેન્ચાઇઝીએ ના ખરીદ્યો. ટી-20 ઇન્ટરનેશનલમાં સતત બે સદી ફટકારનાર રિલે રોસોવ પણ અનસોલ્ડ રહ્યો.
અજિંક્ય રહાણેને ચેન્નઇ સુપરકિંગ્સે 50 લાખમાં ખરીદ્યો
મયંક અગ્રવાલને 8.25 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા હતી.
ઇંગ્લેન્ડના હૈરી બ્રુકને લોટરી લાગી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે 13 કરોડ 25 લાખમાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રૂપિયા હતી.
સૌથી પહેલા કેન વિલિયમ્સન પર બોલી લાગી. વિલિયમ્સનને 2 કરોડ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો
ફ્રેન્ચાઇઝી પાસે બચેલા રૂપિયા
સનરાઇઝર્સ હૈદરાબાદ – 42.25 કરોડ રૂપિયાપંજાબ કિંગ્સ – 32.2 કરોડ રૂપિયાલખનઉ સુપર જાયન્ટ્સ – 23.35 કરોડ રૂપિયામુંબઈ ઇન્ડિયન્સ – 20.55 કરોડ રૂપિયાચેન્નઇ સુપરકિંગ્સ – 20.45 કરોડ રૂપિયાદિલ્હી કેપિટલ્સ – 19.45 કરોડ રૂપિયાગુજરાત ટાઇટન્સ – 19.25 કરોડ રૂપિયારાજસ્થાન રોયલ્સ – 13.2 કરોડ રૂપિયારોયલ ચેલેન્જર્સ બેંગલોર – 8.75 કરોડ રૂપિયાકોલકાતા નાઇટ રાઇડર્સ – 7.05 કરોડ રૂપિયા